દ્વારકાધીશ મંદિર : અહીં રણછોડની ભક્તિથી મળશે મુક્તિ, જાણો શ્રીકૃષ્ણની નગરીની રોચક વાતો.

0
632

જાણો દ્વારકાધીશ મંદિરના ઇતિહાસ અને ત્યાંના અન્ય આકર્ષણ વિષે, અહીં શ્રીકૃષ્ણની ભક્તિથી થાય છે ઘણા લાભ. ગુજરાતમાં અમદાવાદથી લગભગ 380 કિલોમીટરના અંતર પર આવેલું છે દ્વારકા. એજ દ્વારકા જે હિંદુઓની આસ્થાના પ્રસિદ્ધ કેંદ્ર ચાર ધામોમાંથી એક છે. એજ દ્વારકા જેને દ્વારકાપુરી કહેવામાં આવે છે, અને જેને સપ્તપુરીઓમાં શામેલ કરવામાં આવ્યું છે. એજ દ્વારકા જેને મથુરા છોડ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણએ પોતે વસાવી હતી. એજ દ્વારકા જે આજે કૃષ્ણ ભક્તો સહીત હિંદુ ધર્મમાં આસ્થા રાખવાવાળા માટે એક મહાન તીર્થ છે. આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં આવેલા તેમના ધામ વિષે.

દ્વારકાધીશ મંદિરનો ઇતિહાસ : માનવામાં આવે છે કે, લગભગ 5 હજાર વર્ષ પહેલા જયારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી, ત્યારે તેમાં જે સ્થળ પર તેમનો અંગત મહેલ એટલે કે હરિ ગૃહ હતું, ત્યાં દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું. માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ ધામ ગમન કર્યું ત્યારબાદ તેમની સાથે જ તેમના દ્વારા વસાવેલી દ્વારકા નગરી પણ સમુદ્રમાં સમાઈ ગઈ હતી. લગભગ 2500 વર્ષ પહેલા તેમના પ્રપૌત્ર વજ્રનાભે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જેનો સમય જતા વિસ્તાર અને જીણોદ્ધાર કરવામાં આવ્યો. મંદિરના વર્તમાન સ્વરૂપને 16 મી શતાબ્દીની આસપાસનું હોવાનું જણાવવામાં આવે છે.

દ્વારકાધીશ મંદિરની શોભા : વાસ્તુ કળાની દ્રષ્ટિથી દ્વારકાધીશ મંદિરને ઘણું જ ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. મંદિર એક મજબૂત દીવાલથી ઘેરાયેલું છે. મંદિરની ચારેય દિશાઓમાં ચાર દ્વાર છે, જેમાં ઉત્તર અને દક્ષિણમાં આવેલા મોક્ષ અને સ્વર્ગ દ્વાર આકર્ષક છે. મંદિર સાત માળનું છે, જેના શિખરની ઊંચાઈ 235 મીટર છે. નિર્માણ વિશેષજ્ઞ આ મંદિરને બનાવવાની રીતની પ્રશંસા કરે છે.

મંદિરના શિખર પર ફરકતી ધર્મધ્વજાને જોઈને દૂરથી જ શ્રીકૃષ્ણના ભક્ત તેમની સામે પોતાનું માથું નમાવી દે છે. આ ધજા લગભગ 84 ફૂટ લાંબી છે જેમાં અલગ અલગ પ્રકારના આકર્ષક રંગ તેને જોવા વાળાને મોહી લે છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભુજ મૂર્તિ છે, જે ચાંદીના સિંહાસન પર વિરાજમાન છે. તેમણે પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કર્યું છે. અહીં તેમને રણછોડજી પણ કહેવામાં આવે છે.

અન્ય આકર્ષણ : દ્વારકાધીશ મંદિરની સાથે સાથે અહીં અનેક મંદિર છે, જેમની પોતાની સ્ટોરીઓ છે. ગોમતીની ધારા પર બનેલો ચક્રતીર્થ ઘાટ, અરબ સાગર અને ત્યાં આવેલું સમુદ્રનારાયણ મંદિર, પંચતીર્થ જ્યાં પાંચ કુવા છે, જેમાં સ્નાન કરવાની પરંપરા છે. શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શારદા પીઠ વગેરે એવા સ્થળ છે, જે દ્વારકા ધામનો મહિમા કહે છે.

કઈ રીતે પહોંચવું દ્વારકા ધામ : રેલવે અને બસ અને હવાઈ માર્ગના માધ્યમથી દેશના કોઈ પણ ખૂણા દ્વારા દ્વારકા ધામ પહોંચી શકાય છે. દેશની રાજધાની દિલ્લી સહીત અન્ય મોટા શહેરો સાથે દ્વારકા રોડ માર્ગ અને રેલ માર્ગના માધ્યમથી સીધું જોડાયેલું છે. તેમજ જો તમે હવાઈ મુસાફરી કરવા ઇચ્છુક છો, તો નજીકનું એયરપોર્ટ જામનગર છે. શ્રીકૃષ્ણની ધર્મ નગરીમાં રોકાવાની વ્યવસ્થાની પણ યોગ્ય સગવડ મળે છે. ચોમાસા પછી શિયાળાની શરૂઆતનો સમય દ્વારકા ધામની યાત્રા માટે ઘણો સારો રહે છે.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.