માતાજીએ દુર્ગા, ભ્રામરી, ચામુંડા અને સતી આ રૂપોમાં કેમ અવતરવું પડ્યું, જાણો દરેક રુપ પાછળનું કારણ.  

0
125

જય માતાજી. વાચક મિત્રો અલગ અલગ સમયે માતાજીએ લીધેલા વિવિધ સ્વરૂપોમાંથી કેટલાક સ્વરૂપોની ટૂંકી કથા અહીં વર્ણવવામાં આવી છે જે તમે વાંચી શકો છો. અહીં માતાજીના દુર્ગા, ભ્રામરી, ચામુંડા અને સતી સ્વરૂપની કથા રજુ કરવામાં આવી છે. અન્ય સ્વરૂપોની કથા બીજા ભાગમાં રજુ કરવામાં આવશે.

દુર્ગા :

એક વખતે ભારતવર્ષમાં દુર્ગમ નામે રાક્ષસ થયો, જેના ડરથી પૃથ્વી જ નહીં સ્વર્ગ અને પાતાળમાં રહેનારાઓ ભયભીત રહેવા લાગ્યા. આવી આપત્તિના સમયે ભગવાનની શક્તિએ દુર્ગા / દુર્ગસેનીના નામે અવતાર લઈ દુર્ગમ રાક્ષસને મા-રી ભક્તોની રક્ષા કરી હતી. તે કારણેથી એમનું નામ દુર્ગા પ્રસિદ્ધ થયું.

ભ્રામરી :

એકવાર અરુણ નામે અ-ત્યા-ચા-રી રાક્ષસ પેદા થયો. જેણે સ્વર્ગમાં જઈ ઉપદ્રવ કરવાનું શરૂ ક્યું. તે સ્ત્રીઓનું સતીત્વ નષ્ટ કરવાની ચેષ્ટાઓ કરવા લાગ્યો. પોતાના સતીત્વની રક્ષા કાજે દેવ પત્નીઓએ ભમરીનું રુપ ધારણ કરી દીધું અને દુર્ગા દેવીની પ્રાર્થના કરવા લાગી. દેવ પત્નીઓને દુઃખી જાણી માતા દુર્ગાએ ભ્રામરીનું રુપ ધારણ કરી તે અશુરને તેની સેના સહિત મા-રી-ના-ખ્યો અને દેવ પત્નીઓની રક્ષા કરી.

ચામુંડા :

પૂર્વકાળમાં ચંડ-મુંડ નામના બે રાક્ષસ થયા. તેઓ એટલા બળવાન હતા કે આખા સંસારમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધેલું. એટલું જ નહિ સ્વર્ગમાં દેવતાઓને હરાવી ત્યાં પણ પોતાનો અધિકાર સ્થાપ્યો હતો. આથી દેવતાઓ દુઃખી થયા. આથી તેઓ દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે દેવીએ ચામુંડાના રુપમાં અવતાર લઈ ચંડ-મુંડને મા-રી સમસ્તોને દુઃખ મુક્ત કરેલા. દેવતાઓને પુનઃ સ્વર્ગ આપ્યું. ચારે બાજુ સુખશાંતિ છવાઈ ગઈ. ચંડ ને મુંડનો વ-ધ કરવાને કારણે આ અવતારમાં દેવીને ચામુંડા અને ચંડી કહેવાય છે.

એક વખત મહાત્રતી રાજા દક્ષે દેવીનું તપ ક્યું. ત્રણ હજાર વર્ષ સુધી તપ ક્યા પછી રાજાને જગદંબાએ દર્શન દીધાં. રાજા દક્ષે દેવીને પૂછ્યું કે ભગવાન શંકરે રુદ્ર નામથી બ્રહ્માના પુત્ર રુપમાં અવતાર લીધો છે અને આપનો અવતાર હજુ થયો નથી તો શિવજીની પત્ની કોણ હશે? ત્યારે જગદંબાએ વરદાન આપ્યું કે હું તમારી પુત્રીના રુપમાં ઉત્પન્ન થઈ કઠોર તપશ્ચર્યા કરીને શિવની પત્ની બનીશ. સમય જતાં મહામાયાએ દક્ષને ત્યાં પુત્રી રુપે જન્મ ધારણ કર્યો. અને સતી નામથી માતાપિતાને ત્યાં ઉછરવા લાગી.

જ્યારે સતી મોટી થઈ ગઈ ત્યારે તેણે શિવજીની પ્રાપ્તિ માટે તપ કરવા માટે માતાની આજ્ઞા માગી. ત્યારથી તે તપસ્યામાં લાગી ગઈ. તપ સમાપ્તિ પર શિવજીએ દર્શન દીધાં અને સતીના આગ્રહ વશ સતીના પિતાને ઘેર જઈ વિધિવત સતીનો પત્નીના રુપમાં સ્વીકાર કર્યો.

એક વખત દેવસભામાં પ્રજાપતિના આગમન પર જ્યારે ભગવાન શંકર ઉભા ન થયા ત્યારે મહારાજ દક્ષે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, સાંસારિક સંબંધ દૃષ્ટિએ મારા પુત્ર સમાન હોવા છતાં મને પ્રણામ ન કર્યા. આથી હે દેવતાઓ! હું એનો બહિષ્કાર કરું છું. આજથી તે દેવતાઓની સાથે ભાગ નહીં મેળવે. એ વખતે દક્ષે કનખલ નામના સ્થળે મહાયજ્ઞનું આયોજન ક્યું. યજ્ઞમાં ભાગ લેવા માટે દેવી-દેવતાઓને આમંત્રણ આપ્યાં એક માત્ર શિવને પુર્વાદ્વેષ કારણ આમંત્રણ ન આપ્યું.

રાજાઓ અને દેવતાઓને પિતાને ત્યાં યજ્ઞમાં ભાગ લેવા જતા જોઈને સતીએ શિવજીને આગ્રહ કર્યો. શિવજીએ વગર નિમંત્રણે જવું ઉચિત નથી એમ સમજાવ્યાં. પણ સતીએ ફરીથી આગ્રહ કરતાં શિવજીને જણાવેલું કે પુત્રીએ પિતાને અને ગુરુને ઘેર વગર નિમંત્રણે જવામાં કોઈ દોષ નથી. શિવજીએ સતીને દક્ષના યજ્ઞમાં જવા આજ્ઞા આપી દીધી, પણ પોતે ન જ ગયા. સતી પિતાના ઉત્સવમાં સમ્મિલિત તો થઈ ગઈ. પરંતુ દક્ષ બીજાંઓનો જેટલો આદર કરતો હતો તેટલો આદર સતીનો કરતો ન હતો.

ભગવાન શંકરની અર્ધાંગિની સતીને પિતાના યજ્ઞમાં સમસ્ત દેવતાઓને બોલાવ્યા પણ પોતાના પતિને ન બોલાવ્યા એને એમનું ઘોર અપમાન સમજ્યું. તે આ અનાદરને સહન ન કરી શકી. મનમાં ને મનમાં જ પત્નીરુપમાં ત્યાગ કરાયાથી દુઃખી થઈ. યજ્ઞની સમક્ષ ઊભી થઈને ક્રોધિત થઈ કહેવા લાગી, હે પિતા! મેં તમારા શરીરથી જન્મ લીધો છે અને તમે મારા પતિનું અપમાન ક્યું છે. આ કારણથી તમારાથી ઉત્પન્ન થયેલ આ શરીરને નહીં જોઉં.

યજ્ઞમાં પોતાના પતિનો ભાગ પણ ન જોતાં, તરત જ દેહત્યાગ કરવાનો સંકલ્પ કરી તે જ યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણોની આ-હુ-તિ આપી દીધી. સતી હવનડકુંડમાં કુદી પડી, ત્યારે હાહાકાર મચી ગયો.

પરિસ્થિતિવશ મહાદેવને રૌદ્રરુપ ધારણ કરવું પડ્યું. એમણે તરત જ ગણોને આજ્ઞા આપી કે યજ્ઞને હતો ન હતો કરી નાંખો. દક્ષનું મા-થું કા-પી તે જ હવનકુંડમાં નાખી દો જ્યાં સતીનું માથું પડ્યું છે. ગણોએ યજ્ઞ હતો ન હતો કરી દીધો. આ જોઈ સમસ્ત દેવતાઓએ મહાદેવજીની ક્ષમા માંગી, અને એમની સ્તુતિ કરી. ફળસ્વરુપ મહાદેવજીને પ્રસન્ન કરી લીધા.

બધાના વિચાર અનુસાર યજ્ઞ તો પૂર્ણ કરવો જ પડે. દક્ષના ધડની સાથે બકરાનું માથું જોડીને તેમને જીવિત કર્યા. ત્યારથી દક્ષે બકરાની ભાષામાં બમ્‌ બમ્‌ શબ્દનું ઉચ્ચારણ કરતાં મહાદેવની સ્તુતિ કરી. શિવજી પ્રસન્ન થયા અને વર આપ્યું કે તારી પૂજા પણ મારી સમાન જ થશે.

આ પછી શિવજી સતીના વિરહથી વ્યાકુળ થઈ તેમના મ-રૂ-ત-શરીરને હાથમાં લઈ ત્રણે લોકમાં ઘુમવા લાગ્યા. આ સ્થિતિને જોઈ વિષ્ણુએ ચક્રથી સતીના શરીરના ટુકડે ટુકડા કરી દીધા. સતીના દેહના અંગ ૫૧ વિભિન્ન સ્થાનો પર પડ્યાં. એ બધી જ જગ્યાઓને શક્તિપીઠ માનવામાં આવે છે.

પતિના અપમાનથી દુઃખી પોતાના શરીરનો ત્યાગ કર્યા પછી ફરીથી તે જ મહાદેવ સાથે વિવાહ કરવાના ઉદ્દેશ્યથી સતીએ હિમાલયને ઘેર જન્મ લીધો. સતીની માં નું નામ મેનકા હતું. માતાના સમાન તેજસ્વીની હોવાને કારણે ગૌરી તથા પર્વતરાજની પુત્રી હોવાને કારણે પાર્વતી કહેવાયા.