એક ઉમદા ડૉક્ટર અને તેમના સાથીની વાત, આજ પહેલા તમે ક્યારેય આવા ડોક્ટર વિષે વાંચ્યું નહીં હોય.

0
854

અમારાં ગામ નાં જુના અને જાણીતા ડૉકટર બાવજી સાહેબ ગામનાં વ્યક્તિઓ માટે હરેક નિદાન નાં ઉમદા જાણકાર છે. કોઈ પણ બીમારી એમનાં પગનાં તળીયા નીચે આવી રગદોળાઈ જાય. ગરડા વખત ની હજાર પાવર ની ગોળી નાનું છોકરું પણ જઈ માંગે તો એ ડોહાની સકલ બાવજી સાહેબ નાં અંતરમન માં આવી જાય. સાહેબ ની આવડત અને હોશિયારી પાલનપુર સિવિલ નાં ડોક્ટરો પણ જાણે છે. જો કોઇ આ ગ થી દા ઝેલુ દર્દી પાલનપુર આવ્યુ હોય તો ત્યાંના ડૉક્ટરો ની સલાહ એજ હોય કે ” જગાણા જતારો બાવજી સાહેબ નાં ત્યાં…. ત્યાં પોંચ્યાં એટલ જાણે તમર કોટો કાઢ્યો…” અને એ હકીકત છે સાહેબ દાઝેલા દર્દી માટે ઉમદા ડૉક્ટર છે.

સાહેબ પાસે અત્યારે પણ સ્કૂટર અડીખમ હાલત માં છે ખાલી જગ્યા બદલેલ હોવાથી હવે સ્કૂટર બહારજ ઉભુ રાખવામાં આવે છે. સ્ટેથોસ્કૉપઃ નો ઉપયોગ ડૉકટર માટે સામન્ય છે પણ પથારી નાં દર્દ માં પણ અમારાં સાહેબ પથરી ની હલનચલન અચૂક સાંભળી લે છે. અને હા પથારી ની દવા પણ પથરી નાં લગોલગ ટક્કર આપે એવી હોય છે. કાળા રંગની એ ગોળીઓ જોઈનેજ દર્દી ને રાહત થઈ જાય કે ” આ ગોળી પાથરી ને ધક્કો મારી સો ટકા બહાર હાંકીકાઢશે.

ડૉકટર સાહેબ ની પાસે કોઇ ગંભીર હાલત માં દર્દી આવી ગયુ હોય તોય સાહેબની હળવાસ જોઈ દર્દી નું દુઃખ આભલે ચડી જાય સાહેબ માત્ર એટલું જ કહે ” કોય ના થાય….”

બીમાર હોઈએ અને સાહેબ પાસે ગયાં હોય તો પંપાળવાની તો વાત જ છોડો સીધો આવોજ સવાલ આવે.” શું થયુ લ્યા…? ”

સાહેબ નો દર્દી નું નામ લખવાનો અંદાજ મે આ જગત માં ક્યારે કોઈ ડૉક્ટર નો જોયો નથી. પહેલા સાહેબ પૂછે

” નોમ બોલ…?”

” રશ્મિન પ્રજાપતિ….” હું મારુ નામ જાણવું

તો સાહેબ મારા ઘરડાં સુંધીનું નામ લેવાનું ક્યારે નથી ભૂલતા

” રશ્મિન લખમણ , લખમણ હીરા , હીરા પસા….”

ગામ નાં હરેક વ્યક્તિ ની પેઢી દર પેઢી નાં નામ એમની જુબાન પર કાયમ યાદજ હોય અને સાહેબ એમની ડાયરી માં નામ પણ દાદા પર દાદા સુધીનું જ લખે.

સાહેબની ડાયરી જેવી સાંકડી અને છૂટા પેજ ની ડાયરી મે ક્યારે કોઇ ડૉક્ટર પાસે નથી જોઇ.

” સાહેબ તાવ આવે છે સરદી ખાંસી અને પેટમાં દુખે છે….”

” તેં સિચડુ ઓસું ખો…..” સાહેબની સલાહ માત્ર થી ગણાનો તાવ ટાઢો હેમ થઈ જાય

” નાથા એક ડાયક્લો , એક નેમેસોડા સોડા આલી દે….” દર્દી ઉભો થાય એ પહેલાં નાથો લાલ, પીળી, કેશરી ગોળી ની પડીકી વાલી મેણીયાની થેલીમાં લપેટી આપી દે.

અને હા સહેબની ગોળી લીધાં પછી ક્યારે ખાટી ચીજ વાસ્તુ ખાવી નહીં જોકે સાહેબ ગોળી આપતાં પહેલાં આ સુચન આપેજ છે.

નાથા લાલ અને સાહેબનો સંબંધ ખરેખરો અધબૂત છે. સાહેબ ” નાથ્યા ચો જ્યાં…” એમ કહીને પણ બોલાવે તોય નાથા નાં મોઢે થી સાહેબ નામ એટલું હેતાવળૂ નીકળે કે બધાં દર્દીઓ વચ્ચે સાહેબનો રુંવાબી ચહેરો ઓર તાલ માં આવી જાય. પણ હા નાથો ભઈ પણ કંઈ કમ નથી પગથીયે ચડતાં દર્દી ની સકલ જોઈ દવાની પડીકી વાળી દે એટલો અંતરયામી છે.

ઈંજકશન હંમેશા નાથો જ આપે અને નાથો પાછો દર્દી ને પૂછે પણ ખરો કે ” આપડો હાથ સાહેબ કરાતાં ફોરોહન…..”

સાહેબ અને નાથા લાલ ની જુગલબંધી અમરા ગામની એક આગવી ઓળખાણ છે. અને હા સહેબ ની બેઠકની પાછળના કેબીન ઉપર લગાવેલો બાળક નો ફોટો હજુ પણ હેમખેંમ છે. અને મોટા અક્ષર માં લખેલું છે કે ” ઉધાર બંધ છે ” પણ સાહેબ ની દરયાદિલી એટલી છે કે નાથા ને અઠવાડીયા માં બે વાર ફળિયા માં ઉગરાણી માટે આવવું પડે છે.

ગામમાં કોઇ વ્યક્તિ નું દે હાંતથયું હોય તો ખાતરી અર્થે સાહેબ ને બોલવા માં આવે અને ગરડુ માવીતર હોય તો સાહેબ નો નું આ વાક્ય ગણું પ્રચલિત છે કે ” રોમ રમી જ્યા ”

આભાર

બાવજી સાહેબ

નાથા લાલ

– રશ્મિન પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)