સંતોષી માતાનું વ્રત કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહિ મળે પૂજાનું ફળ.

0
708

જાણો સંતોષી માતા વ્રતની વિધિ, નિયમો અને મંત્ર જાપ વિષે, આ રીતે કરશો વ્રત તો ઝડપથી મળશે માતાના આશીર્વાદ. શુક્રવારના દિવસે સંતોષી માં નું વ્રત રાખવામાં આવે છે. સંતોષી માતાનું વ્રત રાખવાથી દરેક મનોકામના પુરી થઇ જાય છે અને ઘરમાં સુખ, શાંતિ જળવાઈ રહે છે. એટલું જ નહિ જે લોકોને સંતાન નથી, જો તે માં નું વ્રત સાચા મનથી રાખે છે અને તેમની કથા વાંચે છે, તો તેમને સંતાનની પ્રાપ્તિ થઇ શકે છે.

ધાર્મિક માન્યતાઓ મુજબ માતા સંતોષી ભગવાન શ્રીગણેશના પુત્રી છે. સંતોષી માં માનસિક અને શારીરિક રીતે શક્તિ પૂરી પાડે છે. તેમનું વ્રત નિયમિત રીતે કરવાથી ધન, લગ્ન, સંતાન વગેરે ભૌતિક સુખોમાં વૃદ્ધી થાય છે. આમ તો માં નું વ્રત કરવા સાથે ઘણા નિયમ જોડાયેલા છે, અને દરેક લોકોએ આ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ. સાથે જ ભૂલથી પણ નીચે જણાવેલી ભૂલો તે દિવસે ન કરો. વ્રત દરમિયાન જો તે ભૂલો કરવામાં આવે છે, તો વ્રત સફળ નહિ થાય.

પૂજા કરવાની રીત :

માતા સંતોષીના વ્રતની શરુઆત સુદ પખવાડિયાના પ્રથમ શુક્રવારથી કરવામાં આવે છે, અને સતત 16 શુક્રવાર સુધી વ્રત કરવામાં આવે છે.

જે દિવસે તમે માં નું વ્રત રાખો છો. તે દિવસે સૂર્યોદય પહેલા ઊઠવાનું હોય છે. ઉઠીને ઘરની સફાઈ કરો અને સ્નાન કર્યા પછી પૂજા સ્થળ ઉપર માતા સંતોષીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો. પછી માં સામે એક કળશ રાખો અને તેમાં જળ ભરી દો. આ કળશની ઉપર એક વાટકી ભરીને ગોળ અને ચણા મૂકી દો.

એક ઘી નો દીવો પ્રગટાવો અને માં ને ચોખા, લાલ કપડું કે ચુંદડી અર્પણ કરો. સાથે જ ગોળ અને ચણાનો ભોગ પણ ધરાવો. પછી માં ની કથા વાંચો.

માં ની કથા વાંચતા વાંચતા તમારા હાથમાં ગોળ અને શેકેલા ચણા રાખો. અને કથા પૂરી થઇ ગયા પછી હાથમાં રહેલો ગોળ અને ચણા ગાયને ખાવા માટે મૂકી દો. જયારે કળશ ઉપર રાખવામાં આવેલા ગોળ અને ચણા બધાને પ્રસાદ તરીકે વહેંચી દો.

આ પ્રક્રિયા અંતર્ગત 16 વખત આ વ્રત કરો.

કરો આ નિયમોનું પાલન :

જે લોકો આ દિવસે માં નું વ્રત રાખે છે, તે ખાટી વસ્તુ ન ખાય અને ન તો ખાટી વસ્તુને સ્પર્શ કરે. એટલું જ નહિ ઘરના બીજા લોકો પણ ખાટી વસ્તુનું સેવન ન કરે. માનવામાં આવે છે કે, આ દિવસે ખાટી વસ્તુ ઘરમાં બનાવવાથી અને ખાટી વસ્તુ ખાવાથી માં સંતોષી નારાજ થઇ જાય છે.

આ દિવસે ઘરમાં માંસાહાર ન બનાવો અને ન તો ડા રુનું સેવન કરો.

માં ની કથા વાંચતી વખતે પોતાના માથાને કપડાથી ઢાંકી દો.

સંતોષી માં નું વ્રત સતત 16 શુક્રવાર સુધી કરવામાં આવે છે. એટલા માટે સતત આ વ્રત કરો. અને જે દિવસે વ્રત પૂરું કરો તે દિવસે લોકોને ખીર જરૂર ખવરાવો. સાથે જ માં ના વ્રતનું પુસ્તક પણ આપો.

જરૂર કરો આ મંત્રના જાપ :

માં ના મંત્રોના જાપ પણ તમે વ્રત દરમિયાન કરો. માં સાથે જોડાયેલા મંત્ર વાંચવાથી તેમની કૃપા જળવાઈ રહે છે, અને જીવનમાં સકારાત્મકતા આવે છે. સાથે જ મનપસંદ વસ્તુ પણ મળી જાય છે. જે લોકોના જીવનમાં કંકાસ રહેતો હોય છે, તેમણે પણ માં ના આ મંત્રોના જાપ કરવા જોઈએ. જયારે કુંવારી છોકરીઓ માં નું વ્રત કરે છે, અને મંત્રોના જાપ કરે છે તેમને સારો વર મળી જાય છે.

સંતોષી માં ના મહામંત્ર આ પ્રકારના છે :

(1) પહેલો મંત્ર : श्री संतोषी देव्व्ये नमः

(2) બીજો મંત્ર : ॐ श्री गजोदेवोपुत्रिया नमः

(3) ત્રીજો મંત્ર : ॐ सर्वनिवार्नाये देविभुता नमः

(4) ચોથો મંત્ર : ॐ संतोषी महादेव्व्ये नमः

(5) પાંચમો મંત્ર : ॐ सर्वकाम फलप्रदाय नमः

(6) છઠ્ઠો મંત્ર : ॐ ललिताये नमः

આ મંત્રનું ઉચ્ચારણ યોગ્ય રીતે કરો અને ઓછામાં ઓછા 11 વખત જરૂર કરો. મંત્ર જાપ કરતી વખતે માથાને કપડાથી ઢાંકી રાખો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.