ડોંગરેજી મહારાજના જીવનનો આ પ્રસંગ વાંચ્યા પછી સમજાશે તે કેટલા મહાન હતા, વાંચવાનું ચુકતા નહિ.

0
3756

સંપૂર્ણ ભારત વર્ષમાં કથાવાચકના રૂપમાં ખ્યાતિ મેળવી ચૂકેલા ડોંગરેજી મહારાજ એકમાત્ર એવા કથાવાચક હતા જે દાનનો રૂપિયો પોતાની પાસે રાખતા ન હતા અને ન તો લેતા હતા. જે જગ્યા પર કથા થતી હતી ત્યાં મળતા પૈસા તેજ નગરના કોઈ સામાજિક કાર્ય, ધર્મ વ્યવસ્થા, જનસેવા માટે દાન કરી દેતા હતા.

ડોંગરેજી મહારાજના જીવનનો એક કિસ્સો જાણવા જેવો છે. એક કેન્સર હૉસ્પિટલ માટે ફંડ ઊભું કરવા ડોંગરેજી મહારાજની કથા મુંબઈમાં યોજાઈ હતી. દાયકાઓ અગાઉ યોજાયેલી એ કથા થકી આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ કૅન્સર હૉસ્પિટલ માટે એકઠી થઈ ગઈ હતી.

એ કથાના છેલ્લા દિવસે ડોંગરેજી મહારાજ કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમના કોઈ સ્નેહી ગંભીર ચહેરે તેમની પાસે ગયા. તેમણે ડોંગરેજી મહારાજને કાનમાં કહ્યું કે, તમારા પત્નીએ દેહ ત્યાગ કર્યો છે.

એ આઘાતજનક સમાચાર સાંભળ્યા પછી બીજી જ ક્ષણે ડોંગરેજીએ સ્વસ્થતા મેળવી લીધી અને દુ:ખદ સમાચાર લઈને આવેલા સ્નેહીને જવાબ આપીને ફરી કથા શરૂ કરી દીધી! તેમણે એ દિવસે કથા પૂરી કરી. કથાના આયોજકોને ખબર પડી કે ડોંગરેજી મહારાજના પત્ની દુનિયામાં રહ્યા નથી ત્યારે તેઓ ચિંતામાં મુકાઈ ગયા, પણ ડોંગરેજી મહારાજે એ કથા યથાવત્ ચાલુ રાખી એને કારણે તેઓ ગદ્ગદ થઈ ગયા.

એ પછી ડોંગરેજી મહારાજે પત્ની નાદે-હાં-ત પછીની વિધિઓ હાથ ધરી. તેઓ થોડા દિવસ પછી પત્નીના અસ્થિ લઈને ગોદાવરી નદીમાં અસ્થિ વિસર્જન માટે નાશિક ગયા. એ વખતે અસ્થિ વિસર્જનની વિધિ કરનારા બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે તેમની પાસે પૈસા નહોતા. જે સ્નેહીએ તેમને તેમના પત્નીના સમાચાર આપ્યા હતા એ તેમની સાથે હતા.

ડોંગરેજી મહારાજે તેમને પોતાના પત્નીનું મંગળસૂત્ર આપીને કહ્યું કે, આ વેચીની પૈસા લઈ આવો. બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે મારી પાસે કંઈ નથી. પેલા સ્નેહી સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખો છલકાઈ ગઈ. જે માણસે થોડા દિવસો અગાઉ કૅન્સર હૉસ્પિટલ માટે પોતાની કથા થકી દોઢ કરોડનું ફંડ એકઠું કરી આપ્યું હતું. તેની પાસે મામૂલી રકમ પણ નહોતી!

આવા વૈરાગ્યવાન અને તપસ્વી સંત-મહાત્માઓના દમ પર જ સનાતન ધર્મની પ્રતિસ્થા બનેલી છે.