માગશર પૂનમના દિવસે કરો આ સરળ ઉપાય, આજીવન બની રહેશે માં લક્ષ્મીની કૃપા.

0
2002

જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેના માટે માગશર પૂનમના દિવસે કરો વ્રત અને આ મંત્રોનો જાપ.

હિન્દુ ધર્મમાં અમાસ અને પૂનમ (પૂર્ણિમા) નું વિશેષ મહત્વ છે. પૂનમ એ દર મહિનાના શુક્લ પક્ષની છેલ્લી તિથિ હોય છે. આ વખતે માગશર મહિનાની પૂનમ 18 ડિસેમ્બરે છે. કહેવાય છે કે પૂનમના દિવસે પૂજા, જપ, તપ અને દાનનું વિશેષ મહત્વ છે. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

તમને જણાવી દઈએ કે પૂનમની તિથિ માં લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા અને વ્રત વગેરે રાખવાથી મુશ્કેલીઓ અને દુ:ખોનો નાશ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પૂજા, ઉપવાસ વગેરેની સાથે આ દિવસે નીચે જણાવેલા મંત્રોનો જાપ કરવો પણ જરૂરી છે. આવો જાણીએ માગશર મહિનાની પૂનમના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કયા મંત્રોનો જાપ કરવો જરૂરી છે.

માં લક્ષ્મીના મંત્ર :

1) સુખ અને સમૃદ્ધિ માટે લક્ષ્મી મંત્ર:

યા રક્તામ્બુજવાસિની વિલાસિની ચણદાંશુ તેજસ્વિની

યા રક્તા રુધિરામ્બરા હરિસખી યા શ્રી મનોલ્હાદિની.

યા રત્નાકરમન્થનાત્પ્રગટિતા વિષ્ણોસ્વયા ગેહિની

સા માં પાતુ મનોરમા ભગવતી લક્ષ્મીશ્ચ પદ્માવતી.

2) લક્ષ્મી સ્તોત્ર :

શ્રિયમુનિન્દ્રપદ્માક્ષિં વિષ્ણુવક્ષ:સ્થલસ્થિતામ્

વન્દે પદ્મમુખીં દેવીં પદ્મનાભપ્રિયામ્યહમ્

સંધ્યા રાત્રિ: પ્રભા ભૂતિર્મેધા શ્રદ્ધા સરસ્વતી.

3) લક્ષ્મી માં નો બીજ મંત્ર :

ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ

શ્રી હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મયૈ નમઃ

4) સૌભાગ્ય પ્રાપ્તિનો મંત્ર :

ૐ શ્રીં લ્કીં મહાલક્ષ્મી મહાલક્ષ્મી

એહ્યેહિ સર્વ સૌભાગ્યં દેહિ મે સ્વાહા.

5) ધન પ્રાપ્તિ મંત્ર :

ૐ હ્રીં શ્રી ક્રીં કલીં શ્રી લક્ષ્મી મમ ગૃહે ધન પૂરયે,

ધન પૂરયે, ચિંતાએ દૂરયે-દૂરયે સ્વાહા.

6) સુખ પ્રાપ્તિનો મંત્ર :

શ્રીં હ્રીં ક્લીં એં કમલવાસિન્યૈ સ્વાહા

7) શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં

વિશ્વાધારં ગગનસદશં મેઘવર્ણ શુભાંગમ.

લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યમ્

વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્

8) આદિ લક્ષ્મી નમસ્તેસ્તુ પરબ્રહ્મ સ્વરૂપિણી.

યશો દેહિ ધનં દેહિ સર્વ કામાંશ્ચ દેહિ મે.

સન્તાન લક્ષ્મી નમસ્તેસ્તુ પુત્ર-પૌત્ર પ્રદાયિની

પુત્રાં દેહિ ધનં દેહિ સર્વ કામાંશ્ચ દેહિ મે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીની પુષ્ટિ નથી કરતા. કોઈપણ માહિતી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.