હાથી અને ચકલીની આ સ્ટોરીમાં ખુબ સમજવા જેવી વાત છુપાયેલી છે.

0
869

જંગલમાં એક વડલો હતો. એના છાંયે જંગલના ઘણા પશુઓ બેસતા.

વડલા ઉપર ઘણા બધા પંખીઓ પણ માળા બનાવીને આશરો લેતા.

એક સમયે જંગલમાં આગ લાગી. વડલાને પણ આગની જ્વાળાઓ અડવા લાગી.

જંગલના બધા પશુ પંખીઓ નદીમાંથી પોતાનાથી શક્ય હોય એટલું પાણી લઈને આગ ઓલવવા લાગ્યા.

બધાના સહિયારા પ્રયત્નોથી આગ ઓલવાઈ ગઈ

પછી જંગલના રાજા સિંહે બધાને ભેગા કર્યા અને પૂછ્યું કે, કોઈને કઈ તકલીફ તો નથી થઇ ને?

ત્યારે હાથીએ કહ્યું કે, મહારાજા મારી એક ફરિયાદ છે.

હું જયારે નદીમાંથી સૂંઢમાં પાણી ભરીને આગ ઓલાવતો હતો, ત્યારે આ ચકલી પોતાની ચાંચમાં પાણી ભરીને આગ ઉપર છાંટા નાખતી હતી અને મને આડી આવતી હતી.

એ બે ટીપા પાણીથી કઈ આગ થોડી ઓલવાય?

ત્યારે ચકલી સરસ જવાબ આપે છે.

મહારાજ આગ ઓલવવામાં મારું યોગદાન ઘણું જ ઓછું છે.

પણ જંગલમાં આગ લાગી અને બધાએ એ આગ ઓલવી દીધી એનો ભવિષ્યમાં જયારે ઇતિહાસ લખાય ત્યારે મારું નામ આગ લગાડનારાઓમાં નહિ પણ આગ ઓલવનારાઓમાં આવે એટલા માટે મારાથી થાય એટલી સેવા હું કરતી હતી.

અત્યારે ચાલી રહેલ મહામારીમાં કોઈ હાથી બનીને કે કોઈ ચકલી બનીને પોતાના ગજા પ્રમાણે સેવા કરીએ તો આ મહામારીરૂપી આગ પણ જરૂર બુઝાઈ જશે.

પરસ્પર દેવો ભવ.

– સાભાર ઉષા ચોટલીયા (અમર કથાઓ ગ્રુપ)

(એક મીત્રની ફેસબુક વોલ પરની પોસ્ટ.. કોપી)