દરેક પ્રકારના અવરોધોથી મુક્તિ અપાવે છે હનુમાનજીનો આ મંત્ર, હનુમાન જયંતિ પર જરૂર કરો જાપ.
ચૈત્ર માસના સુદ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મહાબલી હનુમાનજીનો જન્મ થયો હતો. આ વર્ષે હનુમાન જયંતિ 16 એપ્રિલે ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા છે કે હનુમાન જયંતિના દિવસે નિયમ પ્રમાણે હનુમાનજીની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. જેનાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. આવો જાણીએ હનુમાન જયંતિના દિવસે શું કરવું શુભ રહેશે?
નકારાત્મક શક્તિઓને દૂર કરવા : એવું માનવામાં આવે છે કે જે લોકો હનુમાન જયંતિના દિવસે આ સૂત્રનો પાઠ કરે છે તેમની પાસે ભૂત, પિશાચ અને નકારાત્મક શક્તિઓ નથી આવતી.
“ભૂત પિશાચ નિકટ નહિ આવે, મહાબીર જબ નામ સુનાવે.”
ભય દૂર કરવા માટે : ઘણી વખત લોકો વારે ઘડીયે ડરી જાય છે. આવી સ્થિતિમાં, હનુમાન જયંતિ પર સવારે હનુમાન મંદિરમાં જાઓ અને રુદ્રાક્ષની માળાથી અહીં આપેલા મંત્રનો અગિયારસો વખત જાપ કરો. આમ કરવાથી દરેક પ્રકારના અવરોધોથી મુક્તિ મળી શકે છે.
મંત્ર છે – “ઓમ હં હનુમંતે નમ:”
રોગથી છુટકારો મેળવવા માટે : કેટલાક લોકો વારેઘડીયે બીમાર પડે છે. આવી સ્થિતિમાં હનુમાન જયંતિ પર નીચે આપેલ ચોપાઈનો પાઠ કરવાથી રોગો મટે છે. આ સિવાય જે લોકો આ ચોપાઈનો નિયમિત પાઠ કરે છે તેમના પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે.
“નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમાન બીરા”
ઇચ્છા પૂરી કરવા માટે : કોઈપણ વિશેષ મનોકામના પૂરી કરવા માટે, હનુમાન જયંતિના દિવસે ‘ઓમ મહાબલાય વીરાય ચિરંજીવિં ઉદ્દતે, હરિણે વજ્ર દેહે ચોલંગિતમહાવ્યયે’ આ મંત્રનો 108 વાર જાપ કરો.
જ્ઞાન અને વિદ્યા મેળવવા માટે : હનુમાનજીની કૃપા મેળવવા માટે વિદ્યાર્થીઓએ હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી યાદશક્તિ વધે છે અને શિક્ષણમાં સફળતા મળે છે.
“વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામ કાજ કરિબે કો આતુર”
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.