દીકરીની વિદાય વખતે પિતા જ સૌથી છેલ્લે કેમ રડે છે, સમજવા માટે વાંચો આ હૃદયસ્પર્શી લેખ.

0
1913

“પિતા અને પુત્રીનો સંબંધ”

દીકરીની વિદાય વખતે પિતા જ સૌથી છેલ્લે રડે છે, પણ કેમ, ચાલો આજે વિગતવાર સમજીએ.

બીજા બધા લાગણીશીલ થઈને રડે છે, પણ પિતા, દીકરીના બાળપણથી લઈને તેની વિદાય સુધીની બધી ભૂતકાળની ક્ષણોને યાદ કરીને રડે છે. માતા અને પુત્રીના સંબંધની તો વાત થતી રહે છે, પરંતુ પિતા અને પુત્રીનો સંબંધ સમુદ્રથી પણ ઊંડો છે.

દરેક પિતા દીકરાને કઠોર વચનો કહેતા હોય છે, ક્યારેક ધ-મ-કા-વ-તા અને ક્યારેક મા-ર-તા પણ હોય છે, પણ એ જ પિતા પોતાની દીકરીની દરેક ભૂલને ખોટી દાદાગીરી દેખાડીને અવગણે છે. દીકરો કંઈક માંગે તો એક વાર ઠપકો આપે છે, પણ દીકરીએ ધીરેથી પણ કંઈક માંગ્યું હોય તો પિતા સાંભળી લે છે અને ખિસ્સામાં પૈસા હોય કે ન હોય દીકરીની ઈચ્છા પૂરી કરે છે.

દુનિયા એ બાપનું સર્વસ્વ છીનવી લે તો પણ એ હાર માનતો નથી, પણ દીકરીની આંખમાં આંસુ જોઈને પોતે અંદરથી તૂટી જાય છે, એને જ બાપ કહેવાય છે.

અને જ્યારે દીકરી પણ ઘરમાં રહે છે ત્યારે તેને દરેક બાબતમાં પિતા પર ગર્વ થાય છે. કોઈએ કંઈ કહ્યું નથી કે દીકરી તરત જ બોલે, “મારા પપ્પાને આવવા દો પછી બતાવું છું.”

દીકરી ઘરમાં રહે તો પોતાની માતાના ખોળામાં છે, પણ તે દીકરીની હિંમત તેના પિતા જ હોય છે.

જ્યારે પુત્રીના લગ્નમાં તેની વિદાય થાય છે, ત્યારે તે બધાને મળીને રડે છે, પરંતુ વિદાય સમયે પિતાને ખુરશી ભેગી કરતા જુએ છે કે તરત જ ત્યાં જઈને ભેટી પડે છે. અને પોતાના બાપને એવી મજબૂતાઈથી પકડે છે, જે રીતે એક માતા પોતાના પુત્રને પકડે છે, કારણ કે એ બાળકીને ખબર છે આ બાપ છે, જેના દમ ઉપર મેં મારી બધી જીદ પુરી કરી છે.

બાપ પોતે પણ રડે છે, અને દીકરીની પીઠ થપથપાવીને ફરી હિંમત આપે છે કે, દીકરી ચાર દિવસ પછી આવી જઈશ તને લેવા માટે અને જાતે જ જાણીજોઈને ત્યાંથી નીકળી જાય છે. પછી કોઈ ખૂણે પહોંચી જાય છે અને એ ખૂણામાં એ બાપ કેટલો હૈયાફાટ રડે છે, આ વાત એક દીકરીના પિતા જ સમજી શકે છે.

જ્યાં સુધી પિતા જીવે છે ત્યાં સુધી દીકરી પિયરમાં હક સાથે આવે છે. અને ઘરમાં પણ રહેવાની જીદ કરી લે છે અને કોઈ કંઈક કહે તો મક્કમતાથી કહે છે કે આ મારા બાપનું ઘર છે. પણ પિતાનું અ-વ-સા-ન થતાં જ દીકરી આવીને એટલા જોરથી રડે છે કે બધા સગાંસંબંધીઓ સમજી જાય છે કે દીકરી આવી ગઈ છે.

અને તે દિકરી તે દિવસે પોતાની હિંમત હારી જાય છે, કારણ કે તેના પિતા જ નહી પરંતુ તેની હિંમત પણ તે દિવસે મ-રુ-ત્યુ-પા-મે છે.

તમે પણ અનુભવ્યું હશે કે પિતાના અ-વ-સા-ન પછી દીકરી ક્યારેય તેના ભાઈ-ભાભીના ઘરે જીદ નથી કરતી, જે તે તેના પિતાના વખતમાં કરતી હતી. જે મળ્યું ખાઈ લીધું, જે આપ્યું પહેરી લીધું કારણ કે જ્યાં સુધી તેના પિતા હતા, ત્યારે બધું જ તેનું હતું, તે આ વાત સારી રીતે જાણે છે.

આગળ લખવાની હિંમત નથી થતી. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે, પિતા માટે દીકરી જ તેની જિંદગી છે, પણ તે ક્યારેય કહેતા નથી. અને દીકરી માટે પિતા જ દુનિયાની સૌથી મોટી હિમ્મત અને ગૌરવ છે, પરંતુ દીકરી પણ આ ક્યારેય કોઈને કહેતી નથી.

બાપ-દીકરીનો પ્રેમ સાગર કરતા પણ ઘણો ઊંડો હોય છે.