નવરાત્રીમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા કરો આ કામ, તેમના આશીર્વાદ તમને બનાવી શકે છે કરોડપતિ.

0
105

શારદીય નવરાત્રીના 9 દિવસ છે ખૂબ જ ખાસ, આ કામ કરીને મેળવો લક્ષ્મી માતાની કૃપા.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવે, જેથી તેમને અઢળક સંપત્તિ મળે. આ માટે શારદીય નવરાત્રીના 9 દિવસ ખૂબ જ ખાસ છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ચોક્કસ ઉપાય જણાવવામાં આવ્યા છે, જે તમને ઝડપથી ધનવાન બનાવી શકે છે છે.

હકીકતમાં માઁ લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતી માઁ દુર્ગાના જ સ્વરૂપ છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરીને ધન પ્રાપ્તિ માટે નવરાત્રી દરમિયાન કરવામાં આવેલા ઉપાય શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચાલો જાણીએ માઁ લક્ષ્મીને પ્રસન્ન કરીને ધન અને સૌભાગ્ય મેળવવાના ઉપાયો.

નવરાત્રી દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે, પહેલા દિવસે દેવી લક્ષ્મીના ચિત્રવાળો સોના અથવા ચાંદીનો સિક્કો ઘરમાં લાવો અને દરરોજ તેની પૂજા કરો. તેનાથી અપાર સંપત્તિ મળે છે.

નવરાત્રી દરમિયાન માઁ દુર્ગાની સાથે માઁ લક્ષ્મીની પૂજા કરો અને પૂજામાં કમળનું ફૂલ ચઢાવો. આમ કરવાથી દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાય છે અને દેવી લક્ષ્મીની કૃપા વરસે છે.

નવરાત્રીના પહેલા દિવસે શંખપુષ્પીના મૂળને ઘરમાં લાવો અને શુભ મુહૂર્તમાં તેની પૂજા કર્યા પછી તેને ચાંદીના ડબ્બામાં મૂકીને તિજોરીમાં રાખો. આ ઉપાયથી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

નવરાત્રીના 9 દિવસો દરમિયાન ઘરમાં કેળાનો છોડ લગાવો. ત્યાર બાદ દર ગુરુવારે તેમાં દૂધ મિક્સ કરીને જળ ચઢાવો. આનાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે અને અપાર ધન આપે છે.

નવરાત્રી દરમિયાન દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વડના ઝાડના પાંદડા પર સિંદૂર અથવા કંકુથી સાથિયાનું ચિહ્ન બનાવો. પછી આ પાનને દેવી લક્ષ્મીની પૂજામાં ચઢાવો. આનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને પુષ્કળ ધન આપે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.