જાનવરોના ડૉક્ટર પાસે એક મહિલા આવી, એમની પાસે એક હાઈબ્રીડ કુતરો હતો. એ કહેવા લાગી : સર, મારા કુતરાને એક વિચિત્ર પ્રકારનો પ્રોબ્લેમ થઈ ગયો છે. સાવ બેપરવાહ અને લાપરવાહ થઈ ગયો છે, કેટલુંય સ્વાદિષ્ટને પૌષ્ટિક ખવડાવું છું, કેટલોય ખ્યાલ રાખુ છું તો પણ મારી ઈજ્જત નથી કરતો. મારી પાસે બોલાવુ છું તો દૂર ચાલ્યો જાય છે.
પ્લીઝ ડૉક્ટર, આનો કોઈ ઈલાજ કરો. હું તેની સાથે ખૂબ જ લાગણીઓથી જોડાયેલી છું. હું તેની આ ઉદાસીનતા અને બેપરવાહી સહન નથી કરી શકતી.
ડૉક્ટરે કુતરાને ધ્યાનથી જોયો, થોડી મિનિટ નિરીક્ષણ કરીને કહ્યું કે, આ કુતરાને એક રાત્રી માટે મારી પાસે રાખવો પડશે. હું તેનું સંપૂર્ણ અવલોકન કરીને ઈલાજ કરીશ.
કચવાતા મને મહિલાએ હા પાડી અને કુતરાને ડૉક્ટર પાસે એ કૂતરને છોડીને જતી રહી.
ડૉક્ટરે એના આસિસ્ટન્ટને બોલાવીને કહ્યું કે, આ કુતરાને ભેંસો સાથે તબેલામાં બાંધી દો અને દર એક કલાકે માત્ર પાણી જ આપવું, હ ન્ટર અને લા તોથી કુતરાને પી ટતા રહેવું. ડૉક્ટરનો આસિસ્ટન્ટ તો જાટ હતો. આખી રાત કુતરા સાથે હ ન્ટર તથા લા તોથી ટ્રીટમેન્ટ ચાલુ જ રાખી.
બીજા દિવસે મહિલાએ આવીને પૂછ્યું : સર, મારા કુતરાનો ઈલાજ બરાબર થયો કે?
ડૉક્ટર : હા. હું આશાવાદી છું. ડૉક્ટરનો આસિસ્ટન્ટ જેવો કુતરાને લાવે છે કે કુતરો તુરત જ છલાંગ લગાવીને મહિલાની ગોદમાં બેસી જાય છે, પૂંછડી પટપટાવવા લાગે છે, મહિલાનું મ્હો અને ગાલ પણ ચાટવા લાગે છે.
મહિલાએ ડૉક્ટરને પૂછ્યું : સર, તમે એવો તે શું ઈલાજ કર્યો કે કુતરામાં અચાનક આટલો બધો બદલાવ આવી ગયો?
ડૉક્ટરે કહ્યું : ખૂબ મોટા, એરકંડીશન રૂમમાં રહીને, રોજ અતિશય સ્વાદિષ્ટ ભોજન ખાઈ ખાઈને એ પોતાને માલિક સમજવા લાગ્યો હતો અને પોતાના માલિકની ઓળખ ભૂલી ગયો હતો. બસ, એનો એ વહેમ દૂર કરવા માટે શારીરિક અને માનસિક ટ્રીટમેન્ટની જરૂર હતી એ અમોએ ખૂબ સારી રીતે આપી.
બસ આ જ ટ્રીટમેન્ટ દેશમાં લાગુ કરો. ભારત માતાને ગા ળો દેવા વાળા, ભારતના ટુકડા કરવા વાળા, વાણી ને અભિવ્યક્તિ તેમજ આઝાદીનો દૂરોપયોગ કરી દેશના ટુકડા કરવાની માંગ ધરાવતા, સીમા સુરક્ષા દળના જવાનોને, સૈનિકોને, અપ શબ્દો કહેવા વાળા અને દુશ્મનદેશને ઝિંદાબાદ કહેવા વાળાઓ સાથે આવી જ સરભરા કરવામાં આવે તો દેશની અંદરનો, આંતરીક છુપો આ તકવાદ અને ન ક્સલવાદ દૂર થઈ જાય ને અસહિષ્ણુઓ સીધા થઈ જાય.
જય ભારત, વંદે માતરમ.
સોર્સ વોટ્સ એપ.