દિલ્લીના 5 પ્રસિદ્ધ માતાજીના મંદિર, દિલ્લી ફરવા જાવ, તો જરૂર કરો આ મંદિરોના દર્શન.

0
441

ધાર્મિક રીતે ખુબ મહત્વ ધરાવે છે દિલ્લીના આ 5 માતાજીના મંદિર, જરૂર કરવા જોઈએ દર્શન. નવ દિવસ સુધી ચાલતી દેવી માં ની નવરાત્રી ઉપર દુર્ગા મંદિરો, સિદ્ધપીઠો અને શક્તિપીઠોની રોનક જોવા જેવી હોય છે. ભગવતી દુર્ગાની આરાધનાના પર્વ નવરાત્રીનું શ્રદ્ધાળુઓમાં ઘણું મહત્વ છે. દિલ્હીમાં આમ તો ઘણા પ્રાચીન મંદિર છે. પરંતુ નવરાત્રીમાં હંમેશા માતા ભક્ત લોકો, માતાજીના એવા મંદિરો શોધે છે, જ્યાં જવાથી નવ દિવસની તપસ્યા સફળ થઇ જાય. નવરાત્રીના આ શુભ પ્રસંગ ઉપર અહિયાં દિલ્હીના થોડા મુખ્ય મંદિરોનો પરિચય આપવા જઈ રહ્યા છીએ.

ઝંડેવાળા માતા મંદિર : ઝંડેવાલાન માતા મંદિર દેશ અને દિલ્હીના સુપ્રસિદ્ધ મંદિરો માંથી એક છે. આ મંદિરમાં ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. અહિયાં હજારોની સંખ્યામાં ભક્તજન માતા રાનીના દર્શન કરવા આવે છે. નવરાત્રીના ઉત્સવમાં આહિયા ભક્તોની ઘણી ભીડ ઉમટી આવે છે. આ મંદિર સાથે એક પૌરાણીક કથા પણ જોડાયેલી છે.

એક માન્યતા મુજબ મંદિરની સ્થાપના પહેલા આ સ્થાન ઉપર ચારે તરફ માત્ર શાંત વાતાવરણ હોવાને કારણે ઘણા લોકો તાલીમ લેવા આ સ્થાન ઉપર આવતા હતા અને તેમાંથી એક શ્રી બદ્રીનાથજી હતા, જે એક વેપારી હતા અને તે માતા રાનીના ભક્ત હતા. એક દિવસ બદ્રીદાસજી જયારે તાલીમમાં મગ્ન હતા, ત્યારે તેને એક અહેસાસ થયો કે તે સ્થાન ઉપર એક મંદિર ભૂમિમાં વિફળ છે અને તેમણે ભૂમિનું ખોદકામ અહી કરાવી દીધું. ખોદકામ વખતે તેમણે ત્યાં એક ઝંડો અને માતા રાનીની મૂર્તિ ત્યાંથી મળી ત્યારથી તેનું નામ ઝંડાવાળા રાખી દેવામાં આવ્યું.

કાલકાજી મંદિર : રાજધાની દિલ્હીમાં આવેલા કાલકાજીના આ મંદિરનું નિર્માણ 18મી શતાબ્દીમાં કરવામાં આવ્યું હતું. આમ તો મંદિરનો વિસ્તાર છેલ્લા 50 વર્ષોનો જ છે. પરંતુ મંદિરનો સૌથી જુનો ભાગ અઢારમી સદીનો છે. આ મંદિર દક્ષિણી દિલ્હીના કાલકાજીમાં આવેલ છે. તેને મનોકામના સિદ્ધપીઠ અને જયંતી કાલી પીઠ પણ કહેવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે અસુરો દ્વારા હેરાન કરવાથી બ્રહ્માજીની સલાહથી દેવતાઓએ શિવા (શક્તિ)ની આરાધના કરી હતી. દેવીના પ્રસન્ન થવાથી દેવતાઓએ તેનાથી અસુરોથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરી. શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે મહાભારત કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોને લઈને અહિયાં આવ્યા હતા. તેમણે માં કાળીની પૂજા કરી અને વિજયી થવાનું વરદાન પ્રાપ્ત કર્યું.

યોગમાયા મંદિર : યોગમાયા મંદિર દિલ્હીમાં કુતુબમીનારની એકદમ પાસે છે. તે ઘણું જ પ્રાચીન મંદિર છે. કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ મહાભારત યુદ્ધની સમાપ્તિ પછી પાંડવોએ શ્રીકૃષ્ણની બહેન યોગમાયા માટે બનાવ્યું હતું. તોમર વંશના રાજપૂતોએ જયારે દિલ્હીને વસાવ્યું, ત્યારે તેમણે દેવી યોગમાયાની વિધિ પૂર્વક પૂજા અર્ચના શરુ કરી. પાછળથી પાંડવ કાળમાં આ મંદિરની યોગ્ય દેખભાળ ન થઇ.

છતરપુર મંદિર : આધ્યા કાત્યાયીની મંદિર કે છતરપુર મંદિર દિલ્હીના સૌથી મોટા અને સૌથી પ્રસિદ્ધ મંદિરોમાં એક છે. આ મંદિર ગુડગાંવ-મહરોલી માર્ગની નજીક છતરપુરમાં આવેલું છે. છતરપુર આવેલા શ્રી આધ્યા કાત્યાયની શક્તિપીઠ મંદિરનો શિલાન્યાસ સન 1974માં કરવામાં આવ્યો હતો. તેની સ્થાપના કર્નાટકના સંત બાબા નાગપાલજીએ કરી હતી. આ પહેલા મંદિર સ્થળ ઉપર એક ઝુપડી હતી. આજે ત્યાં 70 એકર ઉપર માતાનું ભવ્ય મંદિર સ્થિત છે. આ મંદિર માતાના છઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયનીને સમર્પિત છે. એટલા માટે તેનું નામ પણ કાત્યાયની શક્તિપીઠ રાખવામાં આવ્યું છે.

ગુફાવાળું મંદિર : પૂર્વી દિલ્હીના પ્રીઉત વિહાર ક્ષેત્રમાં આવેલું માતાનું મંદિર, ગુફા મંદિરના નામથી વિખ્યાત છે. ગુફાની અંદર માં ચીંતપુર્ણી, માતા કાત્યાયની, સંતોષી માં, લક્ષ્મીજી, જ્વાલાજીની મૂર્તિ સ્થાપિત છે. ગુફામાં ગંગાજળની એક ધારા વહેતી રહે છે. મંદિરનું નિર્માણ સન 1987માં શરુ થયું હતું અને 1994માં મંદિર બનીને તૈયાર થઇ ગયું હતું.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.