દેશનું તે મંદિર જ્યાં વર્ષમાં માત્ર 5 કલાક જ ખુલે છે દેવીના દ્વાર, જાણો તેની પાછળનું કારણ.

0
336

ઘણું જ ચમત્કારી છે માતાનું આ મંદિર, તેના રહસ્યો વિષે કોઈ જાણી નથી શક્યું, અહીં એક દીવો છે જે…

આપણા દેશમાં ઘણા એવા મંદિર આજે પણ અસ્તિત્વમાં છે જેના ચમત્કારોનો જવાબ કોઈ પાસે નથી. એવા મંદિર આપણી એ આસ્થાને મજબુત કરે છે જે એ કહે છે કે, સૃષ્ટિમાં કોઈ દૈવીય શક્તિ છે જે આપણને જુવે છે અને આપણું સંચાલન કરે છે. આજે અમે આ લેખમાં તમને એવા જ ચમત્કારી સ્થાન વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનો જવાબ 21મી સદીમાં પણ કોઈની પાસે નથી.

નિરઈ માતા : ભારતના છત્તીસગઢ રાજ્યના ગારીયાબંદ જીલ્લાના વડા મથકથી 12 કી.મી. દુર પૈરી નદીના કિનારે વસેલા મોહેરા ગ્રામ પંચાયતમાં નિરઈ ડુંગર આવેલો છે. આ ડુંગર ઉપર આવેલું છે નિરઈ માતાનું મંદિર. નિરઈ માતાનું મંદિર વિશેષ એટલા માટે છે, કારણ કે આખી દુનિયામાં આવેલા માતાના મંદિરોમાં માતાના દર્શન દિવસ રાત ક્યારેય પણ કરી શકાય છે, પણ આ નિરઈ માતાના મંદિરના દ્વાર વર્ષમાં માત્ર 5 કલાક માટે જ ખુલે છે અને તે પણ નવરાત્રીના ખાસ દિવસે. આ દરમિયાન માતાના દર્શનનો સમય સવારે ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધી હોઈ શકે છે. ત્યાર બાદ ફરીથી માતાના દ્વાર બંધ કરી દેવામાં આવે છે.

પણ નિરઈ માતામાં લોકોની એટલી આસ્થા છે કે, આ 5 કલાક દરમિયાન પણ માતાના દર્શન માટે હજારો ભક્તો એકઠા થઈ જાય છે. નિરઈ માતાના મંદિરની બીજી એક વિશેષ વાત એ છે કે, મહિલાઓ માટે નિરઈ માતાના દર્શન કરવા ઉપર પ્રતિબંધ છે. મહિલાઓ ન તો નિરઈ માતાના દર્શન કરે છે અને ન તો તેમનો પ્રસાદ ખાઈ શકે છે.

માન્યતા છે કે, જો કોઈ મહિલાએ એવું કર્યું તો તેની સાથે કાંઈક ને કાંઈક અઘટિત થશે. નિરઈ માતાને સુહાગની વસ્તુ જેવી કે સિંદુર, ચાંદલા, પાટલા વગેરે પણ નથી ચડાવવામાં આવતા. અહિયાં પ્રસાદ તરીકે ભક્ત માત્ર નારીયેલ અને અગરબત્તી જ ચડાવે છે.

નિરઈ માતાના મંદિરની બીજી એક વિશેષતા પણ છે જેના કારણે આ મંદિરને દેશના અદ્દભુત મંદિરો માંથી એક માનવામાં આવે છે. નિરઈ માતાના મંદિર પાસે દર વર્ષે ચૈત્ર નવરાત્રી દરમિયાન રાખવામાં આવેલો એક દીવો સ્વયં પ્રગટી ઉઠે છે. તેની ખાસ વાત એ છે કે, આ દીવો નવ દિવસ સુધી સતત ત્યાં સુધી પ્રગટતો રહે છે, જ્યાં સુધી ચૈત્ર નવરાત્રી પૂરી ન થઇ જાય. આ દીવામાં ન તો કોઈ તેલ નાખવામાં આવે છે અને ન તો કોઈ પ્રકારનું ઇંધણ. દીવો કેવી રીતે અને કેમ આ ખાસ સમય ઉપર પ્રગટે છે, તે વાત આજ સુધી બધા માટે રહસ્ય જ છે.

આ સ્થળની બીજી એક ખાસ વાત પણ છે. અહીં માતા નિરઈનું કોઈ ભવ્ય મંદિર નથી બન્યું. આજે પણ માતા ખુલ્લા સ્થાનમાં કુદરતી છટા નીચે બિરાજમાન છે. અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણો દુર્ગમ છે, તેમ છતાં પણ ભક્તોની સંખ્યામાં ક્યારેય ઘટાડો નથી થતો.

મંદિરની જાળવણી વર્ષો પહેલા દાનમાં આપવામાં આવેલી જમીન પર થતી ખેતી દ્વારા પ્રાપ્ત થતા ધન માંથી થાય છે. માન્યતા છે કે, નિરઈ માતાની બુરાઈ કરવા વાળા વ્યક્તિ કે પછી આ સ્થળ ઉપર ડા રુ પી ને આવવા વાળા વ્યક્તિએ માતાના કોપનો ભોગ બનવું પડે છે. એવા વ્યક્તિ ઉપર અચાનક જ મધમાખીઓ હુમલો કરી દે છે.

જો તમે આ સ્થળની આસપાસ રહેતા હોવ કે પછી ત્યાં જવાનું વિચારી રહ્યા છો, તો નિરઈ માતાના દર્શનનું સૌભાગ્ય તમારા હાથમાંથી જવા ન દેશો. કારણ કે માતાના દર્શનનું સૌભાગ્ય વર્ષમાં એક વખત જ મળે છે.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.