આ ચૈત્ર નવરાત્રીમાં શું છે ખાસ, જાણો આ આર્ટીકલ દ્વારા
આ વર્ષે ચૈત્ર નવરાત્રી 22 માર્ચથી શરૂ થઈ રહી છે, જે 30 માર્ચ સુધી ચાલશે. 30મીએ જ રામનવમીની પણ ઉજવણી કરવામાં આવશે. હિન્દુ ધર્મમાં નવરાત્રીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન માં દુર્ગાના નવ સ્વરૂપોની વિધિ અને વિધાન મુજબ પૂજા કરવામાં આવે છે. આ નવ દિવસોમાં માતા રાણીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ વખતે ચૈત્ર નવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવી છે કારણ કે તે 9 દિવસ સુધી ચાલશે. આ વર્ષે નવરાત્રિ 22 માર્ચથી 30 માર્ચ સુધી છે અને દશમીના દિવસે 31 માર્ચે પારણ થશે . શાસ્ત્રો અનુસાર નવરાત્રિના સમગ્ર નવ દિવસ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત માં દુર્ગાનું આગમન હોડીમાં થઈ રહ્યું છે. આ પણ એક પ્રકારનો શુભ સંકેત છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે હોડી પર સવાર થયેલ માં દુર્ગાના શું છે સંકેત.
માતાની સવારી
જો કે માં દુર્ગા સિંહ પર સવારી કરે છે, પરંતુ નવરાત્રિના શુભ દિવસોમાં જ્યારે તે પૃથ્વી પર આવે છે ત્યારે તેની સવારી બદલાઈ જાય છે. મા જગદંબેની સવારી નવરાત્રીના શરૂઆતના દિવસ પર નિર્ભર છે. નવરાત્રી જે દિવસે શરૂ થાય છે તેના આધારે તેમની સવારી નક્કી કરવામાં આવે છે. એ જ રીતે, માતા જે દિવસે નીકળે છે તેના આધારે, પ્રસ્થાનની સવારી નક્કી કરવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રીમાં માં દુર્ગાની આગમનની સવારી
આ વર્ષે ચૈત્ર નવરાત્રી 22 માર્ચ 2023, બુધવારથી શરૂ થઈ રહ્યું છે. બીજી તરફ બુધવારથી નવરાત્રિ શરૂ થાય તો માતાનું આગમન હોડીમાં થાય છે. માં જગદંબેનું હોડી પર આવવું શુભ માનવામાં આવે છે. જ્યારે પણ માતા હોડી પર સવાર થઈને આવે છે, ત્યારે તે પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમની બધી મુશ્કેલીઓ દૂર કરે છે.
માં દુર્ગા પ્રસ્થાન સવારી
31 માર્ચ, શુક્રવારના દિવસે દશમી છે. આ દિવસે માતા વિદાય લેશે. અને જ્યારે નવરાત્રિ બુધવાર અને શુક્રવારે સમાપ્ત થાય છે, તો માં ની પ્રસ્થાન હાથી પર થાય છે, જે વધુ વરસાદનો સંકેત આપે છે.
માં દુર્ગાના વાહનો ક્યા છે?
જુદા જુદા સમય પ્રમાણે નવરાત્રિમાં માં જગદંબેનાં વાહનો ડોલી, હોડી, ઘોડો, ભેંસ, મનુષ્ય અને હાથી હોય છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.