એક નહિ પણ ચાર કારણોસર માતા સીતાએ હનુમાન સાથે પાછા આવવાની પાડી હતી ના.

0
693

માતા સીતા ઇચ્છતે તો હનુમાનજી સાથે લંકામાંથી નીકળી શ્રીરામ પાસે જતાં રહેતે, પણ આ 4 કારણને લીધે એવું ના કર્યું. દેવી સીતાની શોધમાં હનુમાનજી જયારે લંકા પહોચ્યા તો લંકામાં હાહાકાર મચી ગયા પછી તેમણે દેવી સીતા સામે એ પ્રસ્તાવ રાખ્યો કે હે માતા તમે ધારો તો હું તમને અત્યારે રાવણની અશોક વાટિકા માંથી કાઢીને પ્રભુ રામ પાસે પહોચાડી દઉં. આખી લંકાની સેના પણ મારું કશું જ બગડી શકે તેમ નથી. તો સાંભળીને દેવી સીતા ખુશ તો ઘણા થયા પરંતુ સાથે આવવાની ના કહી દીધી.

દેવી સીતાના ના કહેવાથી હનુમાનજીએ પૂછ્યું કે હે માતા મારી સાથે ચાલવામાં તમને શું વાંધો છે? તેના જવાબમાં દેવી સીતાએ જે કહ્યું તે સાંભળીને હનુમાનજી એ કહ્યું વાસ્તવમાં ધન્ય છો માતા. તમે તમારી કોઈ નિશાની આપો. જેથી પ્રભુ રામને વિશ્વાસ આવી જાય કે તમે ક્ષેમકુશળ છો અને હું તમને મળીને આવ્યો છું. દેવી સીતાએ તેના ચૂડીમણી ત્યારે હનુમાનજીને આપ્યા. આવો જાણીએ દેવી સીતાએ હનુમાનજીને શું કહ્યું હતું તે.

ધર્મ પાલન માટે જવાથી ના કહી દીધી : દેવી સીતાએ ના કહેવાનું પહેલું કારણ એ હતું કે તે તેના પતિવ્રત ધર્મનું પાલન કરી રહી છે. વાલ્મીકી રામાયણમાં દર્શાવવામાં આવ્યું છે કે દેવી સીતાએ એટલા માટે હનુમાનજી સાથે જવાની ના કહી દીધી હતી કે તેમાં તેનો પતિવ્રત ધર્મ ભંગ થાત. દેવી સીતાએ કહ્યું કે રાવણ બળપૂર્વક મને ઉપાડીને લંકા લઇ આવ્યો હતો, તેમાં મારા વશમાં ન હતું પરંતુ હું મારી મરજીથી કોઈ બીજા પુરુષને સ્પર્શ નથી કરી શકતી.

રામની મર્યાદાનું માન : દેવી સીતાએ હનુમાનજી સાથે આવવાની ના એટલા માટે પણ કરી હતી કે તેનામાં ભગવાન રામની કીર્તિને હાની થાત. દેવી સીતાએ રઘુકુળનું સન્માન અને મર્યાદાના રક્ષણ માટે હનુમાનજી સાથે આવવાની ના કહી દીધી. જો દેવી સીતા હનુમાનજી સાથે જાત તો ઈતિહાસમાં ભગવાન રામ નિર્બળ કહેવાત અને સંસારમાં હનુમાનજીની કીર્તિના વખાણ થાત. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પત્નીનો ધર્મ હોય છે કે પતિના માન અને સન્માન અને કુળની પરંપરાનું પાલન કરે. દેવી સીતાએ એ કારણે પણ સાથે જવા માટે ના કહી દીધી.

અપનામનો બદલો : દેવી સીતાનું હરણ કરીને રાવણે રઘુકુળનું અપમાન કર્યું હતું. જે રઘુકુળના રજાઓ પાસે દેવતા પણ સહાયતા માંગતા હતા રાવણે તે કુળની વહુનું હરણ કરવાનો અપરાધ કર્યો હતો. દેવી સીતા નારી જાતીના સન્માનનું પ્રતિનિધિત્વ કરી રહી હતી, તે એક રાજ કુંવરી હતી. જે તેનું અપહરણ કરી શકે છે, તે સ્ત્રીઓ સાથે કેવું વર્તન કરી શકાય છે. દેવી સીતા રાવણની કાયરતા પૂર્ણ કરવામાં આવેલા વર્તન માટે તેને ભગવાન રામના હાથે પ્રાણદંડ અપાવવા માગતી હતી. જેથી રઘુકુળની ઉજવળ કીર્તિ ઉપર લાગેલા ડાઘ મટે અને રાવણને તેના અપરાધનો પાઠ મળી શકે.

રાવણની મુક્તિ : દેવી સીતા જાણતા હતા કે રાવણને વરદાન મળ્યું છે કે તેનું મૃત્યુ કોઈ માણસના હાથે જ થશે. ભગવાન વિષ્ણુએ રાવણનો વધ કરવા માટે જ રામ રૂપમાં અવતાર લીધો છે. જો તે હનુમાનજી સાથે જાત તો રામના અવતારમાં ઉદેશ્ય પુરા ન થઇ શક્યા હોત. ભગવાન રામની કીર્તિ અનંત કાળ સુધી ન રહેત. રાવણના કર્મોથી દુષિત લંકાને શુદ્ધ કરાવવા માટે એ જરૂરી હતું કે ભગવાન રામના ચરણોની ધૂળ લંકામાં પડે, જેથી ધર્મનું રાજ્ય સ્થાપિત થઇ શકે. એટલા માટે દેવી સીતાએ હનુમાનજીને કહ્યું તે સાથે નથી જઈ શકતી.

આ માહિતી નવભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.