જો દરરોજ આ રીતે કરશો ભગવાનની પૂજા તો તમને મળશે તેનું સંપૂર્ણ ફળ, જાણો કઈ ભૂલ કરવાથી બચવું.

0
131

ભગવાનને કરવા માંગો છો પ્રસન્ન તો આવી રીતે કરો પૂજા, દરેક મનોકામના થશે પુરી.

દરેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવની આરાધના એટલે કે પૂજા કે ઉપાસના કરે છે, પરંતુ દરેકની પદ્ધતિ થોડી થોડી અલગ હોય છે. આજે આપણે જાણીશું કે વ્યક્તિએ ભગવાનની પૂજા કઈ રીતે કરવી જોઈએ. પૂજા કરવી એ ભાવ પૂર્ણ કાર્ય છે, એટલે કે તમારે શુદ્ધ હૃદયથી પૂજા કરવી જોઈએ. પરંતુ આજકાલ દરેક વ્યક્તિનું જીવન એટલું વ્યસ્ત થઈ ગયું છે કે એવો ભાવ અનુભવી નથી શકાતો.

તેમ છતાં, પૂજામાં કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ અને ધીમે ધીમે તમારી સાધનાને તબક્કાવાર રીતે અપગ્રેડ કરવી જોઈએ. વિધિ વિધાનથી કરવામાં આવતી પૂજાથી મન મજબૂત થાય છે. અને એવું નિયમિત કરવાથી ઘણા ફાયદા થાય છે.

પૂજામાં આ નિયમોનું પાલન કરો :

પૂજા કરતા પહેલા સ્નાન કરો અને પછી શાંત ચિત્તે પૂજા ઘરમાં પ્રવેશો.

કોઈપણ પ્રકારની ઉતાવળ ન રહો. ભલે તમે 5 મિનિટ પૂજા કરો, પરંતુ તે વચ્ચે તમારી ઓફિસ અને ઘરના તમામ તણાવ અથવા વ્યસ્તતાને ભૂલીને માત્ર પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરો.

પૂજા શરૂ કરતા પહેલા પૂજા સ્થળની સફાઈ કરવી જોઈએ. ભગવાનના ફોટાને સ્વચ્છ કપડાથી લૂછી લો, જો ભગવાનની મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવો.

સૌથી પહેલા પૂજામાં પાંચ તત્વોની હાજરી જરૂરી છે. આ પાંચ તત્વો છે – અગ્નિ, પૃથ્વી, વાયુ, પાણી અને આકાશ. જ્યારે આપણે પૂજાઘરમાં પહોંચીએ છીએ, ત્યારે આ પાંચ તત્વોમાંના ત્રણ તત્વો પહેલેથી જ હાજર હોય છે, આકાશ, વાયુ અને પૃથ્વી. આપણને ફક્ત અગ્નિ તત્વ અને જળ તત્વની જરૂર છે, તેથી સૌ પ્રથમ એક નાનો દેશી ઘી નો દીવો પ્રગટાવો. આ સિવાય કલશમાં સ્વચ્છ પાણી રાખો. આ પછી, તમારી આંખો બંધ કરો અને પ્રાર્થના કરો અને તમારી જે પણ સમસ્યાઓ છે, તે ભગવાનને જણાવો.

પ્રભુએ તમને અત્યાર સુધી જે કંઈ આપ્યું છે તેના માટે તેમનો આભાર માનો. દરરોજ તેમને ઘણી બધી સમસ્યાઓ ગણાવો નહીં.

પૂજા શરૂ કરતાની સાથે જ ગણપતિજીને નમન કરવું જરૂરી છે, પૂજા શરૂ કરવા માટે તમારે ગણેશજીની પૂજા કરવી પડશે.

વાંસની લાકડીઓ વાળી અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે પૂજામાં વાંસનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેના બદલે ધૂપનો ઉપયોગ કરો.

છેલ્લે એક નાના કળશમાં પાણી લઈ ઘરમાં રહેલ તુલસી માતાને જળ ચઢાવો, જો તમારા ઘરમાં તુલસી નથી તો આજે જ લઈ આવો. તુલસી માં ના આશીર્વાદ લેવા ખૂબ જરૂરી છે.

પૂજા સ્થાન પર શંખ હોવો જોઈએ અને જો તમે પૂજા પછી શંખ વાગડશો તો તે આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક રહેશે.

જો શક્ય હોય તો, પૂનમ અને અમાસ અથવા કોઈપણ એક દિવસે હવન કરો.

પૂજા કર્યા પછી ઘંટ વગાડવો જ જોઈએ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.