“એના રામ કરે રખવાળા” – વાંચો અર્થ ભરેલી ગુજરાતી કવિતા.

0
423

જેને નથી ઘર કે નથી મકાન પણ સારા,

એના રામ કરે રખવાળા,

ખૂંદે ખેતર, ખાડા ને જંગલ ના ઝાડા,

એના રામ કરે રખવાળા,

નથી કંઈ બંધીયાર એના ઉઘાડા છે ઉતારા,

એના રામ કરે રખવાળા,

મહેનત મજુરી બહુ કરે, રાત દીન તોડે છે પાણા,

એના રામ કરે રખવાળા,

ઉઘાડા દિલે હરતા ફરતા, પીએ છે પાણી ઉઘાડા,

એના રામ કરે રખવાળા,

તાવ, તરિયો ને શરદી ઉધરસ, રહે છે રોગ છેટા સારા,

એના રામ કરે રખવાળા,

“રાજ ” વાયરસ ભલે દુનિયા ધ્રુજાવે, જેના બાળક ફરે ઉઘાડા,

એના રામ કરે રખવાળા.

રચના – રાજેશભાઇ એસ કુકરવાડિયા (વ્યાસ) ધ્રુવનગર, મોરબી.