આવા વ્યક્તિ રહે છે હંમેશા દુઃખી અને અશાંત, સુખી રહેવા માંગો છો રાખો આ વાતનું ધ્યાન.

0
562

એક ઘમંડી રાજા અને સંતના પ્રસંગમાં છુપાયેલું છે સુખી જીવનનું રહસ્ય, જાણવા માટે વાંચો આ સ્ટોરી.

એક રાજા ઘમંડી હતા, તેણે એક સંતને કહ્યું કે હું તમારી તમામ ઈચ્છા પૂરી કરી શકું છું, જે જોઈએ તે માગી લો, સંતે એક નાના એવા વાસણને સોનાના સિક્કાથી ભરવા માટે કહ્યું

જુના સમયમાં એક રાજા ઘણા ઘમંડી થા. જયારે તેમનો જન્મદિવસ આવ્યો તો તેમણે વિચાર્યું કે આજે હું કોઈ એક વ્યક્તિની તમામ ઇચ્છાઓ પૂરી કરી દઈશ. દરબારમાં ભવ્ય આયોજન થયું. પ્રજા રાજાના જન્મોત્સવમાં પહોચી ગઈ હતી. ત્યાં એક સંત પણ આવ્યા હતા. સંતે રાજાને શુભકામનાઓ આપી.

રાજાએ સંતને કહ્યું કે આજે હું તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરવા માગું છું. તમે મારી પાસે કાંઈ પણ માગી શકો છો. હું રાજા છું અને મારા માટે કાંઈ પણ અસંભવ નથી. સંતે રાજાને કહ્યું મહારાજ મારે કાંઈ નથી જોઈતું. હું આમ જ સુખી છું.

રાજાએ સંતને ફરી વખત કહ્યું કે તમે ઈચ્છા જણાવો, હું તેને જરૂર પૂરી કરીશ. રાજા જિદ્દ કરી રહ્યા હતા તો સંતે કહ્યું કે ઠીક છે રાજન, મારા આ નાના એવા વાસણને સોનાના સિક્કાથી ભરી દો.

રાજાએ કહ્યું કે આ તો ઘણું નાનું કામ છે. હું હમણાં તેને ભરી દઉં છું. રાજાએ જેવું તેની પાસે રાખવામાં આવેલા સોનાના સિક્કા તેમાં નાખ્યા તો બધા સિક્કા અદ્રશ્ય થઇ ગયા. રાજા એ જોઇને ચકિત થઇ ગયા.

રાજાએ પોતાના કોષાધ્યક્ષને બોલાવીને ખજાના માંથી બીજા સોનાના સિક્કા મગાવ્યા. રાજા જેમ જેમ તે વાસણમાં સિક્કા નાખતા રહ્યા હતા, તે બધા અદ્રશ્ય થઇ જતા હતા. ધીમે ધીમે રાજાનો ખજાનો ખાલી થવા લાગ્યો. પરંતુ તે વાસણ ન ભરાયું.

રાજા વિચારવા લાગ્યા કે આ કોઈ જાદુઈ વાસણ છે. તેના કારણે જ તે ભરાઈ શકતું નથી. રાજાએ સંતને પૂછ્યું કે કૃપા કરી આ વાસણનું રહસ્ય જણાવશો? તે ભરાતું કેમ નથી?

સંતે કહ્યું કે મહારાજા આ વાસણ આપણા મનનું પ્રતિક છે. જે રીતે આપણું મન ધન, હોદ્દો અને જ્ઞાનથી ક્યારેય પણ નથી ભરાતું, બસ એવી જ રીતે આ પાત્ર પણ ક્યારેય ભરાઈ નથી શકતું.

આપણી પાસે ભલે ગમે એટલું પણ ધન સંપત્તિ આવી જાય, આપણે કેટલા પણ જ્ઞાની બની જઈએ, આખી દુનિયા જીતી લઈએ, ત્યારે પણ મનની કેટલીક ઈચ્છાઓ બાકી રહી જ જાય છે. આપણું મન વસ્તુથી ભરવા માટે બન્યું જ નથી. જ્યાં સુધી આપણે ભક્તિ નથી કરતા, ત્યાં સુધી તે ખાલી જ રહે છે.

આપણી ઈચ્છા અનંત છે, તે ક્યારેય પણ પૂરી નથી થઇ સકતી. એટલા માટે જે સ્થિતિમાં છીએ, તેમાં ખુશ રહેવું જોઈએ. સુખી જીવનનું સૂત્ર એ છે કે સંતુષ્ટ રહો. ઘમંડ ન કરો અને ભગવાનની ભક્તિમાં મન લગાવવું જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.