કવિ દુલાભાયા કાગ ની સુંદર રચના ‘શૂન્ય તણો સરવાળો’

0
5116

ગુણતા, ભાગતા ને

બાકી મેલતા,

આખો ભવ મેં ગાળ્યો.

છેવટ માં શૂન્ય તણો સરવાળો???

ચોક માં જઈને પૂછ્યું ઓલી બેન ને

કેમ બેન ચોટલો કાળો???

મૂછો મરડતા ઓલા મર્દો ને પૂછજો (૨)

કેમ બન્યો તું મૂછાળો??? છેવટ માં!!!

ઘાસે કીધું અમે,બનસુ દુધડા

જાણે છે વાત, એ ગોવાળો

દુધમલિયાને અમે પૂછ્યું જઈ દોડતાં (૨)

દુધ નો સંચો ન ભાળ્યો. છેવટ માં!!!

પૂછ્યું જઈ ગુલાબ ને, આ ફોરમુ ક્યાંથી ?

ક્યાંથી આ ગુલાબી!!! ગોટાળો ? (૨)

મને ના પૂછતાં, એમ કહી ને મને ::

કાંટે થી ડંખ દઇ ને વાળ્યો!!! છેવટ માં!!!

તુરી તુરી ડાબલી માં ગોળ ના ગાડા ને

સંતાડતો ચોર ભાળ્યો

આવું ગળપણ ક્યાંથી લાવ્યો (૨)

આંબે ઉત્તર નવ વાળ્યો!!! છેવટ માં!!!

કુદરત તણી બધી, કૃતિઓને જાણવાની

નોખી હતી સંત ની નિશાળો (૨)

કાગ કહે બીજા બુદ્ધિ ના બાચકા

આખો એ લોહી નો ઉકાળો!!! છેવટ માં!!!

(કવિ દુલા ભાયા કાગ)