એક શરણાગતની રક્ષા માટે અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચે થયું હતું યુદ્ધ, જાણો એવું તે શું થયું હતું?

0
427

શરણાગતની રક્ષા :

તારીખ :04\10\2021ને સોમવાર

આપણી શ્રેષ્ઠ પુરાણ કથાઓ.

ગંધર્વકુમાર ચિત્રસેન આકાશ માર્ગેથી જઈ રહ્યાં હતા. ત્યારે એના દ્વારા પાનની પિચકારી સંધ્યા પૂજામાં લીન બનેલા ગાલવ ઋષિ પર પડી. ક્રોધવશ ઋષિ શાપ આપીને ચિત્રસેનને ભસ્મ કરવા જઈ રહ્યાં હતા, પરંતુ કંઈક વિચારીને પોતાનો વિચાર ત્યાગી દીધો. એક ગંધર્વના વિનાશ માટે પોતાની તપસ્યા ક્ષીણ કરવા યોગ્ય ન જણાયું, એમણે એને દંડ દેવા માટે દ્વારકાધીશ શ્રીકૃષ્ણ પાસે ફરિયાદ કરી.

શ્રીકૃષ્ણ આશ્વાસન આપતાં કહ્યું. આપનો અપરાધી કાલે સૂર્યાસ્ત પહેલાં યમલોક પહોંચી જશે. ઋષિવર, આપ નિશ્ચિત રહેજો.’

સંયોગવશ દેવર્ષિ નારદ પણ ત્યાં જ હતા. એમને એ જાણીને દુ:ખ થયું કે અજાણતામાં થયેલા અપરાધને કારણે ચિત્રસેનને પ્રાણદંડ મળી રહ્યો છે. તેઓ ચિત્રસેનની પાસે ગયા અને બધી વાત કરી.

ચિત્રસેને તરત જ નારદજીના પગ પકડી લીધા અને ડર અનુભવતાં તે બોલ્યો : ભગવન, મારી રક્ષા શી રીતે થઈ શકે છે. કોઈ આશ્રય સ્થાન બતાવો.

નારદજીએ એને વૈર્ય આપતાં કહ્યું, એ સાચું છે કે ભગવાન શ્રીકૃષ્ણની વિરુદ્ધ ત્રણેય લોકમાં શરણ આપવાની ક્ષમતા કોઈ રાખતું નથી પરંતુ તારી રક્ષા થશે. તું પાંડવોની રાજધાની હસ્તિનાપુરમાં જા, ત્યાં યમુનાના કિનારે રાત્રિકાળે સ્નાન કરવા માટે દેવી સુભદ્રા આવે છે. જો તે એમની પાસેથી અભયદાન મેળવી લીધું તો સમજી લે જે તારી પ્રાણરક્ષા થઈ ગઈ.

ચિત્રસેન તરત જ યમુના તટ પર પહોંચ્યો. અડધી રાત્રે સુભદ્રા નિત્યક્રમ પ્રમાણે સ્નાન અર્થે આવી પહોંચી. ચિત્રસેનને આ રીતે વિલાપ કરતો જોઈને સુભદ્રાએ પૂછયું : હે કુમાર, તું કોણ છે? તને કંઈ પીડા પરેશાન કરે છે?’

ચિત્રસેને રડતાં રડતાં કહ્યું. આપ મારી પીડા પૂછો નહિ. ત્રણેય લોકમાં મને આશ્રય આપનાર કોઈ નથી. મારા મો તપછી જ મારી પીડા શાંત થશે.’

સુભદ્રા બોલી : તું તારી વિપદા મને કહી સંભળાવ. એ ભૂલીશ નહિ કે દ્વારકાધીશ કૃષ્ણની બહેન સુભદ્રા તને આશ્રયમાં લઈ રહી છે.

ચિત્રસેને બધી વાત કરી વાત સાંભળીને સુભદ્રા સ્વયં ચિંતામાં પડી ગઈ. શરણાગતની રક્ષા કરવા માટે એને પોતાના ભાઈની સાથે સંઘર્ષ કરવો પડશે. છેવટે એણે તો નિશ્ચય કર્યો કે શરણાગતની રક્ષા કરશે ભલે પછી જે પરિણામ આવવું હોય તે આવે છે. ચિત્રસેનને લઈને રાજમહેલમાં પાછી ફરી.

અર્જુને સુભદ્રાની શરણાગત વત્સલત્તાની ભરપુર પ્રસંશા કરી અને સ્વયં રક્ષા કરવાનું વચન આપ્યું.

નારદજીએ આ સૂચના શ્રીકૃષ્ણ સુધી પહોંચાડી દીધી. માધવ, હવે આગળનું પગલું સમજી વિચારીને ભરજો. ભક્ત અને ભગવાનની વચ્ચે યુદ્ધ.! શું આ યોગ્ય ગણાશે?

શ્રીકૃષ્ણે કહ્યું : દેવર્ષિ, મારો નિર્ણય અટલ છે. આપ અર્જુનને સંદેશો પાઠવી દો કે ચિત્રસેનને શરણ આપનારો સૂર્યાસ્ત પહેલાં જ યમલોક પહોંચી જશે.’

નારદજીએ શ્રીકૃષ્ણનો સંદેશ અર્જુનને કહી સંભળાવ્યો. અને કહ્યું : ‘અર્જુન પાછળ રહેશે નહિ. આપની શક્તિના સહારે જ તે સામનો કરશે. આપનો સેવક ક્યારેય શરણમાં આવેલાની ઉપેક્ષા કરતો નથી. અને શ્રીકૃષ્ણ અને અર્જુનની વચ્ચે ભ યાનક યુદ્ધ છેડાઈ ગયું. બન્ને પક્ષ તરફથી દિવ્યાસ્ત્રોના પ્રયોગથી પૃથ્વી કંપી ઉઠી. યુદ્ધને જલ્દી સમાપ્ત કરવાના હેતુથી શ્રીકૃષ્ણ ચક ધારણ કરી લીધું. આ જોઈને અર્જુને ગાંડીવ સંભાળ્યું.

ત્રણેય લોક કંપી ઉઠયા. દેવતાઓ ગભરાઈ ગયા. ત્રણેય લોકનો વિનાશ થવાનો હતો. શ્રીકૃષ્ણ ક્રોધે ભરાઈને આગળ વધ્યા. અર્જુને કમાન ખેંચી ત્યારે ચમત્કાર થયો. બન્નેની વચ્ચે ત્રિલોચન ભગવાન શિવ ઊભા હતા. એમણે અર્જુનને શાંત પડી જવાનો ઈશારો કર્યો.

પછી શ્રીકૃષ્ણની સામે જોઈને બોલ્યા : નટવર, શું કરે છે? પોતાના જ ભક્તની સાથે-સાથે ત્રણેય લોકનો વિનાશ કરવા માગે છે?’

શ્રીકૃષ્ણ બોલ્યા : ભગવન , આપ દૂર ખસી જાઓ હું આદિકાળથી મારું વચન નિભાવતો આવ્યો છું.

નટવર, તમે આદિકાળથી તમારું વચન તોડ્યું છે. આજે પણ પોતાના ભક્ત માટે વચન તોડવું પડશે. તમારે ભક્તની વાત માનવી પડશે. ભગવાન શિવે કહ્યું.

શ્રીકૃષ્ણ એમની સામે નતમસ્તક થઈ ગયા. અને બોલ્યાભગવન, જેમની રક્ષા આપ કરો, એને ત્રણ લોકમાં કોઈ મા રીશકે નહિ.

આ જોઈને ગાલવ ઋષિ ક્રોધથી સળગી ઉઠ્યા. અંજલિમાં જળ ભરીને બોલ્યા હું મારા તપોબળથી ચિત્રસેન,શ્રીકૃષ્ણ અને અર્જુનને ભસ્મ થઈ જવાનો શાપ આપું છું.

ત્યારે સુભદ્રા બોલી : બ્રાહ્મણ, આટલો ઘમંડ સારો નહિ. સુભદ્રાના ભાઈ અને પતિને મા રવા એટલા સરળ નથી. જો હું તન-મનથી પતિવ્રતા હોંઉ તો ઋષિનો જમણો હાથ નિપ્રાણ થઈ જાય.

ઋષિનો હાથ જળ ફેંકવામાં અસમર્થ થઈ ગયો.

આમ આ પ્રકારે શરણાગતની રક્ષા થઈ.

– સૌજન્ય કૃપાલસિંહ જાડેજા (Kripalsinh Jadeja) (અમર કથાઓ ગ્રુપ)

(ફોટા પ્રતીકાત્મક છે.)