‘દીકરી હું તને કરું આજ વિદાય’ – દીકરીની વિદાય વેળાએ ગવાતું આ ગીત બધાને ભાવુક કરી દે છે.

0
996

દીકરી હું તને કરું આજ વિદાય,

મારી લાડલી ઘર છોડી ને જાય…

ફૂલોથી તારી રાહ સજાવી,

આંસુ થકી આંખ છલકાય,

સુખ નો સૂરજ આંગણ મલકાય,

દુઃખ કેરી છાયા દૂર દૂર જાય,

મારી લાડલી ઘર છોડી ને જાય…

બાળપણ તારું મારી સંગ વિતાવ્યું,

હરપળ એ ક્ષણ ને વિચારું,

આંસુ ને ખુશાલી તારા, હ્ર્દયે મેં આજ ખંડારી,

તારા સ્મિતથી આખું ઘર મલકાય,

મારી લાડલી ઘર છોડી ને જાય…

તારા જનમની એ શુભ વધામણી,

હરપળ એ ક્ષણને સંભારું,

પિતા નહીં, એક સાચા મિત્ર બની,

તારા નજૂક હાથને થામ્યો,

તારા નાજુક પગલાની આહટ,

આજ હજુ એ આહટ સંભળાય.

મારી લાડલી ઘર છોડી ને જાય…

સૂરજ ઉગશે, તારા ઊગશે,

ચાંદની ચંદા સાથ ચમકશે,

તારી ચુડી, તારા પાયલ,

સાસરીયાના આંગનમાં છનકશે,

સુનું સુનું આ ઘર મારું,

તારી યાદો હરપળ આવે,

તું નથી આ ઘરમાં તોયે,

તારી હાજરી હરક્ષણ વર્તાય,

મારી લાડલી ઘર છોડી ને જાય…

– વિશ્વદીપ બારડ

(સાભાર હસમુખ ગોહિલ, અમર કથાઓ ગ્રુપ)