એક જ માં ના પુત્ર હતા શેષનાગ અને કાળીયો નાગ, જાણો શું છે આખી સ્ટોરી.

0
1094

જાણો કેવી રીતે થયો હતો શેષનાગ અને કાળીયા નાગનો જન્મ, વાંચો પૌરાણિક કથા. સનાતન ધર્મમાં નાગની પૂજા કરવાની વિધિ બતાવવામાં આવી છે. નાગમાં શેષનાગ, વાસુકી, નાગ, તક્ષક નાગ, કાળીયા નાગ, કર્કોટક નાગ મુખ્ય માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ બધા નાગ એક જ માતાના પુત્ર હતા. આવો જાણીએ ખરેખર કોણ હતા બધા સર્પોની માતા અને શું છે આ બધાની કહાની.

માં ક્દ્રુ : પુરાણો મુજબ, મહર્ષિ કશ્યપે રાજા દક્ષ પ્રજાપતિની 17 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ મહર્ષિએ તેની તમામ પત્નીઓમાં ક્દ્રુ અને વિનતા સૌથી વધુ પ્રિય હતી. એક વખત મહર્ષિએ ખુશ થઇને બંને પ્રિય પત્નીઓને તેમની પાસે વરદાન માગવા માટે કહ્યું. ક્દ્રુએ મહર્ષિ પાસે 1000 પુત્રોની માં બનવાનું વરદાન માગ્યું. તો વિનતાએ તેનાથી વિપરીત જાઈને મહર્ષિ પાસે એક એવા પુત્રની કામના કરી કે જે ક્દ્રુના તમામ પુત્રોનો નાશ કરી શકે. મહર્ષિના વરદાન પછી ક્દ્રુને 1000 ઈંડા આપ્યા અને ક્દ્રુ બધા સાંપોની માતા બની અને વિનતાએ ગરુડને જન્મ આપીને તેની માતા બની.

વાસુકી નાગ : હિંદુ ધર્મ ગ્રંથોમાં વાસુકીને બધા નાગોના રાજા ગણવામાં આવે છે. જણાવી આપીએ આ તે નાગ ગણવામાં આવે છે. જેને ભગવાન શિવે તેના ગળામાં ધારક કરી રાખે છે. વાસુકીની પત્નીનું નામ શતશીર્ષા છે.

શેષનાગ : શેષનાગને અનંતના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નાગની ગણતરી સૌથી શક્તિશાળી નાગોમાં કરવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન નારાયણ ક્ષીરસાગરમાં શેષનાગના આસન ઉપર જ બિરાજિત હોય છે.

તક્ષક નાગ : પાતાળમાં નિવાસ કરવા વાળા 8 નાગોમાંથી એક છે તક્ષક. પુરાણો મુજબ શ્રુગી ઋષિના શ્રાપને કારણે તક્ષકે એક વખત રાજા પરીક્ષિતને ડંખ મારી લીધો હતો. ત્યાર પછી રાજા પરીક્ષિતના પુત્રએ ગુસ્સામાં આવીને સર્પ યજ્ઞનું આયોજન કર્યું. પરંતુ જેવી જ યજ્ઞ કરવા વાળા બ્રાહ્મણોએ અગ્નિમાં તક્ષકના નામની આહુતિ નાખી, ઋષિ આસ્તિકના કહેવાથી આ યજ્ઞને રોકી દેવામાં આવ્યો. આ રીતે માંડ માંડ નાગનો જીવ બચ્યો.

કાળિયા નાગ : યમુના નદીમાં પોતાની પત્નીઓ સાથે રહેવા વાળા કાળિયા નાગ વિષે હું તો મોટાભાગે વધુ લોકો જાણે છે. કાળિયા નાગની ફેણ ઉપર જ ભગવાન વિષ્ણુએ નૃત્ય કર્યું હતું.

કર્કોટક નાગ : કર્કોટક નાગને ભોલેનાથનો જ ગણ માનવામાં આવે છે. એક વખત તમામ સર્પોને ભસ્મ થવાનો શ્રાપ મળ્યો, જેનાથી બચવા માટે કર્કોટક નાગ વનમાં જઈને શિવલિંગ સામે તપ કરવા લાગ્યા. કર્કોટક નાગના તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવે કર્કોટકના પ્રવેશ કરાવીને તેનો જીવ બચાવ્યો હતો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.