એક વાર ગામડે જાવું છે
ધૂળ ખાતા કાચા મકાન ને રંગ લગાવી સ્નેહ ના દીવડા પ્રગટાવી દિવાળી મનાવવા જાવું છે.
ગામડે જાવું છે,
સુમસામ પડેલી શેરીઓ ને શણગારી ને ફટાકડા ફોડી ને ગજાવવા જાવું છે.
ગામડે જાવું છે.
શિયાળા ની ઠંડી મા સવારે ખમ્ભે શાલ નાખી ને શેરી મા તાપણું કરી ને નાના મોટા બધા ભેગા બેસી ને સુખ દુખ ની વાતું કરવા જાવું છે.
ગામડે જાવું છે.
મોટી મોટી ગાડીઓ મા બહુ ફર્ય…ફરી થી ગાડા મા બેસી ને વાડીએ જાવું છે.
વાડી મા વહેતા ધોરિયા માંથી પાણી પીવા જાવું છે.
ગામડે જાવું છે.
પીઝા બર્ગર બોવ ખાધા હવે બા ના હાથ ના રોટલા ખાવા જાવું છે.
ગામડે જાવું છે.
સિમેન્ટ ના જંગલ માંથી બાર નીકળી ને વાડીએ જઈ ને લીમડા ના છાંયડા નીચે ઠંડા પવન ની મજા લેવા જાવું છે.
ગામડે જાવું છે.
શેઠિયા ને વેપારીઓ ને બહું મળી લીધું ….આખી રાત વાતું કરીએ તોય નો ખૂટે એવા ગામડા ના મારા મિત્રો ને મળવા જાવું છે.
ગામડે જાવું છે.
અહીં સાંજ ક્યારે પડે એ પણ નથી ખબર રેતી ….. ગામ ના રામજી મંદિરે જાલર નગારા વગાડવા દોટ મુકતા…..ફરી એક વાર એ મધુર ધુન સાભળવા જાવું છે.
ગામડે જાવું છે.
અહીં સવાર પડે અલાર્મ વાગે એટલે દોડવા માંડવા નું છેક સાંજે પાછા આવવાનું ….. ત્યા મોડે સુધી ફળિયા મા ખાટલા મા સૂતું રેવાનું પછી જાગી ને દાતણ મોં મા લઈ ને ડેલી એ ઊભું રેવાનું …આવતા જતા વડીલો ને સીતારામ કેવાંનો આનંદ માણવા જાવું છે.
ગામડે જાવું છે.
વીડિયો ગેમ્સ તો બહુ રમી ….એ શેરી મા ગેડી દડો અને ક્રિકેટ રમવા જાવું છે.
ગામડે જાવું છે.
એક નમ્ર વિનંતી મારા કાઠિયાવાડી ભાઈઓ ને કે …. ગામડે જજો ….
કારણ આપણા ગામ ને જીવતું રાખવું હોય તો આપણે ભલે વર્ષ મા એક વાર જઈએ પણ જઈને એવો સંકલ્પ લઈએ …
ગામડે જવું છે
નહીં તો આવનરી પેઢી ખાલી ફોટા જોઈ ને આશ્ચર્ય કરશે… કે ગામ આવું હોય?
– લેખક અજ્ઞાત, સોર્સ વોટ્સએપ