‘દીકરી ચાલી સાસરે’ આ ગુજરાતી વિદાય ગીતની પંક્તિઓ વાંચી તમારા નયન વરસવા લાગશે.

0
1153

ખેલતું કૂદતું ફળિયું લઇને, દીકરી ચાલી સાસરે

આંગણું ઘરનું સૂનું કરીને, દીકરી ચાલી સાસરે

બારી-બારણા ય રડતાં મૂકી, દીકરી ચાલી સાસરે

છોડી ગુંજતાં ઘરનો સાથ રે, દીકરી ચાલી સાસરે

સખીઓ સાથે જનેતા ભળી, શ્રાવણ વરસે નયન,

માને મેલી પિતાને સાથ રે, દીકરી ચાલી સાસરે

આંખો બની દરિયો આજ, દીકરી ચાલી સાસરે

બાપને મૂકી ભાઇને આશરે, દીકરી ચાલી સાસરે

‘શ્યામ’ના આંસુ શેં સુકાય, દીકરી ચાલી સાસરે

– ઘનશ્યામ વઘાસીયા

(સાભાર હસમુખ ગોહિલ, અમર કથાઓ ગ્રુપ)