“વાસ્તવિકતા કંઇક આવી પણ છે” – એકવાર વાંચજો હૃદય હચમચી ઉઠે તો નવાઇ નહી.

0
482

ટાઇટલ – વાસ્તવિકતા કંઇક આવી પણ છે.

લડાઇ દુનિયા માં હવે વધુ, માન સન્માન માટે થાય છે,

જુઓ ગરીબ ના આંગણા, કિંમત કિલો ધાન ની થાય છે,

હરીફાઇ પણ કેવી મુશ્કીલ, ચંદ્ર પર જવાની થાય છે,

હાલ જુઓ ઘણા ના, રહેવા જગ્યા પૃથ્વી પર પણ ક્યાં થાય છે,

ભિખારી માગે ભીખ તો, હડધૂત એને જાહેર માં કરાય છે,

કરોડો ના ભ્રષ્ટાચાર, વ્હાઇટ કોલર ભીખારી ઓ કરી જાય છે,

પ્લાસ્ટિક ચાવતી ગાયો, જયાં નજર કરો ત્યાં દેખાય છે,

” રાજ ” ગામ તણા ગૌચર, ઓલા આખલા ચરી જાય છે.

રચના – રાજેશભાઇ એસ કુકરવાડિયા,

(વ્યાસ) ધ્રુવનગર, મોરબી.