કપટ કેવી રીતે વરદાનને અભિશાપમાં અને જીતને હારમાં બદલે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે આ પ્રસંગ.

0
510

દુર્યોધનને દુર્વાસાએ વરદાન માંગવા કહ્યું ત્યારે તેણે પાંડવોનું અહિત ઇચ્છયું, મળ્યું આવું પરિણામ.

મહાભારતની આ ઘટના છે. દુર્યોધને કપટપૂર્વક પાંડવોને જુ ગારમાં પરાજિત કરી તેમને વનવાસ માટે મોકલી દીધા હતા. પાંડવ વનવાસ ભોગવી રહ્યા હતા. પણ દુર્યોધને તેમ છતાં પણ શાંતિ ન થઇ. તે તો તેમનો સંપૂર્ણ રીતે અંત થતા જોવા માંગતા હતા. તેના માટે જાત જાતના સંકલ્પ કરતા રહેતા હતા. એવામાં એક દિવસ સંયોગથી મહર્ષિ દુર્વાસા તેમના મહેલમાં આવી પધાર્યા. દુર્યોધને ફક્ત તેમની આગતા સ્વાગતા જ નહિ પણ તેમની ઘણી સેવા પણ કરી. ભોજન કરાવ્યું અને જતી વખતે યથાશક્તિ દક્ષિણા પણ આપી.

દુર્વાસા ઋષિ દુર્યોધનની સેવાથી ઘણા પ્રસન્ન થયા. તેમણે કહ્યું, રાજન, હું તમારી સેવાથી પ્રસન્ન છું. કોઈ પણ વરદાન માંગો.

મહર્ષ દુર્વાશાના એ શબ્દ દુર્યોધનને આંધળાને લાઠી સમાન મદદરૂપ લાગ્યા. તેમણે કહ્યું તમે મારે ત્યાં પધારીને મારી ઉપર કૃપા કરી. હું ઈચ્છું છું કે આ પ્રકારની કૃપા તમે મારા મોટા ભાઈ યુધીષ્ઠીર ઉપર પણ કરો, તો કદાચ તેમને પણ આ પ્રકારનું વરદાન પ્રાપ્ત કરવાની તક મળી જાય.

અમે જરૂર તેમનું આતિથ્ય સ્વીકાર કરીશું. – આવું કહીને દુર્વાસાએ દુર્યોધનને આશ્વત કરી દીધા.

દુર્યોધનને આપેલા વચન મુજબ એક દિવસ દુર્વાસા ઋષિ શિષ્યો સાથે યુધીષ્ઠીરના વનવાસ ગૃહમાં જઈ પહોંચ્યા. બપોરનો સમય હતો. બધા કંદમૂળ ખાઈને વિશ્રામ કરી રહ્યા હતા. શિષ્યો સાથે ઋષિને આવતા જોઈ યુધિષ્ઠિરે ઉઠીને તેમનું સ્વાગત સત્કાર કર્યું અને ભોજનની માટે પૂછ્યું. દુર્વાસા બોલ્યા, અમે લોકોએ હજુ સ્નાન નથી કર્યું. અમે નદી કિનારે સ્નાન માટે જઈ રહ્યા છીએ, ત્યાં સુધી તમે ભોજન વગેરેની વ્યવસ્થા કરો. એટલું કહીને ઋષિ પોતાના શિષ્યો સાથે નદી કિનારે સ્નાન માટે જવા નીકળ્યા. યુધીષ્ઠીરની સ્થિતિ થોડી વધુ વિચિત્ર થઇ ગઈ હતી. કુટીરમાં જેટલું ભોજન હતું તેઓ ખાઈ ગયા હતા.

પણ દ્રૌપદીને જયારે એ વાતની જાણ થઇ, તો તેણે બધાને આશ્વસ્ત કર્યા. થયું એવું કે દુર્વાસાના સ્નાન કરવા જતા જ ભગવાન કૃષ્ણ પાંડવોને મળવા માટે ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓ સમયે સમયે તેમનું ધ્યાન રાખી રહ્યા હતા. પાંડવ ન માત્ર કૃષ્ણના સખા હતા પણ તે તેમના મિત્ર અને સંબંધી પણ હતા. તે તો પ્રાચીન પરંપરા છે કે મિત્ર અને સંબંધીને ત્યાં ખાલી હાથ કોઈ જતું નથી. અને જયારે કોઈ વ્યક્તિ વનવાસમાં હોય તો પછી તો વિશેષ ધ્યાન રાખવું પડે છે.

કૃષ્ણ આ રીતે તૈયારી કરીને તેમને મળવા ગયા હતા પોતાના રથમાં અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી લઈને ઉપસ્થિત થયા હતા. આથી દ્રૌપદીએ યુધીષ્ઠીરને આશ્વસ્ત કર્યા હતા. ઋષિ દુર્વાસા સ્નાન કરીને શિષ્યો સાથે પાંડવોની કુટીરમાં ઉપસ્થિત થયા. યથાશકતી અતિથી સત્કાર કરવામાં આવ્યો. ઋષિ દુર્વાસા પ્રસન્ન થઇ ગયા. દુર્યોધનની યોજના નિષ્ફળ ગઈ. દુર્યોધને વિચાર્યું હતું કે દુર્વાસા પાંડવોને અપ્રસન્નતામાં શ્રાપ આપશે પણ તે પ્રસન્નતામાં આશીર્વાદ આપીને ગયા. દુર્યોધને કપટ કરવાની જગ્યાએ જો ઋષિ પાસે વરદાન માગ્યું હોત, તો બીજાનું ખરાબ વિચાર્યા વગર, તો તેને કાંઈક પ્રાપ્ત પણ થાત. પણ તેના બંને હાથ ખાલી રહ્યા.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.