ઈંગ્લીશ ભાષા છે તેને શીખવાની હોય, જીવનમાં ઉતારવાની ન હોય, આ વાત સમજવા આ લેખ વાંચો.

0
589

અરીસો :

સંતાનને દોષ દીધા વગર ગામના કોઈ પણ બગીચે જઈને મન વાળી લેવુ.

બાળકને ઈંગ્લીશ મિડીયમમા ભણાવો ઈંગ્લીસમા વાતો કરતા શીખવો.

‘બર્થડે-મેરેજ એનીવર્સરી’ વિગેરે આવા બધા પ્રસંગો ને ઈંગ્લીશ કલ્ચર થી ઉજવતા જોઈને રાજી થાવ.

માતા પિતા ને ‘મમ્મા ‘ અને ‘ડેડા’ કેતા પણ શીખવો…

અને જ્યારે એજ ઈંગ્લીશ કલ્ચરથી સજ્જ બાળક મોટુ થઈને તમને સમય ન આપે, અથવા તમારી લાગણીને ન સમજે અથવા તમને તુચ્છ સમજીને હડધુત કરે અથવા તેનામાં તમને કોઈ પણ સંસ્કારોના દર્શન ન થાય તો બિલકુલ પણ ઘરનુ વાતાવરણ ગમગીન કર્યા વગર કે સંતાનને દોષ દીધા વગર ગામના કોઈ પણ બગીચે જઈને રડી લેવુ.

કારણ કે, બાળકની પેલ્લી વર્ષગાંઠ ઉપર હવન કુંડમા આહુતી કેવી રીતે અપાય એના બદલે છરીથી ‘કેક’ કેમ કપાય એ શિખવનાર આપણે…

મંત્ર શુ છે તેની તાકાત કેવી છે પ્રભાવ કેવો છે પુજા પાઠના સંસ્કાર આપવાને બદલે કડકડાટ ઈંગ્લીશ બોલતા સાંભળીને રાજી થતા આપણે…

પેલ્લી વાર બહાર જતા ‘જય શ્રી કૃષ્ણ’ ને બદલે બાય બાય કેતા શિખવનાર આપણે…

પરીક્ષા આપવા જતી વખતે ઈષ્ટ/વડીલો ને પગે લગાડવાને બદલે Best of Luck કહીને સ્કૂલે મોકલનારા આપણે…

બાળક પાસ થતા ઘરમા સાથે બેસીને લાપસી જમવાને બદલે હોટેલમા કચરો ખાવા મોકલનારા આપણે…

આજ બાળક મોટુ થાય છે અને પરણે એટલે કુળદેવતા/દેવ દર્શને મોકલવાને બદલે હનીમુન કરવા ‘ફોરેન’ ની ટીકીટ તેના હાથમાં આપવા વાળા આપણે…

ઘણી એવી અંગ્રેજ કલચર છે કે જેને પગે લાગવા મા શરમ લાગે છે. વાંક કોનો?

ઈંગ્લીશ ભાષા છે તેને શીખવાની હોય, જીવનમાં ઉતારવાની ન હોય.

આપણે ભારત મા રહીએ છીએ ફોરેનમા નહી આ યાદ રાખવુ.

અને છેલ્લે કદાચ દીકરા/દીકરીના છુટા છેડા થાય તો ફોરેનમાં તો આ બધુ ચાલ્યા જ કરે……’English culture’.

ભારતીય સંસ્કૃતિ, ગુજરાતી ભાષા, સંસ્કાર, વડીલોને પગે લાગી સમ્માન આપવુ, વિવેક, પુજાપાઠ આ બધુ જેને વાહીયાત લાગતુ હોય તેણે કાયમી VISA મેળવી લેવા.

(શ્રી વિવેકાનંદ સાયન્સ સ્કૂલ જામખંભાળિયા તેમજ અજય પટેલના બ્લોગ પરથી.) (સાભાર વિજય વ્યાસ, અમર કથાઓ ગ્રુપ)