(1) મારે ટોડલે બેઠો રે….
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..
મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે
સ્વરઃ દિવાળીબેન ભીલ
(2) હું તો કાગળીયા લખી લખી…
હું તો કાગળીયા લખી લખી થાકી,
કાનૂડા તારા મનમાં નથી (૨)
આવા શિયાળાના ચાર ચાર મહિના આઇવા,
મારા કાળજડા ઠરી ઠરી જાય રે, પાતળિયા તારા મનમાં નથી (૨)
હું તો કાગળીયા લખી લખી થાકી,
કાનૂડા તારા મનમાં નથી (૨)
આવા ઊનાળાના ચાર ચાર મહિના આઈવા,(૨)
મારા પાવનિયા બળી બળી જાય રે, છોગાળા તારા મનમાં નથી (૨)
હું તો કાગળીયા લખી લખી થાકી,
કાનૂડા તારા મનમાં નથી.
સં. હસમુખ ગોહીલ (અમર કથાઓ ગ્રુપ)