“દીકરી ચાલી પોતાને સાસરે” સુરેશ દલાલના આ વિદાય ગીતના બોલ તમારી આંખો ભીંજવી દેશે.

0
1073

દીકરી ચાલી પોતાને સાસરે;

મૂકી માબાપ ભાઈને આશરે.

હવે માંડવો આ કેવો સૂમસામ છે

એનો સૂનકાર ઠેઠ ઘેર પહોંચશે.

દીકરી ગુંજતી ઘરની દીવાલો;

થશે મૂંગી:ને મૌન એનું ખૂંચશે.

ઠામઠેકાણું મળ્યું એની હાશ રે:

પણ આસુંઓ છલકશે ઉદાસ રે..

પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું

એના ગમતા આકાશ પાસે દોડી ગયું

જાણે શ્વાસ છૂટી પડ્યો શ્વાસ રે

દીકરી ચાલી પોતાના સાસરે.

– સુરેશ દલાલ

(સાભાર હસમુખ ગોહિલ, અમર કથાઓ ગ્રુપ)