શું તમે જાણો છો કે દ્રૌપદી પહેલા આ સ્ત્રીએ કર્યા હતા 10 પુરુષ સાથે લગ્ન. જયારે પણ બહુપતિની વાત થાય છે, તો આપણેને માત્ર એક જ ઉદાહરણ યાદ આવે છે, દ્રૌપદીનું. દ્રૌપદી મહારાણી કુંતીના પાંચે પુત્રો પાંડવની પત્ની હતી એટલા માટે દ્રૌપદીને પાંચાલી પણ કહેવામાં આવે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે દ્રૌપદી પહેલા પણ ઘણી મહિલાઓ થઇ ગઈ છે. જેને એકથી વધુ પુરુષો સાથે સંબંધ રહી ચુક્યા છે.
પુરાણોમાં બે મહીલાઓનું ખાસ કરીને વર્ણન કરવામાં આવે છે. જેના એકથી વધુ પુરુષો સાથે લગ્ન થયા હતા. દ્રૌપદી સાથે પાંચે ભાઈના લગ્ન વિષય ઉપર જયારે કુંતી યુધીષ્ઠીરને પૂછે છે કે શું આ પહેલા ઈતિહાસમાં એવું કોઈ ઉદાહરણ છે, તો યુધીષ્ઠીર જણાવે છે કે એવું પહેલા બની ચુક્યું છે. પચેતી અને જટિલા નામની બે કન્યાઓએ પહેલા જ બહુપતિ લગ્ન થઇ ચુક્યા છે. આવો જાણીએ તેના વિષે અને દ્રૌપદીના પાંચ પતિઓના રહસ્યને.
યુધિષ્ઠિરે કર્યું માતા કુંતીનું સમસ્યાનું સમાધાન : જયારે અર્જુન દ્રૌપદીને સ્વયંવરમાં જીતીને તેના બીજા ભાઈઓ સાથે માતા કુંતી પાસે આવ્યા અને કહ્યું જુવો માતાશ્રી આજે અમે ભિક્ષામાં તમારા માટે શું લાવ્યા છીએ. કુંતીએ જોયા વગર જ કહી દીધું કે એકબીજા વચ્ચે વહેચી લો. તે સમયમાં મુખ માંથી નીકળેલા શબ્દનું ઘણું મહત્વ ખુબ હતું.
જેવું કુંતી પાછુ વળીને જુવે છે, તે ચિંતિત થઇ જાય છે કે તેમણે આ શું કહી દીધું. દ્રૌપદીને ભિક્ષા કહેવા ઉપર તે અર્જુન અને ભીમને વઢી જ રહી હતી કે યુધીષ્ઠીર ત્યાં આવી જાય છે. બધી વાત સમજ્યા પછી યુધીષ્ઠીર કુંતીના પ્રશ્નો જવાબ આપતા કહે છે કે પ્રાચીન કાળમાં પણ એવું બની ચુક્યું છે કે એક સ્ત્રીના ઘણા પતિ થયા છે અને તે ધર્મ સંગત રહ્યા છે.
શ્રીકૃષ્ણએ ખોલ્યું 5 પતિઓનું રહસ્ય : ત્યાર પછી શ્રીકૃષ્ણ ત્યાં આવે છે અને જણાવે છે કે કેવી રીતે દ્રૌપદી માટે કુંતીના મુખ માંથી આ શબ્દ નીકળ્યા અને કેમ દ્રૌપદીને પાંચ પતિઓની પત્ની બનવું પડશે. શ્રીકૃષ્ણએ દ્રૌપદીને યાદ અપાવ્યું કે પાછલા જન્મમાં કેવી રીતે દ્રૌપદીએ ભગવાન શિવની તપસ્યા કરી એવા વરની કામના કરી હતી, જે ધર્મરાજની જેમ ન્યાય પ્રિય, જ્ઞાની, સોન્દર્યમાં સૌથી ઉત્તમ, સર્વશ્રેષ્ઠ ગદાધારી અને મહાન ધનુર્ધર હોય, જે સર્વગુણ સંપન્ન હોય. કેમ કે આટલા ગુણ એક જ પુરુષમાં હોવા સંભવ નથી એટલા માટે દ્રૌપદીને તેના વરદાનના ફળ સ્વરૂપ 5 પતી મળ્યા છે.
સૃષ્ટિની રચના પછી તેના સંચાલક માટે બ્રહ્માજીએ પોતાના 10 માનષ પુત્રોને ઉત્પન્ન કર્યા. જેને પ્રચેતા કેવા આવ્યા છે. તેને સૃષ્ટિના સંચાલનની જવાબદારી સોપી. ચંદ્રમાંએ આ બધા પ્રચેતાઓના લગ્ન વૃક્ષ કન્યા અને યક્ષની બહેન મારીષા સાથે કરાવ્યા. પ્રચેતાઓ સાથે લગ્ન થવાને કારણે તેને પ્રચેતી અને પ્રચીતી નામથી ઓળખવામાં આવવા લાગ્યા. પછી પ્રચેતાઓ અને ચંદ્રમાં અડધા અડધા તેજથી મારીષાએ દક્ષ પ્રજાપતિને જન્મ આપ્યો. દક્ષ પ્રજાપતિએ જ સૃષ્ટિનું સંચાલનનું કાર્ય આગળ વધાર્યું અને મૈથુની સૃષ્ટિનો વિકાસ થયો. તેમણે તેની 10 કન્યાઓના લગ્ન ધર્મ દાથે કરાવ્યા, 27 કન્યાઓના લગ્ન ચંદ્રમાં સાથે અને તેની પુત્રી સતી સાથે ભગવાન શિવના લગ્ન થયા હતા.
જટિલાના 7 પતિ હતા : ગૌતમ ઋષિના કુળમાં જટિલા નામની કન્યા થઇ. તેના લગ્ન 7 ઋષિઓ સાથે થયા હતા. સંસ્કૃત સાહિત્યમાં ગૌતમનું નામ અનેક વિદ્યાઓ સાથે સંબંધીત છે. વાસ્તવમાં ગૌતમ ઋષિના ગૌત્રમાં ઉત્પન્ન કોઈ પણ વ્યક્તિને ‘ગૌતમ’ કહેવાના આવે છે. એટલે તે વ્યક્તિનું નામ નથી પણ ગૌત્રનું નામ છે.
વેદોમાં ગૌતમ મંત્ર દ્રષ્ટા ઋષિ માનવામાં આવ્યા છે. સાથે જ ન્યાય સુત્રોના રચેતા પણ ગૌતમ માનવામાં આવે છે. તેના વંશજ શ્વેત કેતુ થયા જેમણે લગ્ન વ્યવસ્થાનો આરંભ કર્યો. તેના પહેલા કોઈ પણ પુરુષ અને સ્ત્રી કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ સાથે સબંધ બાંધી શકતા હતા. શેતકેતુ એક વખત તેની માતા અને પિતા સાથે બેઠા હતા તે સમયે એક ઋષિ આવ્યા તેની માતાનો હાથ પકડી લીધો અને તેણે તેની સાથે આવવા માટે કહ્યું. તેનાથી શ્વેતકેતુ ઘણા નારાજ થઇ ગયા અને તેમણે લગ્નની વ્યવસ્થા શરુ કરી. જેથી સ્ત્રી અને પુરુષ મર્યાદામાં રહે.
આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.