તીર્થ યાત્રા દરમિયાન ભૂલથી પણ ન કરો આ 5 ભૂલો, જાણો તીર્થ યાત્રાની મહત્વપૂર્ણ વાતો.
તીર્થ દર્શનની પરંપરા ઘણા પહેલાના સમયથી ચાલતી આવી રહી છે. માન્યતા છે કે તીર્થ યાત્રાથી જાણે-અજાણે કરેલા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. તીર્થ યાત્રા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ કોઈ તીર્થ સ્થળ પર જવા ઈચ્છો છો, તો અહીં જાણો 5 એવી વાતો જે તીર્થ યાત્રામાં તમારે ધ્યાનમાં રાખવી જોઈએ.
(1) તીર્થ ક્ષેત્રમાં જવા પર મનુષ્યએ સ્નાન, દાન, જપ વગેરે કરવા જોઈએ. નહિ તો તે રોગ અને દોષનો ભાગીદાર બને છે.
(2) અન્યત્ર હિકૃતં પાપં તીર્થ માસાદય નશ્યતિ,
તીર્થેષુ યત્કૃતં પાપં વજ્રલેપો ભવિષ્યતિ.
આ શ્લોકનો અર્થ એ છે કે, કોઈ અન્ય જગ્યા પર કરેલું પાપ તીર્થમાં જવાથી નષ્ટ થઈ જાય છે, પણ તીર્થમાં કરવામાં આવેલું પાપ ક્યારેય નષ્ટ નથી થઈ શકતું. એટલે કે તીર્થ ક્ષેત્રમાં કોઈ અધાર્મિક કર્મ નહિ કરવું જોઈએ.
(3) જયારે કોઈ વ્યક્તિ પોતાના માતા-પિતા, ભાઈ, પરિવારજનો અથવા ગુરુને પુણ્ય ફળ અપાવવાના ઉદ્દેશ્યથી તીર્થમાં સ્નાન કરે છે, ત્યારે સ્નાન કરવાવાળા વ્યક્તિને પુણ્ય ફળનો બારમો ભાગ પ્રાપ્ત થાય છે.
(4) જે વ્યક્તિ બીજાના ધનથી તીર્થ યાત્રા કરે છે, તેને પુણ્યનો સોળમો ભાગ પ્રાપ્ત થાય છે.
(5) જે વ્યક્તિ કોઈ બીજા કામથી તીર્થ પર જાય છે, તે વ્યક્તિને તીર્થ જવાનું અડધું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.