સ્માર્ટ વર્કને શોર્ટકટ ન સમજો, જયા કિશોરી પાસેથી જાણો શું છે સફળતાના મંત્ર.

0
401

કામ કરવામાં જેટલી જરૂરિયાત છે એટલી જ… વાંચો જયા કિશોરીએ આપેલા સફળતાના મંત્ર. જયા કિશોરી શ્રીમદ્દ ભાગવત કથા (Jaya Kishori Bhagwat Katha) અને નાની બાઈનો માયરો જેવી કથાઓના પાઠ (Jaya Kishori Motivational Speech) થી વિશ્વ વિખ્યાત થઈ ચુકી છે. પ્રમુખ કથાવાચિકાના રૂપમાં ઉપર આવેલી જયા કિશોરી 9 વર્ષની ઉંમરથી જ લિંગાષ્ટકમ, રામાષ્ટમ, શિવ તાંડવ જેવી ઘણી કથા, ભજન અને ગીત ગાઈને પોતાના ભક્તોની મનપસંદ બની ચુકી છે.

એટલું જ નહિ યુ-ટ્યુબ અને સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મમાં તેમની વાતો, તેમના ભજન વગેરે ઘણું શેયર પણ કરવામાં આવે છે. સફળતાને લઈને તેમના ઘણા મંત્ર છે જેને જાણીને તમે પણ પોતાના કરિયરને ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો. આવો જાણીએ તેમણે જણાવેલા સફળતાના મંત્રો વિષે.

જયા કિશોરીના સફળતાના મંત્ર : સામાન્ય રીતે વૃદ્ધ લોકો ધાર્મિક ગીતો, કથા વગેરે સાંભળવાનું પસંદ કરે છે. પણ તમને જણાવી દઈએ કે, જયા કિશોરીના ઘણા ફોલોઅર્સ છે અને તેમાં યુવા પણ મોટી સંખ્યામાં છે, જે તેમની મોટિવેશનલ સ્પીચ સાંભળે છે અને શેયર પણ કરે છે.

જયાનું ઇન્સ્ટાગ્રામ આઈડી iamjayakishori છે જેને તમે પણ ફોલો કરી શકો છો. હાલમાં જ જયાએ પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી એક વિચાર શેયર કર્યો હતો. આ વિચાર જીવનમાં સફળતા મેળવવા માટેના ગુરુમંત્ર વિષે જણાવે છે. હકીકતમાં, તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કોટ્સમાં લખ્યું હતું કે, લોકોએ સ્માર્ટ વર્ક અને શોર્ટકટને લઈને કોઈ ભ્રમમાં નહિ રહેવું જોઈએ.

તેમનું માનવું છે કે, જે સમય તમે પોતાના જીવનમાં પસાર કરી લીધો છે, તેનાં વિષે વિચારીને સમય બરબાદ કરવાનો કોઈ ફાયદો નથી. પણ આગળની રસ્તો તમારે કેવી રીતે પસાર કરવાનો છે, તેનું પ્લાનિંગ કરવું જોઈએ. તે કહે છે કે, ‘આજ’ ને સંપૂર્ણ રીતે જીવો અને જે કાર્ય કરી રહ્યા છો, તેમાં સંપૂર્ણ ધ્યાન આપો.

તે સિવાય જયા કિશોરી સફળતાને લઈને એવું પણ કહે છે કે, કામ કરવામાં જેટલી જરૂરિયાત છે એટલી જ મહેનત કરો. શોર્ટકટની પાછળ ભાગવા કરતા સારું છે કે, સમજી વિચારીને અને સુઝબુઝથી જ પોતાનું લક્ષ્ય નક્કી કરવું અને કાર્યો પુરા કરવા.

તેમનું એ પણ માનવું છે કે, જો તમારામાં કોઈ ગુણ ન પણ હોય, પણ તમે કોઈ વિશેષ ક્ષેત્રમાં દિલ લગાવીને પરિશ્રમ કરી રહ્યા છો, તો તમને સફળતા મેળવવાથી કોઈ રોકી નથી શકતું. એટલા માટે તમારે એ ઓળખવું પડશે કે, તમે જે રસ્તો પસંદ કર્યો છે, તે સાચો છે કે નથી.

આ માહિતી પ્રભાત ખરાબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.