મંત્ર જાપ કરો છો તો આ ભૂલો કરવાથી બચો, મળશે લાભ.

0
591

મંદિરમાં કરો છો મંત્ર જાપ, તો ભૂલથી પણ ના કરો આ મોટી ભૂલ. મંત્ર જાપનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, મંત્રોના જાપથી વ્યક્તિને અલૌકિક શક્તિઓ મળે છે અને સાથે જ જીવનની મુશ્કેલીઓ પણ દૂર થાય છે. આ કારણ છે કે સાધુ સંત સિવાય સામાન્ય લોકો પણ મંત્ર જાપ કરે છે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે, મંત્ર જાપનું શું મહત્વ છે, અને જો તમે મંદિરમાં મંત્ર જાપ કરો છો તો તમારે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

મંદિરમાં મંત્ર જાપ દરમિયાન રાખો આ સાવચેતીઓ : હિંદુ ધર્મમાં મંદિર ન ફક્ત ભગવાનને પૂજવાની જગ્યા હોય છે, પણ મંદિરોમાં ભક્ત ધ્યાન, મંત્ર જાપ કરીને પોતાની આત્મશુદ્ધિ પણ કરે છે. એટલા માટે જયારે મંદિરમાં મંત્ર જાપ કરવામાં આવે છે, તો અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આ વાતો વિષે નીચે જણાવવામાં આવ્યું છે.

મંદિરમાં મંત્ર જાપ પહેલા સ્નાન – ધ્યાન જરૂર કરો.

મંત્ર જાપ પહેલા જમીન પર ઉનનું આસન પાથરો.

જો માળા ફેરવીને મંત્ર જાપ કરી રહ્યા છો તો માળાને હંમેશા જમણા હાથમાં જ રાખો.

ધ્યાન રહે કે માળા ફેરવતા સમયે તેના પર તમારા નખ ન લાગે.

માળાને છાતીથી થોડા અંતર પર રાખો.

માળા નાકની ઉપર ન જવી જોઈએ અને ન તો નાભિની નીચે.

માળા ફેરવતા સમયે આંખો બંધ રાખો.

મંત્રોનો જાપ કરતા સમયે પોતાના શરીરને સ્થિર રાખવાનો પ્રયત્ન કરો.

જો માળા વગર મંત્ર જાપ કરી રહ્યા છો, તો પદ્માસન અથવા સુખાસનમાં બેસીને હાથને પોતાના ખોળામાં અથવા ઘૂંટણ પર રાખો.

જો મંત્ર જાપ કરતા સમયે તમે આ વાતોનું ધ્યાન રાખો છો, તો તમને જરૂર લાભ થશે.

મંત્ર જાપનું મહત્વ : મંત્ર તે નાદ છે જે વ્યક્તિને શક્તિ આપે છે. ભારતીય ઋષિમુનિઓએ પ્રાચીન સમયમાં જ મંત્રોની શક્તિને ઓળખી લીધી હતી. માનવામાં આવે છે કે, મંત્રોની શક્તિથી વ્યક્તિ પોતાના ભવિષ્યને પણ બદલી શકે છે. આજના સમયમાં પણ ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર વગેરે એવા મંત્ર છે, જેનું ઉચ્ચારણ હિંદુ ધર્મમાં આસ્થા રાખવાવાળા લોકો દ્વારા કરવામાં આવે છે.

મંત્ર જાપ ફક્ત શક્તિ મેળવવા માટે જ નહિ પણ માનસિક શાંતિ માટે પણ કરવામાં આવે છે. આજે પણ હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કોઈ પણ મંત્રો વગર નથી કરવામાં આવતા. એવું માનવામાં આવે છે કે, મંત્રોના જાપથી આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે. આજે પણ લોકો મંત્ર સિદ્ધિ દ્વારા વિશેષ શક્તિઓ મેળવે છે. આપણા ઋષિમુનિઓ દ્વારા મુખ્ય રૂપથી મંત્રોનું નિર્માણ એટલા માટે કરાવવામાં આવ્યું હતું કે જેથી માનવ જાતિ સશક્ત થઇ શકે.

અમુક શક્તિશાળી મંત્ર : આજના સમયમાં પણ મંત્રોનું મહત્વ ઓછું નથી થયું, અને લોકો મનની શાંતિ અને સિદ્ધિઓની પ્રાપ્તિ માટે મંત્રોનો જાપ કરે છે. નીચે અમુક શક્તિશાળી મંત્રો વિષે જણાવવામાં આવ્યું છે, જેના જાપથી વ્યક્તિને ઘણી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે, સાથે જ તેમના જાપથી સિદ્ધિઓ પણ મળે છે.

શિવજીનો મંત્ર : ૐ નમઃ શિવાય.

ગાયત્રી મંત્ર : ૐ ભૂર્ભુવ: સ્વ: તત સવિતુવરેણ્યં, ભર્ગોદેવસ્ય ધીમહી, ધિયો યો ન: પ્રચોદયાત.

મહામૃત્યુંજય મંત્ર : ‘ૐ ત્રયમ્‍બકં યજામહે, સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્, ઉર્વારૂકમિવ બન્‍ધનામ્, મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્.

જે વ્યક્તિ પોતાના જીવનને સાર્થક બનાવવા ઈચ્છે છે, તેમણે આ મંત્રોનો જાપ જરૂર કરવો જોઈએ.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.