શું તમે પણ કુંડામાં રાખો છો શિવલિંગ? તો હમણાં જ જાણો આ ખાસ વાત, નહીં તો વસવસો રહી જશે.

0
151

ઘણા લોકો શિવલિંગને કુંડામાં રાખતા હોય છે, જાણો આમ કરવું યોગ્ય છે કે નહીં.

મોટાભાગના ઘરોમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સાથે જ અનેક ઘરોમાં લોકો શિવલિંગની સ્થાપના પણ કરે છે. ખાસ વાત એ છે કે જ્યાં કેટલાક લોકો ઘર મંદિરમાં શિવલિંગની સ્થાપના કરે છે, તો કેટલાક લોકો કુંડામાં શિવલિંગની સ્થાપના કરે છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં શિવલિંગની સ્થાપના માટે ઘણા નિયમો છે. જ્યારે નિષ્ણાત જ્યોતિષી ડૉ.રાધાકાંત વત્સને આ વિશે પૂછ્યું તો તેમણે ઘણા નિયમોમાંથી એક જે શિવલિંગને કુંડામાં રાખવા વિશે છે તેની માહિતી આપી, જે હવે અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ.

શિવલિંગને કુંડામાં રાખવું યોગ્ય છે કે નહીં તે અંગે શિવપુરાણમાં ઉલ્લેખ છે. શિવપુરાણ પ્રમાણે, શિવલિંગને ક્યારેય એવી જગ્યાએ ન રાખવું જોઈએ જ્યાં તેની પૂજા ન કરી શકાય.

શિવલિંગને કુંડામાં રાખવાથી તેની પૂજામાં અવરોધ આવે છે. એટલા માટે મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરવાનું વિધાન છે. શિવલિંગને જમીન કે માટી પર રાખવું વર્જિત માનવામાં આવે છે.

શિવપુરાણ પ્રમાણે શિવલિંગને હંમેશા ધારક વસ્તુ એટલે કે અરધા (અર્ધ્ય આપવાનું એક પાત્ર, શિવલિંગ જેમાં સ્થપાય છે તે) માં સ્થાપિત કરવાનું વિધાન માનવામાં આવે છે. કુંડામાં રાખવામાં આવેલા શિવલિંગનો દુષ્પ્રભાવ પડે છે અને વ્યક્તિના જીવનમાં મંગળ ભારે થવા લાગે છે.

શિવપુરાણમાં એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે કુંડામાં શિવલિંગ રાખવાથી તેની પવિત્રતા નષ્ટ થઈ જાય છે, જેના કારણે ઘરમાં નકારાત્મક શક્તિઓનો સંચાર વધવા લાગે છે.

શિવલિંગને કુંડામાં રાખવું એ પણ વાસ્તુ દોષ અને ગ્રહ દોષનું સૂચક બને છે. કુંડામાં શિવલિંગની સ્થાપના કરવાથી વ્યક્તિના જીવનમાં સૌથી વધુ ચંદ્ર દોષ ઉત્પન્ન થતો જોવા મળે છે.

ચંદ્ર દોષ થવા પાછળનું કારણ એ છે કે ભગવાન શિવના મસ્તક પર ચંદ્ર બેઠો છે, આવી સ્થિતિમાં જો શિવલિંગની પવિત્રતા, શુદ્ધતા અને તેના નિયમોની અવગણના કરવામાં આવે તો ચંદ્ર દોષ થવાની શક્યતા પ્રબળ બની જાય છે.

શિવપુરાણ પ્રમાણે જે ઘરમાં શિવલિંગની સ્થાપના કુંડામાં કરવામાં આવે છે, ત્યાં શ્રીગણેશ ક્યારેય વાસ કરતા નથી. કારણ કે પુત્રનું મંદિર અથવા તિજોરીના આસન પર બેસવું અને પિતાનું ઘરની બહાર કુંડાની માટી પર બેસવું. આ સ્થિતિ શક્ય નથી.

આ લેખથી તમને ખ્યાલ આવી ગયો હશે કે શિવલિંગને ક્યારેય કુંડામાં ન રાખવું જોઈએ. જો તમને આ સંદર્ભ ગમ્યો હોય, તો તેને ફેસબુક પર ચોક્કસ શેર કરો અને આવા વધુ લેખો વાંચવા માટે અમારા પેજ સાથે જોડાયેલા રહો. તમે આ વિશે શું વિચારો છો? તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી હર જીંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.