હાકલ દીએ હીરણ્યમાં એની રાવળ સુધી રાડય;
સિંહણજાયો છેડતા વડી વમાસણ થાય.
બાકર બચ્ચા લાખ, લાખે બિચારા;
પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા.
જે હાથે હાથી હ ણ યા મેડક કેમ હ ણાય?
કામિની કહે કંથડા તો તો સિંહણ દૂધ લજાય.
હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજર ફરે,
પછી વયની વાતું નો હોય કેસર બચ્ચાને કાગડા.
ગજ હણવાના ગર્વથી, અધિક કરે ઉતપાત,
સાવજ તું શૂરો ખરો, તદપિ તામસ તાત.
નીચી દ્રષ્ટિ નવ કરે, મોટો જે કહેવાય,
સિંહ લાંઘણો કરે, પણ ખડ નૅ એ ખાય.
લાંઘણ હો તો લાય, મગદળ કુંજર મા રવા;
ઈ ખડ નો ખાય, સાચું સોરઠિયો ભણે.
સાદુળો પિંજર પડયો, ભૂલે ન આપ સ્વભાવ,
જદ જદ અવસર સાંપડે, બેગણો ખેલે દાવ.
ડાલામથ્થો ને દશહથ્થો, જબરી મોઢે મૂછ;
સવા બે હાથનું પૂંછ, વકરેલો વનનો ધણી.
સસલા, તેતર, નાર, વગડે જઈ તગડે બધા,
પણ સાવજ તણા શિ કાર, કોક’જ ખેલે રાજિયા.
પોતાના પગ ઉપરે, જેને ભરોસો ઘણો,
સાવજ ન સંઘરે, કાલનું ભાતું કાગડા.
સતી ને શુરની માતા, સંત ને ભકતની પ્રસુતા;
કેસરી સિંહની જનેતા, તને નમન સૌરાષ્ટ્રની ધરણી.
– સાભાર જૈન ખુશ્બુ (આપણો ઈતિહાસ ગ્રુપ)