દીકરાને મળેલા સંસ્કારની આ સ્ટોરી અચૂક વાંચજો, ઓછા શબ્દોમાં ઘણું બધું કહી જાય છે.

0
593

ગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરી રહી હતી.

ત્યારે એક મહીલાનો દીકરો ત્યાંથી પસાર થઇ ઘર બાજુ નીકળી ગયો, ત્યારે એમની માઁ બોલી કે જુઓ મારો દીકરો અંગ્રેજી મિડિયમમાં ભણે છે.

થોડીવારમાં બીજી મહીલાનો દીકરો ત્યાંથી પસાર થયો અને તે પણ ઘર બાજુ નીકળી ગયો.

તે મહીલા બોલી કે જુઓ મારો દીકરો CBSE માં ભણે છે.

ત્યાં ત્રીજી મહિલાનો પુત્ર ત્યાંથી પસાર થયો,

આગળના બંને છોકરાઓની જેમ તેણે પણ પોતાની માઁ સામે જોયું.

પછી તે તેમની પાસે આવ્યો તેમની પાસેથી પાણીનું માટલું લઇ ખભે મુકયું, અને બીજા હાથમાં પાણીની ડોલ પકડીને કહ્યું કે ચાલ માઁ ઘેર જઇએ.

તેની માઁ બોલી કે મારો દીકરો ગુજરાતીમાં ભણે છે.

તેની માઁ ના ચહેરાનો આનંદ જોઇ બાકીની બંને માતાઓની નજર શરમથી જુકી ગઇ.

ઉપરોક્ત વાતનું તાત્પર્ય એટલું જ કે લાખો રુપિયા ખર્ચીને સંસ્કાર ખરીદી શકાતા નથી.

જય જય ગરવી ગુજરાત.

– સાભાર મનીષ રાજપૂત (અમર કથાઓ ગ્રુપ)