એક જ લાઈનની આ સરળ વાતો સમજતા વાર લાગશે, પણ સાચી શીખ આપતી જશે.

0
131

ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે…

બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા, પૂછતાં માલુમ પડ્યું કે ‘અહિંસા’ વિશે ડિબેટ ચાલી રહી હતી. – હિતેશ તરસરિયા

ગરમીએ શેઠજીને દવા લેવડાવી, નોકર તો રોજ લીમડો વાટીને પીતો. – પરીક્ષિત જોશી

કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું. ”કાળીના એક્કા જેવા.” – સંજય ગુંદલાવકર

મારી પાસે ઘર હતું, આજે પૈસા છે… – નિમેષ પંચાલ

બપોરનો તડકો જીવનમાં લાગેલી લાય કરતાય, આજ મીઠો લાગ્યો! – તૃપ્તિ ત્રિવેદી

એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો, એ ૧૧ કુંવારીકાને જમાડશે. – દક્ષા દવે

વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા. આંખો જ બોલી છે વાંક કોનો! – દેવદત ઠાકર.

પત્ની પિયર ગઈ… ટીફીનમાં મનપસંદ મળ્યું. – દિવ્યેશ સોડવડીયા

લક્ઝુરિયસ બંગલાના બેડરૂમમાંથી રાત્રે ઊંઘ ન આવવાના કારણે બહાર લટાર મારવા નીકળેલા એક શેઠે ફૂટપાથ પર ઘસઘસાટ ઊંઘતા માણસોને જોઇને કહ્યું કેવી જિંદગી જીવે છે આ લોકો? – નિલેશ શ્રીમાળી પાટણ

આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો, અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે… -હિતેશ તરસરિયા

“ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ”. ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું ‘SAVE TREES’ – હિતેશ તરસરિયા

વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો. પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું : “મા ના ખોળે !!!” – નિલેશ તિવેદી

– સાભાર ઉલ્કેશ ડામોર (અમર કથાઓ ગ્રુપ)