રાશિ પ્રમાણે કરો હોળીના આ ઉપાય, વરસશે દેવી લક્ષ્મીના આશીર્વાદ, બધી મુશ્કેલીઓ થશે દૂર.

0
206

ભૂલ્યા વિના હોળી પર કરી લો આ વિશેષ ઉપાય, આ લક્ષ્મીની મળશે વિશેષ કૃપા.

શું તમે પૈસાની સમસ્યાથી દુઃખી થઇ રહ્યા છો કે પછી તમારા જીવનમાં એક પછી એક સમસ્યા આવતી જ રહે છે અને પૂરી થવાનું નામ જ નથી લઈ રહી, તો સમજી લો કે આ વખતે હોળી પર આ સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ માટે તમારે તમારી રાશિ અનુસાર ઉપાય કરવા પડશે. આવો જાણીએ મેષથી કન્યા રાશિના લોકો એ કયા ઉપાય કરવા જોઈએ?

મેષ – આ રાશિના લોકોએ ધુળેટીના દિવસે હોલિકા દહનની રાખ કે ભસ્મ અને 7 ગોમતી ચક્રને લાલ રંગના કપડામાં બાંધીને આગામી હોળી સુધી કોઈ પવિત્ર સ્થાન પર રાખવી જોઈએ. આ ઉપાય કરવાથી નોકરીમાં પ્રમોશન અને લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે.

વૃષભ – હોળીના દિવસે વૃષભ રાશિના લોકોએ હોલિકાની ભસ્મ અને ચાંદીના સિક્કાને ચમકદાર કપડામાં બાંધીને વેપારી સંસ્થામાં રાખવા જોઈએ. આમ કરવાથી વ્યવસાય સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા લાગે છે.

મિથુન – હોલિકા દહનના બીજા દિવસે સૂર્યોદય સમયે ગણેશજીને અર્પણ કરેલ લીલી દુર્વાને હોલિકા દહનની થોડી ભસ્મ સાથે લીલા કપડામાં બાંધીને ઘર અને દુકાનની તિજોરીમાં રાખો, આમ કરવાથી આર્થિક સ્થિતિ સારી થવા લાગશે.

કર્ક – કર્ક રાશિના લોકોએ ધૂળેટીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં હોલિકા દહનની ભસ્મને સોના કે ચાંદીના સિક્કાની સાથે સફેદ મલમલના કપડામાં બાંધીને તિજોરીમાં રાખવી જોઈએ. આ અચૂક ઉપાય કરવાથી વ્યક્તિ આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકે છે.

સિંહ – સિંહ રાશિના લોકો હોળીની પૂજાના બીજા દિવસે હોલિકા દહનની ભસ્મને સોનેરી કપડામાં હળદર, તાંબા કે પિત્તળના સિક્કા સાથે બાંધીને ઘરના પવિત્ર સ્થાન અને ઓફિસ કે દુકાનની તિજોરીમાં રાખે. આમ કરવાથી ઘરમાં આરોગ્ય અને વ્યવસાયમાં આવી રહેલી સમસ્યાઓથી છુટકારો મળે છે.

કન્યા – ધૂળેટીની સવારે હોલિકા દહનની ભસ્મ, નાગરવેલનું પાન, સોપારી અને સાત તાંબાના સિક્કા લીલા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આટલું કરવાથી જ નોકરી-ધંધામાં પ્રગતિ જોવા મળશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)