આ વસ્તુઓનું દાન અને આ મંત્રોના જાપ કરવાથી શનિદેવના પ્રકોપથી મુક્તિ મેળવી શકાય છે.

0
311

આ મંત્રોના જાપ કરવાથી શનિદેવની કૃપા મળવાની સાથે સાડાસાતી અને ઢૈય્યામાંથી મળશે રાહત.

શનિદેવને કર્મોના ન્યાયાધીશ કહેવામાં આવે છે. કારણ કે શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. એટલા માટે ઘણા લોકોએ શનિની મહાદશા દરમિયાન ઘણા કષ્ટ અનુભવવા પડે છે અને પછી તેમાંથી રાહત મેળવવા માટે તેમને ઉપાયોની જરૂર પડે છે. જ્યોતિષના મતે શનિવાર શનિદેવને સમર્પિત છે. આ દિવસે દાન, પૂજા અને મંત્ર જાપ કરવાથી શનિદેવના પ્રકોપથી મુક્તિ મેળવી શકાય છે.

1) શનિવારે મંદિરમાં જઈને શનિ મહારાજને સરસવનું તેલ અર્પણ કરવું અથવા શનિ મહારાજની સામે દીવો પ્રગટાવવાથી શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે.

2) શનિવારના દિવસે મંદિરમાં શનિદેવને વાદળી ફૂલ, ફળ, કાળા તલ અને સરસવનું તેલ અર્પણ કરવાથી કુંડળીમાં હાજર શનિદોષ દૂર થાય છે. આ સિવાય શનિવારના દિવસે શનિ સ્તોત્રનો પાઠ કરવો અને શ્રવણ કરવો શુભ અને ફળદાયી હોય છે.

જો તમે ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) અને સાડાસાતીની આડ અસર દૂર કરવા માંગતા હોવ તો શનિવારે દાન, પૂજા અને મંત્ર જાપ કરો. આવો જાણીએ શનિ મંત્ર –

ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ।

ॐ નિલાન્જન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ। છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરમ॥

ॐ ભગભવાય વિદ્મહૈં મૃત્યુરુપાય ધીમહિ તન્નો શનિઃ પ્રચોદ્યાત્। ૐ શન્નોદેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે।શંયોરભિશ્રવન્તુ નઃ।।

શનિવારે આ વસ્તુઓનું દાન કરો :

તમે શનિવારે જરૂરિયાતમંદોને કપડાં, ભોજન અને પૈસા દાન કરી શકો છો. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. કારણ કે જે વ્યક્તિ ગરીબોની મદદ કરે છે, શનિદેવ તેમને કષ્ટોમાં રાહત આપે છે. આ સિવાય તમે ગરીબોને કાળા તલ, સરસવનું તેલ, કાળી છત્રી, ધાબળો, અડદની દાળ અને લોખંડનું દાન કરી શકો છો. આનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.