સૌથી ખરાબ સમયમાં પણ ના છોડવો આ વસ્તુઓનો સાથ, ઝડપથી પસાર થઈ જશે ખરાબ સમય.
આચાર્ય ચાણક્યએ સુખી અને સફળ જીવન જીવવા માટે ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવી છે. આ વાતોનું પાલન કરવું વ્યક્તિને અનેક પ્રકારની પરેશાનીઓથી બચાવે છે. જો તેના જીવનમાં પડકારો અથવા ખરાબ સમય આવે તો પણ તે તેને સરળતાથી પાર કરી લે છે. આચાર્ય ચાણક્ય તેમના નીતિ શાસ્ત્ર ચાણક્ય નીતિમાં કહે છે કે વ્યક્તિએ ખરાબ સમયમાં પણ કેટલીક ખાસ વસ્તુઓનો સાથ છોડવો જોઈએ નહીં. આમ કરવાથી ખરાબ સમય પણ ટળી જાય છે અથવા જલ્દી સમાપ્ત થાય છે.
આ વસ્તુઓનો સાથ ખરાબ સમયને પણ દુર કરી દે છે :
સકારાત્મકતા – ચાણક્યની નીતિ અનુસાર જો વ્યક્તિની વિચારસરણી સકારાત્મક હોય તો તે મુશ્કેલીને પણ તકમાં ફેરવી દે છે. આવી વ્યક્તિ પોતાની યોગ્ય વિચારસરણીના આધારે તણાવ અને હતાશાથી તો બચે જ છે, પરંતુ પોતાના માટે નવી તકો ઊભી કરીને પ્રગતિ પણ કરે છે.
ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો – સમય સારો હોય કે ખરાબ, તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત રાખવાથી તમે સકારાત્મક પણ રહેશો અને તમને આગળ વધતા રહેવાની પ્રેરણા પણ મળશે. આવી સ્થિતિમાં, વ્યક્તિ ખરાબ સમય પણ ઝડપથી અને સરળતાથી પસાર કરી લે છે.
મહેનત – સમય સારો હોય કે ખરાબ, ક્યારેય મહેનત અને ઈમાનદારીનો સાથ છોડવો નહીં. સખત મહેનત અને પ્રમાણિકતા એ સફળતાની ચાવી છે. આવા વ્યક્તિને તેના જીવનમાં ચોક્કસપણે સફળતા મળે છે.
સતત પ્રયાસ – વારંવાર નિષ્ફળતા મળતી હોવા છતાં નિરાશ ન થાઓ. નિરાશા માણસનો સૌથી મોટો શત્રુ છે. તેથી ક્યારેય નિરાશ ન થાઓ અને પ્રયાસ કરતા રહો. તમારો ખરાબ સમય જલ્દી સમાપ્ત થશે અને સફળતાનો સૂરજ ચમકશે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.