દ્રોપદીએ પોતાના 5 પુત્રોના પ્રાણ હરનાર અશ્વત્થામાના પ્રાણ લેવાની કેમ ના પાડી, જાણો કારણ.

0
1107

મહાભારતનું યુ-ધ પૂરું થઈ ગયું હતું. કૌરવોની સેનામાં માત્ર ત્રણ જ લોકો કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા જ બચ્યા હતા. પાંડવોની સેનામાં બે હજાર હાથી, પાંચ હજાર રથ, સાત હજાર ઘોડેસવાર અને 10 હજાર પગપાળા સૈનિકો બચ્યા હતા.

દુર્યોધન દુનિયા છોડવાની અવસ્થામાં હતો અને કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વત્થામા ત્રણેય તેની આસપાસ હતા. દુર્યોધને દુઃખી થઈને કહ્યું કે, આપણી આખી સેના ખતમ થઈ ગઈ છે, પણ આપણે એક પણ પાંડવનો અં તકરી શક્યા નહિ. આનાથી મોટું કોઈ દુઃખ નથી.

અશ્વત્થામાએ તેની વાત સાંભળી અને નક્કી કર્યું કે, તે પાંડવોનો અંત કરશે. તે રાત્રિના અંધકારમાં પાંડવોની શિબિરમાં પહોંચ્યો અને દ્રૌપદી દ્વારા જન્મેલા પાંડવોના પાંચ પુત્રોનો અં-તકર્યો. પુત્રોને ગુમાવીને દ્રૌપદી ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણીનું દુઃખ જોઈને, અર્જુને પ્રતિજ્ઞા લીધી કે તે અશ્વત્થામાને પકડી લેશે અને તેને સજા આપશે.

બંને વચ્ચે ભીષણ યુ-ધ થયું અને અર્જુને અશ્વત્થામાને પકડી લીધો. તેને દ્રૌપદી સમક્ષ લાવવામાં આવ્યો. અર્જુને દ્રૌપદીને કહ્યું – પાંચાલી આને શું સજા આપવી જોઈએ એ તું નક્કી કર.

જ્યારે દ્રૌપદીએ અશ્વત્થામાને જોયો ત્યારે તેને યાદ આવ્યું કે, તે ગુરુ દ્રોણનો પુત્ર છે. અને ગુરુ પુત્રનો અંત કરી શકાય નહિ. દ્રૌપદીએ કહ્યું કે – જો આને મ-રુ ત્યુદંડ આપવામાં આવશે તો તેના મ-રુ ત્યુનું દુઃખ ગુરુ માતાને થશે. એટલા માટે આને કોઈ બીજો દંડ આપવો જોઈએ.

દ્રૌપદીના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. પરંતુ શ્રીકૃષ્ણએ આ નિર્ણયની મનમાંને મનમાં ખૂબ પ્રશંસા કરી.

શીખ : દ્રૌપદીનો નિર્ણય સમજાવે છે કે, જો આપણા પર કોઈ દુ:ખ કે દર્દ આવે તો તેને ધીરજપૂર્વક સહન કરવું જોઈએ. દુ:ખની ઘડીમાં પણ એવો કોઈ નિર્ણય ન લેવો જોઈએ જે કોઈ બીજા માટે દુ:ખનું કારણ બને.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.