એક એવું શિવ મંદિર જેને બનવામાં લાગ્યો હતો 150 વર્ષનો સમય, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો.

0
583

જાણો એક એવા મંદિર વિષે જેને બનવામાં 4-5 નહિ પણ પુરા 150 વર્ષ લાગ્યા હતા, જાણો તેના બીજા ચકિત કરી દેનારા રહસ્યો. ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં 33 કરોડથી પણ વધુ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. આમ તો ભગવાન આપણા કણ કણમાં વસે છે, પરંતુ લોકો ભગવાનની આરાધના કરવા માટે શ્રદ્ધાપૂર્વક મંદિર બનાવરાવે છે, અને તે સંસ્કૃતિ આજની નથી પરંતુ વર્ષો જૂની છે.

આજે આ લેખમાં અમે તમને એક એવા જ મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને બનાવતા લગભગ 150 વર્ષ લાગી ગયા હતા. અમે વાત કરી રહ્યા છીએ, મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં આવેલું કૈલાશ મંદિરની. આવો તમને આ મંદિર સાથે જોડાયેલી થોડી વિશેષ અને રોચક બાબતો જણાવીએ છીએ.

એલોરાની ગુફાઓમાં આવેલું છે કૈલાશ મંદિર : આ પ્રસિદ્ધ કૈલાશ મંદિર મહારાષ્ટ્રના ઓરંગાબાદ જીલ્લામાં પ્રસિદ્ધ ગુફાઓમાં અવેલુ છે. જે એલોરાની ગુફાઓમાં આવેલું છે. જે એલોરાની 16મી ગુફાઓની શોભા વધારી રહી છે. આ કૈલાશ મંદિર ‘વીરુપાક્ષ મંદિર’થી પ્રેરિત થઇને રાષ્ટ્રકૂટ વંશના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણનું કામ કૃષ્ણા પ્રથમના શાસનકાળમાં પૂરું થયું. કૈલાશ મંદિરમાં એક ઘણું મોટું શિવલિંગ પણ છે. આ મંદિરના આંગણાની ત્રણે તરફ કઠોડા છે. અને સામે ખુલા મંડપમાં નંદીજી બિરાજમાન છે, જેની બંને તરફ વિશાળકાય અને હાથી સ્તંભ બનેલા છે.

100 થી વધુ વર્ષ લાગ્યા હતા તેને બનાવવામાં : કૈલાશ મંદિરની સૌથી ચકિત કરવા વાળી વાત એ છે કે, આ વિશાળકાય મંદિર બનાવવામાં 10, 20 નહિ પરંતુ લગભગ 150 વર્ષ લાગ્યા અને લગભગ 7000 મજૂરોએ સતત કામ કરીને આ મંદિર નિર્માણ કાર્ય પૂરું કર્યું હતું. તેની સાથે તમે અંદાઝ લગાવી શકો છો, કે આ મંદિરની કલાકૃતિ કેટલી સુંદર હશે. આ ભવ્ય મંદિર 276 ફૂટ લાંબુ અને 154 ફૂટ પહોળું છે. આ કૈલાશ મંદિર આખા વિશ્વમાં તેના અનોખા વાસ્તુ માટે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં કરવામાં આવેલા નકશીકામ જોવામાં ઘણું સુંદર બનાવ્યું છે.

શિવજીને સમર્પિત છે આ મંદિર : આ કૈલાશ મંદિરને હિમાલયના કૈલાશ રૂપમાં આપવાનો પુરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જે તમે આ મંદિરની બનાવટને જોઇને સમજી શકો છો. આ બે માળનું શિવનું મંદિર ખડકો કાપીને બનાવવામાં આવ્યું છે.

દુનિયાભરમાં આ મંદિર એક જ પથ્થરની શીલા માંથી બનેલી સૌથી મોટી મૂર્તિ માટે ઓળખવામાં આવે છે. પરંતુ તમને એ વાત જાણીને ઘણી નવાઈ લાગશે કે આજ સુધી આ મંદિરમાં ક્યારે પણ પૂજા કરવાની કોઈ સાબિતી નથી મળી. આ મંદિરમાં આજે પણ કોઈ પુજારી નથી, અને કોઈ નિયમિત પૂજા પાઠની પરંપરા પણ નથી ચાલતી.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.