સખત મહેનત પછી પણ નથી મળી રહી સફળતા તો કુંડળીમાં હોઈ શકે છે આ 6 ગંભીર દોષ, જાણો તેના વિશે.
જો સખત મહેનત કરવા છતાં પણ તમને યોગ્ય પરિણામ નથી મળતું, તો તેની પાછળ કુંડળી દોષ હોઈ શકે છે. આજે અહીં તમને એવા 6 પ્રકારના દોષ અને તેના ઉપાયો વિશે જાણવા મળશે.
સનાતન ધર્મમાં જીવનમાં સફળ થવા માટે પરિશ્રમને સૌથી મહત્વપૂર્ણ તત્વ તરીકે વર્ણવવામાં આવ્યું છે. કહેવાય છે કે મહેનત વગર જીવનમાં કોઈ કામ થઈ શકતું નથી. આ સાથે વ્યક્તિની કુંડળીના મહત્વ વિશે પણ વાત કરવામાં આવી છે. વ્યક્તિની કુંડળી તેના જન્મની તિથિ, સમય અને સ્થળના આધારે તૈયાર કરવામાં આવે છે.
એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ઘણી મહેનત કરવા છતાં પણ જીવનમાં સફળ નથી થઈ રહી, તો તેની કુંડળીમાં દોષ હોઈ શકે છે. પૌરાણિક ગ્રંથોમાં કુંડળીના આવા 6 દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેના કારણે વ્યક્તિએ દરેક સમયે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ કયા છે તે 6 કુંડળી દોષ.
જાણો કુંડળીના 6 દોષ વિશે :
પિતૃ દોષ (Pitra Dosh) : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીના નવમા ભાવ(ઘર) માં બુધ, શુક્ર અથવા રાહુ હાજર હોય તો તેણે પિતૃ દોષનો સામનો કરવો પડે છે. કુંડળીના 10 મા ઘર(ભાવ) માં ગુરુની હાજરી પણ પિતૃ દોષનું કારણ બને છે. જો સૂર્ય પર રાહુ-કેતુ અથવા શનિની કુદૃષ્ટિ હોય તો પણ વ્યક્તિની કુંડળી પર અસર થાય છે.
ગુરુ ચાંડાલ દોષ (Guru Chandal Dosh) : જો વ્યક્તિની કુંડળીના કોઈપણ ઘરમાં રાહુની સાથે ગુરુ પણ હાજર હોય તો ગુરુ ચાંડાલ દોષ બને છે. આ દોષના કારણે વ્યક્તિએ જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના ઉપાય માટે ગુરુવારે રાહુ નક્ષત્રમાં રાહુના મંત્રોનો જાપ કરવો જોઈએ.
કેન્દ્રાધિપતિ દોષ (Kendradhipati Dosh) : જે વ્યક્તિની કુંડળીમાં જ્યારે ગુરુ, શુક્ર, બુધ અને ચંદ્ર ગ્રહો કેન્દ્રના સ્વામી બને છે, ત્યારે કેન્દ્રાધિપતિ દોષ ઉત્પન્ન થાય છે. ધનુ અને મીન રાશિના પ્રથમ, ચોથા, સાતમા અને દસમા ઘરમાં બુધ હોય તો પણ આ દોષનું કારણ બને છે. તેમજ જ્યારે કન્યા અને મિથુન રાશિના લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ ચોથા, સાતમા અને દસમા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે પણ આ દોષ રચાય છે.
વિષ દોષ (Vish Dosh) : કોઈપણ ઘરમાં શનિ અને ચંદ્ર એક સાથે બેસવાથી આ દોષ બને છે. આ વિષ દોષમાંથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ નાગપંચમીનું વ્રત કરવું જોઈએ અને નાગ દેવતાને આ દોષથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરવી જોઈએ.
મંગળ દોષ (Mangala Dosh) : જ્યોતિષ અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ લગ્ન ચોથા, સાતમા, આઠમા અને 12મા ભાવમાં હોય તો તેને મંગળ દોષ લાગે છે. આ દોષના કારણે લગ્નમાં અવરોધો આવે છે. આ સાથે તેમણે ઘરેલુ પરેશાનીનો પણ સામનો કરવો પડે છે.
કાલસર્પ દોષ (Kaal Sarp Dosh) : એવું માનવામાં આવે છે કે જો જન્મ સમયે જો બધા ગ્રહો એક તરફ હોય અને રાહુ-કેતુ તેમની સામે હોય તો કુંડળીમાં કાલસર્પ દોષ સર્જાય છે. આ દોષ જન્મ સમયે ગ્રહોની સ્થિતિને કારણે ઉદ્ભવે છે. આ દોષની રચનાને કારણે વ્યક્તિએ દરેક કામમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના માટે ખાસ ઉપાય કરવા જરૂરી છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.