એકવાર એક ચકલી સમુદ્રમાંથી પાણી ચાંચમાં લઈને બહાર કાઢતી હતી.
આ જોઈ ને કાગડો આવ્યો અને તેને પૂછ્યું કે, આ શું કરે છે?
ચકલી કહે : મારા બચ્ચા સમુદ્રએ લઈ લીધા છે એટલે એનુ પાણી બહાર કાઢું છું.
આ સાંભળી કાગડો કહે છે કે, તારી આખી નાત આવશે તો પણ સમુદ્રનું પાણી નહી ખાલી થાય.
પછી ચકલી તેને કહે છે કે, સલાહ નહી સાથ આપ.
આવી રીતે બધા પક્ષી આવતા ગયા. આ જોઈને ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ આવવા લાગ્યું.
ભગવાન ગરુડને કહે છે કે, તમે ગમે એટલી કોશિસ કરો એ શક્ય નથી.
તો તેમને ગરૂડ કહે છે કે, પ્રભુ સલાહ નહી સાથ આપો.
અને પછી ગરૂડ સાથે ભગવાન વિષ્ણુ પણ આવે છે.
ભગવાન વિષ્ણુને આવતા જોઈ સમુદ્ર ડરી ગયો ને ચકલીના બચ્ચા પાછા આપી દીધા.
એટલે આ કપરા સમયમાં એક બીજા ઉપર આરોપ ને સલાહ આપવા કરતા સાથ આપો.
જરૂર સલાહની નહી
જરૂર સાથની છે.
– સાભાર જયંતીલાલ નકરાણી (અમર કથાઓ ગ્રુપ).