એકલવ્ય શિક્ષણના ઉદ્દેશ્યથી દ્રોણાચાર્યના આશ્રમમાં ગયો, પણ આ કારણે દ્રોણાચાર્યએ તેને શિષ્ય…
એકલવ્ય મહાભારતનું એક એવું પાત્ર છે. તે હિરણ્ય ધનુ નામના નિષાદના પુત્ર હતા. એકલવ્યએ અપ્રતીમ ધગશ સાથે સ્વયં શીખવામાં આવેલી ધનુર્વિધા અને અને ગુરુભક્તિ માટે ઓળખવામાં આવે છે. પિતાના મૃત્યુ પછી તે શ્રુંગબેર રાજ્યના શાસક બન્યા. અમાત્ય પરિષદની મંત્રણાથી તેણે ન માત્ર તેના રાજ્યની સંચાલન કરે છે, પરંતુ નિષાદ ભીલોની એક સશકત સેના અને નૌસેનાનું સંગઠન કરીને તેના રાજ્યની સરહદોનો વિસ્તાર કર્યો.
મહાભારતમાં વર્ણિત કથા મુજબ એકલવ્ય ધનુર્વિધા શીખવાના ઉદેશ્ય સાથે દ્રોણાચાર્યના આશ્રમમાં આવ્યો પરંતુ નિષાદપુત્ર હોવાને કારણે દ્રોણાચાર્યને તેના પોતાના શિષ્ય બનાવવાનો સ્વીકાર ન કર્યો. નિરાશ થઈને એકલવ્ય વનમાં જતો રહ્યો. તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી અને તે મૂર્તિને ગુરુ માનીને ધનુર્વિધાનો અભ્યાસ કરવા લાગ્યો. એકાગ્રચિત્તથી સાધના કરતા ટૂંકા સમયગાળામાં જ તે ધનુર્વિધામાં અત્યંત નિપુણ થઇ ગયા.
એક દિવસ પાંડવ અને કૌરવ રાજકુમાર ગુરુ દ્રોણ સાથે આખેટ લઇને તે વનમાં ગયા જ્યાં એકલવ્ય આશ્રમ બનાવીને ધનુર્વિધાનો અભ્યાસ કરી રહ્યો હતો, રાજકુમારોનો કુતરો ભટકીને એકલવ્યના આશ્રમમાં જઈ ચડ્યો. એકલવ્યને જોઈને તે ભસવા લાગ્યો. કુતરાના ભસવાથી એકલવ્યની સાધનામાં અડચણ ઉભી થઇ રહી હતી એટલે તેણે તેના પોતાના બાણોથી કુતરાનું મોઢું બંધ કરી દીધું. એકલવ્યના એ કૌશલ્યથી બાણ ચલાવ્યા હતા કે કુતરાને કોઈ પ્રકારની ઈજા ન થઇ.
કુતરાના પાછા ફરવાથી કૌરવ, પાંડવ તથા સ્વયં દ્રોણાચાર્ય તે ધનુકૌશલ્ય જોઈને દંગ રહી ગયા અને બાણ ચલાવવા વાળાની શોધ કરતા એકલવ્ય પાસે આવ્યા, તેને એ જાણીને પણ આશ્ચર્ય થયું કે દ્રોણાચાર્યને માનસ ગુરુ માનીને એકલવ્યએ સ્વયં જ અભ્યાસથી આ વિદ્યા પ્રાપ્ત કરી છે.
કથા મુજબ એકલવ્યએ ગુરુદક્ષિણાના રૂપમાં પોતાનો અંગુઠો કાપીને દ્રોણાચાર્યને આપી દીધો હતો, તેનો એક સાંકેતિક અર્થ એ પણ થઇ શકે છે કે એકલવ્યને મહાન સમજીને દ્રોણાચાર્યએ તેને અંગુઠા વગર ધનુષ ચલાવવાની વિશેષ વિદ્યાનું દાન કર્યું હોય.
કહેવામાં આવે છે કે અંગુઠો કપાઈ ગયા પછી એકલવ્ય તર્જની અને મધ્યમાં આંગળીનો ઉપયોગ કરી તીર ચલાવવા લાગ્યા. ત્યારથી તીરંદાજી કરવાની આધુનિક પદ્ધતિનો જન્મ થયો. નિઃસંદેહ એ ઉત્તમ પદ્ધતિ છે અને આજકાલ તીરંદાજી એ રીતે જ થાય છે. વર્તમાન કાળમાં કોઈ પણ વ્યક્તિ તે રીતે તીરંદાજી નથી કરતા જેમ કે અર્જુન કરતા હતા.
આ માહિતી અજબગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.