જાણો શા માટે ધૃતરાષ્ટ્ર ભીમને મારવા માંગતા હતા, તેમની સાથે જોડાયેલી આ રોચક વાતો તમે નહી જાણતા હોય.
મહાભારતમાં ધ્રુતરાષ્ટ આંધળા હતા, પરંતુ તેને એ અંધાપો પાછલા જન્મમાં મળેલા એક શ્રાપને કારણે મળ્યો હતો. ધ્રુતરાષ્ટ્રએ જ ગાંધારીના કુટુંબને મરાવી નાખ્યું હતું. પરંતુ કેમ મળ્યો હતો તેમને આંધળા રહેવાનો શ્રાપ અને કેમ મરાવી નાખ્યા હતા તેમણે તેની પત્ની ગાંધારીના કુટુંબને? આવો જાણીએ ધ્રુતરાષ્ટ્ર સાથે જોડાયેલી થોડી એવી જ વિશેષ વાતો.
ભીમને મારી નાખવા માંગતા હતા ધ્રુતરાષ્ટ્ર : ભીમે ધ્રુતરાષ્ટ્રના પ્રિય દુર્યોધન અને દુઃશાસનને ઘણી નિર્દયતાથી મારી નાખ્યા હતા, એ કારણે ધ્રુતરાષ્ટ્ર ભીમને મારી નાખવા માંગતા હતા. જયારે યુદ્ધ સમાપ્ત થઇ ગયું તો શ્રીકૃષ્ણ સાથે યુધીષ્ઠીર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ મહારાજ ધ્રુતરાષ્ટ્રને મળવા ગયા. યુધિષ્ઠિરે ધ્રુતરાષ્ટ્રને પ્રણામ કર્યા અને બધા પાંડવોએ પોત પોતાના નામ લીધા, પ્રણામ કર્યા.
શ્રીકૃષ્ણ મહારાજના મનની વાત પહેલાથી જ સમજાઈ ગઈ હતી કે તે ભીમનો નાશ કરવા માંગતા હતા. ધ્રુતરાષ્ટ્રએ ભીમને ગળે લગાડવાની ઈચ્છા વ્યક્ત કરી તો શ્રીકૃષ્ણએ તરત જ ભીમના સ્થાન ઉપર ભીમની લોખંડની મૂર્તિ આગળ કરી દીધી. ધ્રુતરાષ્ટ્ર ઘણા શક્તિશાળી હતા, તેમણે ગુસ્સામાં આવીને લોખંડની બનેલી ભીમની મૂર્તિને બંને હાથથી દબાવી લીધી અને મૂર્તિ તોડી નાખી.
મૂર્તિ તોડવાને કારણે તેના મોઢામાંથી પણ લોહી નીકળવા લાગ્યું અને તે જમીન ઉપર પડી ગયા. થોડી વારમાં તેમનો ગુસ્સો શાંત થઇ ગયો તો તેમને લાગ્યું કે ભીમ મરી ગયો છે તો તે રડવા લાગ્યા. ત્યારે શ્રીકૃષ્ણએ મહારાજને કહ્યું કે ભીમ જીવતો છે, તમે જેને તોડ્યો છે, તે તો ભીમના આકારની મૂર્તિ હતી. આ રીતે શ્રીકૃષ્ણએ ભીમનો જીવ બચાવી લીધો.
ધ્રુતરાષ્ટ્ર હતા જન્મથી આંધળા : મહારાજ શાંતનું અને સત્યવતીને બે પુત્ર થયા વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ. ચિત્રાંગદ નાની ઉંમરમાં જ યુદ્ધમાં માર્યા ગયા. ત્યાર પછી ભીષ્મએ વિચિત્રવીર્યના લગ્ન કાશીની રાજકુમારી અંબિકા અને અંબાલિકા સાથે કરાવ્યા. લગ્નના થોડા સમય પછી જ વિચિત્રવીર્યનું પણ બીમારીના કારણે મૃત્યુ થઇ ગયું. અંબિકા અને અંબાલિકા સંતાનહીન હતા તો સત્યવતીની સામે એ સંકટ ઉભું થઇ ગયું કે કૌરવ વંશને આગળ કેવી રીતે વધારશે.
વંશને આગળ વધારવા માટે સત્યવતીએ મહર્ષિ વેદવ્યાસ ને ઉપાય પૂછ્યો. ત્યારે વેદવ્યાસની તેમની દિવ્ય શક્તિઓથી અંબિકા અને અંબાલિકા માંથી સંતાનોની ઉત્પતી કરી હતી. અંબિકાએ મહર્ષિના ભયને કારણે આંખ બંધ કરી લીધી હતી, તો તેના આંધળા સંતાનના રૂપમાં ધ્રુતરાષ્ટ્ર થયા. બીજી રાજકુમારી અંબાલિકા પણ મહર્ષિથી ડરી ગઈ હતી અને તેનું શરીર પીળું પડી ગયું હતું તો તેનું સંતાન પાંડુ થયું. પાંડુ જન્મથી જ નબળા હતા. બંને રાજકુમારીઓ પછી એક દાસી ઉપર પણ મહર્ષિએ શક્તિપાત કર્યો હતો. તે દાસીથી સંતાનના રૂપમાં મહાત્મા વિદુર ઉત્પન્ન થયા.
એક શ્રાપને કારણે ધ્રુતરાષ્ટ્ર જન્મ્યા હતા આંધળા : ધ્રુતરાષ્ટ્ર તેના પાછલા જન્મમાં એક ઘણા દુષ્ટ રાજા હતા. એક દિવસ તેમણે જોયું કે નદીમાં એક હંસ તેના બાળકો સાથે આરામથી ફરી રહ્યો છે. તેણે આદેશ આપ્યો કે તે હંસની આંખ ફોડી દેવામાં આવે અને તેના બાળકોને મારી નાખવામાં આવે. તે કારણે જ આગળના જન્મમાં તે આંધળા પેદા થયા અને તેના પુત્ર પણ તેવી રીતે મૃત્યુને પ્રાપ્ત થયા જેવી રીતે તે હંસના.
આંધળા હોવાને કારણે ધૃતરાષ્ટ્ર પહેલા પાંડુ બન્યા હતા રાજા : ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરના ઉછેરની જવાબદારી ભીષ્મ ઉપર હતી. ત્રણે પુત્ર મોટા થયા તો તેને શિક્ષણ મેળવવા માટે મોકલવામાં આવ્યા. ધૃતરાષ્ટ્ર બળ વિદ્યામાં શ્રેષ્ઠ બન્યા, પાંડુ ધનુર્વિદ્યામાં અને વિદુર ધર્મ અને નીતિમાં પારંગત થઇ ગયા. ત્રણે પુત્ર યુવાન થયા તો મોટા પુત્ર ધૃતરાષ્ટ્રને નહિ, પરંતુ પાંડુને રાજા બનાવવામાં આવ્યા, કેમ કે ધૃતરાષ્ટ્ર આંધળા હતા અને વિદુર દાસી પુત્ર હતા. પાંડુના મૃત્યુ પછી ધૃતરાષ્ટ્રને રાજા બનાવવામાં આવ્યા. ધૃતરાષ્ટ્ર નહોતા ઇચ્છતા કે તેની પછી યુધીષ્ઠીર રાજા બને, પરંતુ તે ઇચ્છતા હતા કે તેનો પુત્ર દુર્યોધન રાજા બને. એ કારણે સતત પાંડવ પુત્રોની ઉપેક્ષા કરતા રહ્યા.
ગાંધારની રાજકુમારી સાથે લગ્ન : ભીષ્મએ ગાંધારની રાજકુમારી સાથે ધૃતરાષ્ટ્રના લગ્ન કરાવ્યા હતા. લગ્ન પહેલા ગાંધારીને એ વાતની ખબર ન હતી કે ધૃતરાષ્ટ્ર આંધળા છે. જયારે ગાંધારીને એ વાતની ખબર પડી તો તેમણે પણ તેની આંખો ઉપર પાટો બાંધી લીધો. હવે પતિ અને પત્ની બંને એક સમાન આંધળા થઇ ગયા હતા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના સો પુત્ર અને એક પુત્રી હતી. દુર્યોધન સૌથી મોટા અને સૌથી પ્રિય પુત્ર હતા. દુર્યોધન પ્રત્યે ધૃતરાષ્ટ્રને વધુ પ્રેમ હતો. એ પ્રેમને કારણે દુર્યોધનના ખોટા કાર્ય ઉપર પણ તે મૌન રહ્યા. દુર્યોધનની ખોટી માંગણીઓ પૂરી કરવા માટે પણ હંમેશા તૈયાર રહેતા હતા. તે પ્રેમ આખા વંશના નાશનું કારણ બન્યું.
ધૃતરાષ્ટ્રએ મરાવી નાખ્યા હતા ગાંધારીના આખા કુટુંબને : ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર દેશની ગાંધારી સાથે થયા હતા. ગાંધારીની કુંડળીમાં દોષ હોવાને કારણે જ એક સાધુના કહેવા મુજબ તેના લગ્ન પહેલા એક બકરા સાથે કરી દેવામાં આવ્યા હતા. પાછળથી તે બકરાની બલી આપી દેવામાં આવી હતી. તે વાત ગાંધારીના લગ્ન વખતે છુપાવવામાં આવી હતી. જયારે ધૃતરાષ્ટ્રને એ વાતની ખબર પડી તો તેણે ગાંધાર નરેશ સુબાલા અને તેના 100 પુત્રોને કારાવાસમાં નાખી દીધા અને ઘણી યાતનાઓ આપી.
એક એક કરીને સુબાલાના તમામ પુત્ર મરવા લાગ્યા. તેને ખાવા માટે માત્ર મુઠ્ઠીભર ચોખા આપવામાં આવતા હતા. સુબાલાએ તેના નાના દીકરા શકુનીને પ્રતિશોધ માટે તૈયાર કર્યો. બધા લોકો તેના ભાગના ચોખા શકુનીને આપતા હતા જેથી તે જીવતા રહીને કૌરવોનો નાશ કરી શકે. મૃત્યુ પહેલા સુબાલાએ ધૃતરાષ્ટ્ર પાસેથી શકુનીને છોડાવવા માટે વિનંતી કરી જે ધૃતરાષ્ટ્રએ માની લીધી. સુબાલાએ શકુનીને તેના ગરદનના હાડકાના પાસા બનાવવા માટે કહ્યું, તે પાસા કૌરવ વંશના નાશનું કારણ બને. શકુનીએ હસ્તિનાપુરમાં સૌનો વિશ્વાસ જીત્યો અને 100 કૌરવોના સુત્રધાર બન્યા. તેણે ન માત્ર દુર્યોધનને યુધીષ્ઠીર વિરુદ્ધ ભડકાવ્યા પરંતુ મહાભારતના યુદ્ધનો આધાર પણ બનાવ્યા.
અને ધૃતરાષ્ટ્ર જતા રહ્યા વનમાં : યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, પાંડવો સાથે એક મહેલમાં રહેવા લાગ્યા હતા. ભીમ હંમેશા ધૃતરાષ્ટ્રને એવી વાતો કરતા હતા, જે તેને ગમતી ન હતી. ભીમના આ વર્તનથી ધૃતરાષ્ટ્ર ઘણા દુઃખી રહેવા લાગ્યા હતા. તે ધીમે ધીમે બે દિવસ કે ચાર દિવસમાં એક વખત ભોજન કરવા લાગ્યા. આ રીતે પંદર વર્ષ નીકળી ગયા. પછી એક દિવસ ધૃતરાષ્ટ્રના મનમાં વૈરાગ્યનો ભાવ જાગી ઉઠ્યો અને તે ગાંધારી સાથે વનમાં જતા રહ્યા.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.