આ વસ્તુઓને ચૈત્ર નવરાત્રી શરૂ થાય એ પહેલા જ ઘરમાંથી બહાર કાઢી દો, મળશે માતાજીના આશીર્વાદ.
ચૈત્રી નવરાત્રિ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માતાજીની કૃપાથી તેમના ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે અને ધનની કમી ક્યારેય ન થાય. આ માટે ભક્તો દરેક પ્રકારની પૂજા અને વિવિધ ઉપાયો કરે છે. આવી સ્થિતિમાં આજે અમે કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી ખાસ કરીને અષ્ટમી અને નવમીના દિવસે કરવાથી માતાજી દરેક પ્રકારના કષ્ટો દૂર કરે છે અને બગડેલા કામો સુધરવા લાગે છે.
તેના માટે તમારે તમારા ઘરની નજીકમાં આવેલા માતાજીના મંદિરમાં થતા યજ્ઞમાં આહુતિ આપવાની રહેશે. જો તમે કોઈક કારણોસર તમારા પરિવાર સાથે નથી, તો તમે જ્યાં પણ રહો છો ત્યાં નજીકમાં મંદિર તો જરૂર હશે. તમે એ મંદિરમાં જાઓ અને ત્યાંના પૂજારીને વિનંતી કરો કે મારે પણ યજ્ઞને આહુતિ અર્પણ કરવી છે.
મંદિરના પૂજારીની અનુમતિથી ઓછામાં ઓછી 11 આહુતિ જરૂર આપો, તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે અને માઁ ભગવતીની કૃપાથી તમને સુખ, સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થશે.
જો તમારી કોઈ ઈચ્છા હોય અને તે પ્રયાસ કરવા છતાં પણ પૂરી ન થઈ રહી હોય, તો અષ્ટમીના દિવસે વહેલી સવારે શિવ મંદિરમાં જઈને ત્યાં સાફ-સફાઈ કરો. મહાદેવના શિવલિંગ પર જલાભિષેક, દુગ્ધાભિષેક, મધથી અભિષેક કર્યા પછી અંતમાં એકવાર જળથી અભિષેક કરો.
શિવલિંગનો જળથી અભિષેક કર્યા બાદ અત્તર અને ચંદન લગાવીને તેમનો શણગાર કરો. તે જ દિવસે રાત્રે મંદિરમાં અથવા ઘરમાં ઘી થી હવન કરીને ‘ૐ નમઃ શિવાય’ મંત્ર બોલતા બોલતા 108 આહુતિ અર્પણ કરો.
હવન પછી, રુદ્રાક્ષ અથવા સ્ફટિકની માળાથી 40 દિવસ સુધી દરરોજ ‘ૐ નમઃ શિવાય’ નો જાપ કરતા 5 માળા ફેરવો, તો તમારા પર માઁ ભગવતીની કૃપા થશે અને તમારી મનોકામનાઓ પૂરી થશે.
હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ 9 દિવસોમાં ભક્તો માતા રાણીના આગમન અને તેમને પ્રસન્ન કરવા માટે ઘણું બધું કરે છે. નવરાત્રિ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, તો તે પહેલા તમારે ઘરની સાફ-સફાઈ કરી લેવી જોઈએ. અને આ દરમિયાન કેટલીક વસ્તુઓને ઘરની બહાર કાઢવાનું ભૂલશો નહીં. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢવાથી ઘરમાં સકારાત્મકતા અને સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. તો ચાલો જાણીએ કઈ છે એ વસ્તુઓ.
જો તમે પૂજા ઘરની સફાઈ કરતી વખતે ખંડિત થયેલી મૂર્તિઓ જુઓ છો, તો તરત જ તેને ઘરની બહાર કાઢી દો અથવા તેને પાણીમાં વિસર્જિત કરી દો.એવું માનવામાં આવે છે કે તૂટેલી મૂર્તિઓ આપણા દુર્ભાગ્યનું કારણ બને છે.
નવરાત્રિની સાફ-સફાઈમાં ઘરમાંથી જૂના બૂટ-ચપ્પલ અને ફાટેલા કપડાં કાઢી નાખો અથવા કોઈ ગરીબને દાન કરો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે અને પૈસાની કમી ક્યારેય નહીં થાય.
હિંદુ ધર્મમાં ડુંગળી અને લસણને તામસિક ભોજનમાં ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં ડુંગળી અને લસણનું સેવન કરવાથી માતા રાણી ક્રોધિત થાય છે. તેથી જ નવરાત્રિ દરમિયાન તામસિક ભોજન વર્જિત માનવામાં આવે છે.
નવરાત્રિની સાફ-સફાઈ દરમિયાન તમારે તરત જ ઘરમાંથી બંધ થઈ ગયેલી ઘડિયાળ બહાર કાઢી લેવી જોઈએ. બગડેલી ઘડિયાળ સારી માનવામાં આવતી નથી. તે તમારા ખરાબ નસીબનો સંકેત આપે છે, તેથી ભૂલથી પણ ઘરમાં બંધ ઘડિયાળ રાખવી નહીં.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.