ધંધામાં ખોટ જવાને કારણે એક સજ્જન તણાવમાં રહેવા લાગ્યા, પછી તેમની સાથે જે થયું તે દરેકે સમજવા જેવું છે.

0
558

જયારે કોઈ વ્યક્તિ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવામાં અડચણોનો સામનો કરે છે તો તે તણાવગ્રસ્ત થઇ જાય છે. તે હંમેશામાં નિરાશાની ભાવના ઉત્પન કરે છે. પ્રબળ નિરાશા મળવાને કારણે તેમનો તણાવ વધતો જ જાય છે. અને સ્થિતિ ઘણી વધુ ભયંકર બની જાય છે.

દરેક વ્યક્તિના જીવનમાં તકલીફો જરૂર આવે છે. ઘણી વખત લોકો તકલીફોને કારણે ડી-પ્રે-શ-ન-માં જતા રહે છે. આ સ્થિતિમાં વ્યક્તિ ઘણી વખત ખોટા નિર્ણય પણ લઇ લે છે. આજે અમે તમને એવો પ્રસંગ જણાવી રહ્યા છીએ જેનો સાર એ છે કે ડી-પ્રે-શ-ન કોઈ મોટી બીમારી નથી, તે તમારા મનનો વહેમ છે.

વાત એક છે કે, એક સજ્જન ધંધામાં ખોટ જવાને કારણે ઘણા ડી-પ્રે-શ-ન-માં જતા રહ્યા. સ્થિતિ ખરાબ થતા તેમનો દીકરો તેમને કાઉન્સલર પાસે લઈ ગયો.

દીકરાએ કહ્યું, મારા પપ્પાની હાલત બગડતી જઈ રહી છે, હવે તમે જ કાંઈક કરો.

કાઉન્સલરે થોડી વાર તે સજ્જન સાથે વાત કરી અને તેમના દીકરાને બહાર બેસવા માટે કહ્યું. તે સજ્જને કાઉન્સલરને બધી વાત જણાવતા કહ્યું કે કઈ રીતે તેમના જીવનમાં એક પછી એક આવનારી તકલીફોને લઈને તેમની આ સ્થિતિ થઇ ગઈ. સજ્જને કાઉન્સલર સામે પોતાના જીવનની બધી વાતો રજુ કરી દીધી.

પછી તે કાઉન્સલરે થોડી વાર વિચાર્યું અને તેમને પૂછ્યું , તમે દસમાં ધોરણમાં કઈ સ્કુલમાં ભણતાં હતા? સજ્જને પોતાની સ્કુલનું નામ જણાવ્યું.

પછી કાઉન્સલરે તેમને જણાવ્યું કે, તમારે તે સ્કુલમાં જવાનું રહેશે. તમે ત્યાંથી તમારા દસમાં ધોરણના રજીસ્ટરમાં રહેલા તમામ સાથીઓના નામ નોંધી તેમને શોધીને તેમના વર્તમાન હાલચાલ વિષે માહિતી મેળવવાનો પ્રયત્ન કરો. તમામ જાણકારીને ડાયરીમાં લખજો અને એક મહિના પછી મને મળજો.

સજ્જન સ્કુલે ગયા. રજીસ્ટર ગોતાવ્યું પછી તેની એક કોપી કરાવી લાવ્યા. તેમાં 120 નામ હતા. દિવસ રાત પ્રયત્ન કર્યા પછી પણ તેઓ મહા મુશ્કેલીએ પોતાના 75-80 સાથીઓ વિષે જાણકારી એકઠી કરી શક્યાં.

તેમાંથી 20 લોકો દુનિયા છોડી ચૂક્યા હતા.

7 વિધવા/વિધુર હતા અને 13 ના છૂટાછેડા થઈ ગયા હતા.

10 ન-શા-ના-બં-ધા-ણી નીકળ્યા જે વાત કરવાને પણ લાયક ન હતા.

કેટલાકની ભાળ જ ન મળી કે હવે તે ક્યાં છે.

5 એટલા ગરીબ નીકળ્યા કે પૂછો જ નહિ.

6 એટલા શ્રીમંત નીકળ્યા કે વિશ્વાસ ન આવ્યો.

કેટલાક કેન્સર ગ્રસ્ત, કેટલાક લકવા, ડાયાબીટીસ, અસ્થમા કે હ્રદયના રોગી નીકળ્યા.

એક બે લોકો અકસ્માતમાં હાથ/પગ કે ગરદનના હાકડામાં ઈજાથી પથારીવશ હતા.

કેટલાકના બાળકો પાગલ, રખડેલ કે નકામાં નીકળ્યા.

જયારે સજ્જને આ વાત પોતાના કાઉન્સલરને જણાવી તો તેમણે પૂછ્યું, હવે જણાવો તમારું ડી-પ્રે-શ-ન કેવું છે?

સજ્જનને કાઉન્સલરની વાત સમજાઈ ગઈ. તે સમજી ગયા હતા કે તેમને કોઈ બીમારી નથી, તે ભૂખે નથી મ-રી-ર-હ્યા, તેમનું મગજ એકદમ સારું છે, કોર્ટ-કચેરી, પોલીસ, વકીલોની મદદ લેવાની જરૂર નથી પડી. તેમના પત્ની-બાળકો ઘણા સારા છે, સ્વસ્થ છે. તે પોતે પણ સ્વસ્થ છે. ડોક્ટર, હોસ્પિટલના ધક્કા નથી ખાવા પડ્યા. તે સજ્જનને એ વાતનો અનુભવ થઇ ગયો કે દુનિયામાં લોકોને ઘણા દુઃખ છે અને હું ઘણો સુખી અને ભાગ્યશાળી છું.

લાઈફ મેનેજમેન્ટ : દરેક માણસને એવું લાગે છે કે, દુનિયાની બધી મુશ્કેલીઓ તેમના જ ભાગમાં આવી છે. અને એવું વિચારીને તે તણાવમાં જતા રહે છે. જયારે હકીકત તેનાથી ઘણી અલગ હોય છે. કેટલાક લોકો બુટ ન ખરીદી શકવાને કારણે દુઃખી રહે છે જયારે ઘણા લોકોને તો પગ જ નથી હોતા કે તેઓ બુટ પહેરી શકે. એટલા માટે ભગવાન જે આપે છે, તેના બદલ તેનો આભાર માનો અને ઈમાનદારીથી પોતાના કર્મો કરતા રહો.