ભાગવત રહસ્ય 57-58: દ્રૌપદી એ દયાનું સ્વરૂપ છે, દ્રૌપદી જોડે જીવ ના પરણે ત્યાં સુધી કૃષ્ણ સારથી બનતા નથી.

0
830

ભાગવત રહસ્ય – ૫૭

શુકદેવજીને શ્રીકૃષ્ણનું આકર્ષણ થયું પણ સગુણ કે નિરાકાર આ બેમાંથી કોનું ધ્યાન કરું? તેવી દ્વિધા પણ થઇ. ત્યાં જ વ્યાસજીના શિષ્યો બીજો શ્લોક બોલ્યા (આ શ્લોકમાં શ્રીકૃષ્ણની સ્વભાવ સુંદરતા બતાવી છે).

“અહો! આશ્ચર્ય છે કે દુષ્ટ પુતનાએ સ્ત-ન-માં ભરેલું ઝે-ર જેમને મા-ર-વા-ની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું. તે પૂતનાને તેમણે એવી ગતિ આપી કે જે ધાઈને મળવી જોઈએ. એ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે કે જેનું અમે શરણ ગ્રહણ કરીએ?”

શુકદેવજીના મનમાં શંકા હતી કે કનૈયો બધું માગશે તો હું શું આપીશ? તેનું નિવારણ થયું. તે આમ તેમ જોવા લાગ્યા. આ શ્લોક કોણ બોલે છે? ત્યાં તેમણે વ્યાસજીના શિષ્યોનાં દર્શન થયા. શિષ્યોને તેમણે પુછ્યું – “તમે કોણ છો? તમે બોલેલા શ્લોકો કોણે રચેલા છે?”

શિષ્યોએ કહ્યું – અમે વ્યાસજીના શિષ્યો છીએ. તેમણે અમને આ મંત્રો આપ્યા છે. આ બે શ્લોકો તો નમુનાના છે. વ્યાસજીએ એ આવા અઢાર હજાર શ્લોકોમય ભાગવત પુરાણની રચના કરી છે.

શુકદેવજીને ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા થઇ છે. કનૈયાની લીલા સાંભળી તેમનું ચિત્ત આકર્ષાયું. યોગીઓના મન પણ આ કૃષ્ણ કથાથી આકર્ષાય છે. નિર્ગુણ બ્રહ્મના ઉપાસક આજે સગુણ બ્રહ્મની પાછળ પાગલ બન્યા છે. બાર વર્ષ પછી શુકદેવજી વ્યાસાશ્રમમાં દોડતા દોડતા આવ્યા છે. અને વ્યાસજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. વ્યાસજીએ પુત્રને છાતી સરસો ચાંપ્યો છે. શુકદેવજીએ કહ્યું – પિતાજી આ શ્લોકો મને ભણાવો.

શુકદેવજી કથા સાંભળે છે. કૃતાર્થ થયા છે. વ્યાસજીએ શુકદેવજીને ભાગવત ભણાવ્યું. અને આ પ્રમાણે ભાગવતનો પ્રચાર કેવી રીતે કરવો? તે વ્યાસજીની ચિંતાનો અંત આવ્યો છે.

આ ગ્રંથના ખરા અધિકારી આત્મારામ છે. કારણ શ્રીકૃષ્ણ સર્વના આત્મારૂપ છે.

વિષયારામને આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી નથી.

સૂતજી કહે છે કે – શૌનક્જી આશ્ચર્ય ન કરો. ભગવાનના ગુણો એવા મધુર છે કે સર્વને પોતાની તરફ ખેંચી લે છે. તો પછી શુકદેવજીનું મન તે આકર્ષે તેમાં શું નવાઈ? જેઓ જ્ઞાની છે, જેની અવિદ્યાની ગાંઠ છૂટી ગઈ છે, અને જેઓ સદા આત્મ રમણમાં લીન છે, તેઓ પણ ભગવાનની હેતુ રહિત ભક્તિ કર્યા કરે છે. સ્વર્ગનું અમૃત શુકદેવજી જેવાને ગમતું નથી, પણ તે નામામૃત-કથામૃતને છોડતા નથી.

પ્રાણાયામ કર્યા પછી કે આંખ બંધ કર્યા પછી પણ ઘણી વખત જગત ભૂલાતું નથી. પણ કૃષ્ણ કથા અનાયાસે જ જગતની વિસ્મૃતિ કરાવે છે. ભગવાનની કથામૃતનું પાન કરતાં ભુખ અને તરસ પણ ભુલાય છે. તેથી તો દસમ સ્કંધના પહેલા અધ્યાયમાં પરીક્ષિત કહે છે કે, પહેલાં મને ભુખ-તરસ લાગતા હતા પણ ભગવાનની કથામૃતનું પાન કરતાં હવે મારા ભુખ-તરસ અદૃશ્ય થયાં છે. મેં પાણી પણ છોડ્યું છે છતાં હું આપના મુખ કમળમાંથી નીકળતું શ્રી હરિનામ રૂપી અમૃતનું પાન કરી રહ્યો છું. તેથી અતિ દુસહ ક્ષુધા પણ મને પીડા કરતી નથી.

સૂતજી વર્ણન કરે છે તે પછી આ કથા શુકદેવજીએ રાજા પરીક્ષિતને કહી સંભળાવી. મારા ગુરુદેવ પણ ત્યાં હતા. તેમણે મને આ કથા કહી. તે તમને સંભળાવું છું.

(શુકદેવજીને ઉત્તમ વક્તા તરીકે સિદ્ધ કર્યા પછી ઉત્તમ શ્રોતા પરીક્ષિતની કથા હવે છે)

હવે હું તમને પરીક્ષિતનો જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું.

ભાગવત રહસ્ય-૫૮

પવિત્ર પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે. પાંચ પ્રકારની બીજ શુદ્ધિ બતાવવા પંચાધ્યાયીની કથા શરુ કરે છે. પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, વંશશુદ્ધિ, અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ.

જેના આ પાંચ પરિપૂર્ણ હોય તેણે પ્રભુ-દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતાં નથી. પરીક્ષિતમાં આ પાંચેયની શુદ્ધિ હતી. તે બતાવવા આગળની કથા કહેવામાં આવે છે.

૭ થી ૧૧ આ પાંચ અધ્યાયોમાં બીજશુદ્ધિની કથા છે અને પછી ૧૨ મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. વંશશુદ્ધિ બતાવવા માટે પાંડવ અને કૌરવોની યુધ્ધની થોડી કથા કહી છે.

શ્રીકૃષ્ણના લાડીલા પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે.

મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. અશ્વસ્થામાએ વિચાર્યું કે પાંડવોએ કપટથી મારા પિતાનો વ-ધ-ક-ર્યો છે. એટલે હું પણ પાંડવોને કપટથી મા-રી-શ. પાંડવો જયારે સુઈ ગયા હશે ત્યારે મા-રી-શ.

પાંડવોને કોણ મા-રી-શ-કે? જેને પ્રભુ રાખે તેને કોણ મા-રી-શ-કે?

પ્રભુએ સૂતેલા પાંડવોને જગાડ્યા છે. અને કહ્યું – કે મારી સાથે ગંગા કિનારે ચાલો.

પાંડવોને પ્રભુ પર દૃઢ વિશ્વાસ, કોઈ પ્રશ્ન નહિ, પ્રભુ સાથે ચાલવા લાગ્યા. પ્રભુએ કહ્યું હતું પણ દ્રૌપદીના પુત્રો સાથે ગયા નથી. બાળક બુદ્ધિ હતી. કહે છે કે અમને ઊંઘ આવે છે. તમારે જવું હોય તો જાવ.

પરિણામે અશ્વસ્થામાએ દ્રૌપદીના પાંચેય પુત્રોને મા-ર્યા-છે.

દ્રૌપદી આજે રડે છે પણ દ્વારકાનાથને આજે દયા આવતી નથી. સર્વ રીતે સુખી થાય તે શાનભાન જલ્દી ભૂલે છે. પાંડવોને સુખમાં અભિમાન થશે તો તેમનું પતન થશે. આવા શુભ હેતુ માટે ઠાકોરજી કોઈ કોઈ વાર નિષ્ઠુર બની જાય છે. સુખમાં સાનભાન ના ભૂલે તેથી આ દુઃખ પાંડવોને પ્રભુએ જ આપ્યું છે.
ભગવાન આવા સમયે પણ જીવને ગુપ્ત રીતે મદદ કરે છે. દુઃખ પણ આપે અને મદદ પણ કરે. અતિ દુઃખમાં કોઈ વખત જીવ ભગવાનને ભૂલે છે, પણ ભગવાન તેને ભૂલતા નથી.

અર્જુને અશ્વસ્થામાને મા-ર-વા-ની પ્રતિજ્ઞા કરેલી. બંનેનું યુદ્ધ થાય છે. પણ બ્રાહ્મણ-ગુરુપુત્રને મા-ર-વા-ની હિંમત થતી નથી. આથી તેને બાંધીને-ખેંચીને દ્રૌપદી સમક્ષ લાવ્યા છે. પુત્ર શોકથી રડતી દ્રૌપદી અશ્વસ્થામાની સ્થિતિ જોઈ કહે છે કે – આંગણે આવેલા બ્રાહ્મણનું અપમાન ના કરો. અને પોતાના પાંચ બાળકોને મા-ર-ના-ર-ને વંદન કરે છે. આ સાધારણ વેરી નથી. પણ દ્રૌપદી આંગણે આવનાર બ્રાહ્મણને પ્રણામ કરે છે.!

તમારો વેરી તમારે આંગણે આવ્યો હોય તો તમે એને જયશ્રી કૃષ્ણ કહેશો? ભાગવતની કથા સાંભળ્યા પછી જીવન સુધારજો. વેરની શાંતિ-નિર્વેરથી થાય છે. પ્રેમથી થાય છે. વંદનથી થાય છે.

શત્રુમાં પણ ભગવદ-દૃષ્ટિ કેળવવાનું ભાગવત શીખવે છે. સજ્જનમાં ભગવાનના દર્શન થાય છે તે સ્વાભાવિક છે, પણ દુર્જનમાં પણ ભગવાનના દર્શન કરવા તે વિશિષ્ટતા છે. ભક્ત એ છે કે જે વેરનો બદલો પ્રેમથી આપે. જયશ્રી કૃષ્ણ કહેવાનો અર્થ એ છે કે મને જે દેખાય છે તે કૃષ્ણમય છે.

અશ્વસ્થામા વિચારે છે – ખરેખર દ્રૌપદી વંદનીય છે, હું વંદનીય નથી. તે કહે છે કે દ્રૌપદી, લોકો તારા વખાણ કરે છે તે ઓછાં છે. તું વેરનો બદલો પ્રેમથી આપે છે. દ્રૌપદીના ગુણથી આજે વ્યાસજી પણ તન્મય બન્યા છે. દ્રૌપદીને ઉદ્દેશીને કહે છે કે કોમળ હૃદયવાળી, સુંદર સ્વભાવવાળી.

જેનો સ્વભાવ અતિ સુંદર છે તે ભગવાનને વહાલો લાગે છે. સ્વભાવ સુંદર ક્યારે બને?

અપકારનો બદલો ઉપકારથી આપે ત્યારે.

દ્રૌપદી બોલી ઉઠયાં તેને છોડી દો, તેને મા-ર-શો નહિ. આ ગુરુપુત્ર છે. જે વિદ્યા દ્રોણાચાર્યે પોતાના પુત્રને ના આપી પણ તમને આપી. તે તમે શું ભૂલી ગયા? બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ છે, ગાય ને બ્રાહ્મણ વંદનીય છે.

દ્રૌપદી એ દયાનું સ્વ-રૂપ છે. દ્રૌપદી (દયા) જોડે જીવ ના પરણે ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા નથી.

જીવાત્મા (અર્જુન) ગુડાકેશ છે. અને શ્રીકૃષ્ણ ઋષિકેશ છે. આ જોડી શરીર રથમાં બેઠી છે.

ઇન્દ્રિયો રૂપી રથ પ્રભુને સોંપશો તો કલ્યાણ થશે. ઇન્દ્રિયોના સ્વામી શ્રીકૃષ્ણ છે.

યુધિષ્ઠિર એ ધર્મ છે. ભીમ એ બળ છે. સહદેવ અને નકુલ બુદ્ધિ અને જ્ઞાન છે.

આ ચાર-ગુણ વાળો જીવ-અર્જુન છે. આ ગુણો ક્યારે શોભે છે? જયારે દ્રૌપદી-દયા તેની પત્ની બને છે.

દ્રૌપદી-દયા ક્યારે મળે? ધર્મને મોટો માને ત્યારે. પરમાત્મા ત્યારે જ સારથી થાય જયારે માનવ ધર્મને મોટો માને. આજે તો ધર્મને નહિ ધનને મોટું માને છે. અને આમ થતાં સંયમ અને સદાચાર જીવનમાંથી ગયા છે.

ધન-ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. તમારે કોઈ કાર્ય કરવું હોય તો પહેલાં ધર્મને પૂછજો કે – આ કાર્ય કરવાથી મને પાપ તો નહિ લાગેને? પૈસા માટે ધર્મનો ત્યાગ કરે તે ઈશ્વરને ગમતો નથી. પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરે તો તે ઈશ્વરને ગમે છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)