કહેવાતી ભણેલી અને સુધરેલ ગણાતી અમેરિકન વાઈફ જ્યારે પણ એવરી વીક એન્ડ આવે ત્યારે પોતાના હસબન્ડ ને પૂછે કે,
“બોલો આજે જમવામાં શું બનાવું ?”
ત્યારે ઓલવેઝ પતિ પ્રેમથી પૂછતો,
“બોલ તું શું જમાડવા માંગે છે ?”
તે હકીકત ઊપરથી આ એક સરસ કવિતાની રચના કરવામાં આવી છે, જે તમને ચોક્કસથી ગમશે જ.
(રચયિતાનું નામ તથા સરનામું નથી.)
મારા વીક એન્ડના ભરથાર,
તમને શું કરી જમાડું ? …(૨)
સાત પકવાન ફ્રિજમાં સૂતા છે,
કહો તો તેને જગાડું.
મારા વીક એન્ડના ભરથાર,
તમને શું કરી જમાડું ?
સોમવારની સબ્જી પડી છે,
મંગળવારના મૂઠિયાં !
કહો તો તેને બહાર કાઢીને,
માઇક્રોઓવનમાં ગરમાડું.
મારા વીક એન્ડના ભરથાર,
તમને શું કરી જમાડું ?
બુધવારની બિરિયાની પડી છે,
ને ગુરુવારના ગોટા !
કહો તો તેને બહાર કાઢીને,
ફરી નવા તેલે તળાવું
મારા વીક એન્ડના ભરથાર,
તમને શું કરી જમાડું ?
શુક્રવારનો શિરો પડ્યો છે,
ને શનિવારના થેપલા !
કહો તો તેને બહાર કાઢીને,
ફરી નવા ઘીએ સાંતળાવુ..
મારા વીક એન્ડના ભરથાર,
તમને શું કરી જમાડું ?
રવિવારે તો મંદિરે જમ્યા ‘તા,
રવિવારે ન વધેલું કાંઈક !
કહો તો મંદિર દર્શને જઈએ,
ત્યાં કરીએ પરબારું.. !
મારા વીક એન્ડના ભરથાર,
તમને શું કરી જમાડું ?
આ કવીતા વાંચ્યા બાદ તમને લાગતું હોય ને કે….. મારા જેવા નસીબદાર ભારતવાસી ને ભલે અભણ પણ ગુણવાન પતિવ્રતા પત્ની મળી છે તો તેની કદર કરજો.
– સાભાર પ્રવીણ મહિડા (અમર કથાઓ ગ્રુપ)